મુંબઈની પહેલી મુઠભેડ

28 July, 2019 02:04 PM IST  |  મુંબઈ ડેસ્ક | વિવેક અગરવાલ - તમંચા

મુંબઈની પહેલી મુઠભેડ

પ્રતીકાત્મક તસવીર

તમંચા

મન્યા સુર્વે સાથેની મુઠભેડને પોલીસ અને ખબરીઓ મુંબઈની પહેલી મુઠભેડ તરીકે પ્રચારિત કરે છે...
પણ એ સાચું નથી...
તો સાચુ શું છે?
૧૯૮૨ની ૧૧ જાન્યુઆરીએ મન્યા-મુઠભેડ થઈ, જેમાં મન્યાને ઇન્સ્પેક્ટર ઇશાક બાગવાન અને તેમની ટીમે માર્યો હતો.
એનાથી પહેલાં પણ એક મુઠભેડ થઈ હતી...
એ તારીખ હતી ૧૪ ઑક્ટોબર ૧૯૮૦...
જગ્યા હતી માલવણી ઇલાકો...
મુઠભેડનો શિકાર હતો - લુઇસ જોસેફ ડિસોઝા...
આનો સીધો અર્થ એ થયો કે મન્યા પહેલાં બે વર્ષ અગાઉ જ લુઇસની મુઠભેડ થઈ ચૂકી હતી...
લોકો આજે પણ કહે છે કે મન્યાની મુઠભેડ મુંબઈની પહેલી મુઠભેડ હતી. મુંબઈ પોલીસનો રેકૉર્ડ પણ કહે છે કે આ વાત સાચી નથી.
ખબરીઓના સંસારમાં આ વાત હંમેશાં કહેવાય છે. એ દિવસે માલવણીના એક મશહૂર ખબરીએ પોતાનો કિસ્સો પૂરો કરતાં કહ્યું,
‘એક બાત બોલું સર... યે પુલિસ હૈ ન... પુલિસ... મુંબઈ મેં ઇસસે બડા ડૉન કોઈ નહીં... યે લોગ હી ડૉન બનાતે હૈં... યે લોગ હી ડૉન કો ખતમ કરતે હૈં.’
મુંબઈમાં માફિયા, અમદાવાદમાં મસીહા આલમઝેબ અને લતીફ શેખનું નામ ભય અને આતંકનો પર્યાય હતું...
બન્નેના નામથી ગુંડાઓ પણ ધ્રૂજતા હતા...
પણ ‘દંગા દેશ’ અમદાવાદમાં બન્ને મુસ્લિમ સમુદાયના મસીહા, ભાઈ, હમદમ અને નેતા હતા.
મુંબઈમાં જેટલું સન્માન હાજી મસ્તાનને હાંશિલ હતું એ જ પ્રમાણે આલમઝેબને અમદાવાદમાં ઇજ્જત આપવામાં આવતી હતી. આલમઝેબે અમદાવાદમાં દરેક દંગા દરમ્યાન અને પછી પણ એ જ કર્યું જે મુંબઈમાં હાજી મસ્તાન કરતો હતો. તેની મુસ્લિમોને દંગાઈઓથી બચાવવાની અને પ્રતિશોધભર્યા હુમલાઓની કહાનીઓ આજે પણ લોકો સંભળાવે છે.
પોલીસ, સીઆરપીએફ જેવાં સુરક્ષા બળોની બળજબરીથી મુસ્લિમ સમુદાય અને સંપત્તિઓની રક્ષા કરવાનો સિલસિલો પણ આલમઝેબે બનાવ્યો હતો.
એ દિવસોમાં ગુજરાતમાં કૉન્ગ્રેસની સરકાર હતી તો પણ તોફાનો વખતે વર્દીધારીઓ દ્વારા મુસ્લિમ સમુદાય વધુપડતો પ્રતાડિત હતો.
અમદાવાદમાં કાળુપુર-દરિયાપુર જેવા મુસ્લિમ બહુમત ઇલાકાઓમાં ન કેવળ સ્થાનિક ગિરોહ સરગના અબ્દુલ લતીફનો ખાસ્સો પ્રભાવ હતો, બલકે દંગાઓમાં ખુલ્લે હાથે નાણાં વેરીને આલમઝેબે પોતાની મસીહાઈ છબિ પણ બનાવી હતી.
૧૯૮૪માં મુંબઈ-ભિવંડી તોફાનો વખતે હાજી મસ્તાન અને દાઉદે ખુલ્લી મદદ કરી હતી. એને કારણે બન્ને પૂરા ઇલાકામાં ‘નેતા’ બનીને રહ્યા હતા. આ જ કારણ હતું કે મસ્તાને પોતાનું રાજનીતિક દળ બનાવ્યું હતું.
અબ્દુલ લતીફ તો આલમઝેબનો કરીબી અને વિશ્વસ્ત હતો. તેનાં ગુજરાતમાં મૂળ ઊંડાં હતાં, ખાસ્સો ફેલાવો હતો. તે મહાનગરપાલિકાના પાંચ વૉર્ડમાંથી એકસાથે ચૂંટણી લડ્યો હતો.
જાણીને તમને નવાઈ લાગશે કે એ બધી જગ્યાએ જીત્યો હતો. મજેદાર વાત એ છે કે તે તો ત્યારે જેલમાં હતો અને જીત્યો પણ ભારે બહુમત સાથે.
તેની જીત જોવા આલમઝેમ જીવતો ન બચ્યો. પઠાણ-કોકણી મુસ્લિમ ગિરોહની આપસી મારકાટમાં તેનું મોત થઈ ચૂક્યું હતું.

આ પણ વાંચો : પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

અમદાવાદની એ અડધી બનેલી ઇમારતમાં વાત કરતાં જૂના કરુ પાંડેએ કહ્યું:
‘અબ્દુલ જીતા ચુનાવ મેં... ઠીક હૈ... લેકિન હાંશિલ ક્યા હુઆ... નીલ બટા સન્નાટા.’

columnists weekend guide