સૌતેલા ભાઈએ બનાવ્યો ડૉન

14 July, 2019 02:06 PM IST  |  મુંબઈ | વિવેક અગ્રવાલ

સૌતેલા ભાઈએ બનાવ્યો ડૉન

પ્રતીકાત્મક તસવીર

તમંચા

એવા કિસ્સા કે કહાનીઓ તમે બહુબધી સાંભળી હશે.

જુલ્મની સામે બદલો લેવાની નિયતથી કોઈ અપરાધી બની ગયો...
પરિવારમાં કોઈની હત્યાથી અથવા કોઈ ટોળકીમાં જોડાઈ ગયો...
પણ મોટા ભાઈએ જ નાના ભાઈને હત્યારો બનાવ્યો હોય...
એ વાત આસાનીથી ગળે નહીં ઊતરે...
... પણ મુંબઈ માફિયામાં હર અસંભવ સંભવ બની ચૂક્યું છે.
પાછલા દિવસોમાં મન્યા સુર્વેનું નામ આખા દેશમાં ગુંજી રહ્યું હતું. મુંબઈની ગિરોહનો એવો સરગના જેના બારામાં એવું કહેવાય છે કે પોલીસ સાથેની મૂઠભેડમાં મરનારો તે પહેલો અપરાધી હતો.
એ સચ્ચાઈ નથી. એની સચ્ચાઈ ક્યાંક બીજે કહીશું. પહેલાં મન્યા સુર્વે આ અંધારી ગલીઓમાં કેમ આવ્યો એ જાણો.
મન્યાનું અસલી નામ મનોહર અર્જુન સુર્વે છે. મરાઠીભાષીઓમાં એ આમવાત છે કે લોકો કોઈ બાળકનું પહેલું નામ થોડું બગાડીને ઘરેલુ નામ રાખે છે. આ જ રીતે ‘મનોહર’ પણ ‘મન્યા’ બની ગયો. બાળપણથી તેને આ જ નામે બોલાવાતો હતો, ટોળકીમાં પણ અને પોલીસવાળા પણ તેને આ જ નામે ઓળખવા લાગ્યા. ત્યાં સુધી કે પોલીસને પણ વર્ષો સુધી તેનું સાચા નામની ખબર નહોતી.
મન્યો ૧૯૪૪માં મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના રણપુર ગામમા પેદા થયો હતો. તેનું પાલનપોષણ અને શિક્ષણ મુંબઈમાં થયું. તે મુંબઈમાં માતા અને સૌતેલા પિતા સાથે રહેતો હતો.
બચપણમાં ભણવામાં તે હોશિયાર હતો. કીર્તિ મહાવિદ્યાલયમાં તેણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. સ્નાતકના ત્રીજા વર્ષમાં તેણે ૭૮ ટકા માર્ક મેળવ્યા હતા. મન્યો એન્જિનિયર બનવા માગતો હતો. તે કસરતનો શોખીન હતો. તેની દેહ્યષ્ટિ બેહદ સુડોળ હતી. કહેવાય છે કે જયરામ ધંધામાં આવ્યો એ પછી તેના ઘણા સાથીદારો આ એકાંગી માર્ગ પર સાથે ચાલી નીકળ્યા. તેની સાથે કૉલેજમાં ભણેલા ઘણા દોસ્તોએ મન્યાનો સાથ દીધો. હથિયારોથી ખેલવું એ તેનો શોખ હતો. મન્યો પિસ્તોલ, છરા, દસ્તી બૉમ્બ, ઍસિડની બૉટલ સાથે લઈને ફરતો હતો.
અપરાધ શાખાના અધિકારી કહે છે કે મન્યાને સરમાયાદાર બનાવનારો તેનો મોટો ભાઈ હતો. ફરક બસ એટલો છે કે તે સૌતેલો હતો. મન્યાના આ ભાઈનું નામ ભાર્ગવ અર્જુન સુર્વે ઉર્ફે ભાર્ગવદાદા હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર ભાર્ગવની દાદરમાં ખાસ્સી દહેશત હતી. ભાર્ગવ, તેના મિત્ર મન્યા પોધાકર અને મન્યા સુર્વેએ ૧૯૬૯માં એક મર્ડર કર્યું હતું. મૃતકનું પૂરું નામ અધિકારીને યાદ નહોતું. તેઓ કહે છે કે તેની અટક દાંડેકર છે.
ભાર્ગવ, મન્યા પોધાકર અને મન્યા સુર્વેની આ હત્યાકાંડમાં ધરપકડ થઈ. તેમના પર મુકદ્દમો ચાલ્યો. ત્રણેયને અદાલતે આજીવન કારાવાસની સજા ફરમાવી.
સજા પછી તેમને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવાને બદલે પુણેની યેરવડા જેલમાં મોકલી દેવાયા. મુંબઈની આર્થર રોડ જેલમાં વિચારાધીન કેદીઓને જ રાખવામાં આવે છે. જેને સજા ફરમાવવામાં આવે છે તેને રાજ્યની જિલ્લા જેલો કેન્દ્રીય જેલોમાં મોકલી દેવામાં આવે છે. આ જ કેદે મન્યાને ખૂંખાર અને બેહદ શાતિર અપરાધી બનાવી દીધો.
સાચું તો એ છે કે અગર મન્યો જીવતો રહેત, અગર મૂઠભેડમાં ન મરત, અગર પુણે જેલમાં મજાથી થોડો સમય વિતાવત, અગર જેલમાંથી જો તે ઊંચી અદાલતમાંથી જામીન મેળવીને બહાર આવત તો પછી અપરાધોને
અંજામ આપતો રહેત અને તો મુંબઈ અપરાધજગતનો ચહેરો અને ઇતિહાસ કંઈક અલગ જ હોત. તો ન અરુણ ગવળી હોત, ન છોટા રાજન હોત, ન દાઉદ ઇબ્રાહિમ હોત, ન હાજી મસ્તાન, ન કરીમલાલા કે યુસુફ પટેલને કોઈ યાદ પણ ન કરતું હોત. ન કોઈ બન્ટી પાંડે, હેમંત પૂજારી, રવિ પૂજારીના કિસ્સા કહેતું હોત. એક જ નામ હોત - મન્યા સુર્વે.
આ વાતો કરતાં તેમની આંખોમાં હલકી સુર્ખી દેખાઈ. એવું લાગ્યું કે ખૂણામાં થોડી નમી જેવું છે. આવા લોકો જોકે જજબાત છુપાવવામાં ઉસ્તાદ હોય છે. તેણે પણ કદાચ એવું જ કર્યું. થોડા ભારે દુખી શબ્દો નીકળ્યા અને પછી શાંતિ છવાઈ ગઈ :
‘ગુસ્સા બડા ખરાબ બે ભાઈ... ડૉન બનને કા તો ગુસ્સા ઘર પે રખકે આને કા.’
લેખક જાણીતા ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિસ્ટ અને ક્રાઇમ રાઇટર છે.

આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

columnists weekend guide