મને સેક્સની ખૂબ જ ઈચ્છા થાય છે, કામેચ્છા ઘટાડવી છે, શું કરું ?

20 June, 2019 01:06 PM IST  |  | ડૉ.રવિ કોઠારી - સેક્સ-સંવાદ

મને સેક્સની ખૂબ જ ઈચ્છા થાય છે, કામેચ્છા ઘટાડવી છે, શું કરું ?

પ્રતીકાત્મક તસવીરૌ

સેક્સ-સંવાદ

સવાલ : મારી ઉંમર ૬૪ વર્ષ છે. પહેલાંની સરખામણીએ સેક્સલાઇફમાં ઓટ આવી ગઈ છે, પરંતુ મહિને એકાદ વાર સંબંધ રહે છે. સમસ્યા એ છે કે મને ઉંમર થઈ જવા છતાં કામેચ્છા ઘટી નથી અને વાઇફ બહુ જલદી આ બાબતે નીરસ થઈ ગઈ છે. આ બાબતે અમારી વચ્ચે બહુ ચકમક પણ ઝરે છે. તેને લાગે છે કે હું હજીયે રોમૅન્ટિક થઈને અડપલાં કરું છું એ સમાજમાં કોઈને ખબર પડે તો સારું ન લાગે. વારંવાર તેની ના સાંભળીને મેં કલ્પનાઓ દ્વારા સુખ મેળવવાની કોશિશ શરૂ કરી હતી. પહેલાં તો મને મૅગેઝિનો અને વેબસાઇટની જરૂર પણ પડતી, પરંતુ હવે હું સુંદર સ્ત્રીની કલ્પના કરીને પણ એક્સાઇટમેન્ટ અનુભવું છું. એને કારણે ક્યારેક વાસ્તવિક જીવનમાં કોઈ સુંદર મહિલા માટે પણ ન વિચારવા જેવું વિચારાઈ જાય છે. હું જરાપણ વધુ ડિમાન્ડ કરું તો વાઇફ ભડકે જ છે અને એટલે મારે હવે ઉત્તેજના આવે એવા વિચારો બંધ કરવા છે અને કામેચ્છા ઘટાડવી છે.


જવાબ : જાતીય સુખની કલ્પના કોઈ પણ ઉંમરે વ્યક્તિને એક્સાઇટ કરવાની ક્ષમતા ધરાવે છે. એવું કહેવાય છે કે સેક્સ કરતાં એની મનગમતી કલ્પના વધુ એક્સાઇટમેન્ટ અને વધુ આનંદ આપી શકે છે. તમે આ ઉંમરે પણ એ આનંદ માણી શકો છો એ માટે ચિંતા નહીં, ખુશી થવી જોઈએ. તમે ભલે વયસ્ક હો, પણ દિલ હજી યંગ છે. હા, વિચારો અને કલ્પના આવવી ભલે સહજ હોય, પરંતુ એનાથી પ્રેરાઈને તમે વાસ્તવમાં કોઈની સાથે અજુગતું વર્તન ન કરી બેસો એટલો કન્ટ્રોલ હોય એ અતિઆવશ્યક છે. ઉંમર થઈ ગઈ છે એટલે સુંદરતા જોઈને ઉત્તેજના ન થવી જોઈએ એવું વિચારવું મન પર બળજબરી કરવા બરાબર છે.

આ પણ વાંચો: વધુ લાંબો સમય ઉત્તેજના ટકાવીને આનંદ કેવી રીતે વધારવો?

તમે કલ્પના કે વિચારોને ડામીને બેસાડશો તો એ સ્પ્રિંગની જેમ ઊછળશે અને કદાચ બેફામ બનશે. એના કરતાં સારાસારનો વિવેક દાખવીને તમે એકાંતમાં જાતે જ સંતોષ મેળવી લો એમાં કશું ખોટું નથી. પાછલી ઉંમરે સ્ત્રીઓને જાતીય સુખ કરતાં હૂંફ અને પ્રેમની ઝંખના વધુ હોય છે. જો તમે તેની એ ઇચ્છા પૂરી કરશો તો કદાચ તે પણ તમારી જરૂરિયાત પૂરી કરવામાં વધુ સારો સહકાર આપશે.

columnists gujarati mid-day life and style