મૅસ્ટરબેશન કરવાને કારણે હાઇટ વધતી અટકી પડી, હવે વધશે?

01 July, 2019 12:17 PM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ. રવિ કોઠારી - સેક્સ-સંવાદ

મૅસ્ટરબેશન કરવાને કારણે હાઇટ વધતી અટકી પડી, હવે વધશે?

પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારી ઉંમર ૧૭ વર્ષ છે. સામાન્ય રીતે છોકરીઓ ન કરે એવી હરકતની મને આદત પડી ગઈ છે. મારી ફ્રેન્ડ્સને રવાડે ચડીને હું હસ્તમૈથુન કરવા લાગી છું. છેલ્લા દોઢેક વરસથી આ ક્રિયા કરું છું. જોકે એને કારણે મારી હાઇટ વધવાની ઘટી ગઈ છે. જોકે મારી જેમ જ હસ્તમૈથુન કરતી મારી ફ્રેન્ડ્સની હાઇટ વધારે છે. આ બધી જ ફ્રેન્ડ્સ રાઇટ હૅન્ડેડ છે અને હું લેફ્ટી. મારી ફ્રેન્ડ્સનું માનવું છે કે ડાબા હાથે મૅસ્ટરબેશન કરવાને કારણે મારી હાઇટ અટકી પડી છે, પણ હું કેમેય કરું મને જમણા હાથે ફાવતું જ નથી. એને કારણે છેલ્લા ચાર-પાંચ મહિનાથી મૅસ્ટરબેશન કરવાનું જ છોડી દીધું છે. શું હવે મારી હાઇટ વધશે? મારી હાઇટ માત્ર પાંચ ફુટ જ છે.

જવાબ : કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ કેટલી થશે એનો મહદંશે આધાર તેના જીન્સ પર રહેલો છે. હાઇટ વારસાગત હોય છે. યોગ્ય પોષણ અને કસરતથી એમાં થોડો વધારો કરી શકાય છે, પરંતુ એ ફરક પ્યુબર્ટી એજ દરમ્યાન જ પડી શકે છે. એવું કહેવાય છે કે માસિકચક્ર શરૂ થાય એ પછીથી સ્ત્રીઓની હાઇટ વધવાનું ઘટી જાય છે. એ માટે હૉર્મોન્સ જવાબદાર હોય છે. તમે મૅસ્ટરબેશન કરવાનું ચાલુ કર્યું કે ડાબા હાથે કરવાની આદત પડી એને અને હાઇટને કોઈ જ લેવાદેવા નથી. તમે મૅસ્ટરબેશન નહીં કરો તોય તમારી હાઇટ જે છે એ જ રહેવાની છે. તમે જમણા હાથે કરશો તો પણ એમ જ રહેશે. તમારી ફ્રેન્ડ્સને વારસાગત રીતે જ ઊંચી હાઇટ મળી હોઈ શકે છે એટલે તેમની સાથે સરખામણી કરવી વ્યર્થ છે. તમને પિરિયડ્સ આવવાનું શરૂ થઈ ગયું જ હશે ને એટલે છેલ્લા એક-સવા વરસમાં હાઇટ વધવાનું પણ બંધ થઈ ગયું છે. આ કાગનું બેસવું ને ડાળનું પડવું છે એને મૅસ્ટરબેશન સાથે સાંકળવાની કોઈ જરૂર નથી.

આ પણ વાંચો : જાંઘનો ભાગ વધુ કાળો થવા લાગ્યો છે અને ઘર્ષણથી ખંજવાળ પણ આવે છે

હજીય જો તમારે હાઇટ વધારવી હોય તો પ્રોટીન, કૅલ્શિયમયુક્ત ખોરાક લો અને મસલ્સ સ્ટ્રેચ થાય એવી કસરતો કરો. ઍક્ટિવિટી વધારશો તો બૉડી સ્ટ્રૉન્ગ થશે અને જો સ્કોપ હશે તો હાઇટ પણ વધશે.

life and style sex and relationships columnists