જાંઘનો ભાગ વધુ કાળો થવા લાગ્યો છે અને ઘર્ષણથી ખંજવાળ પણ આવે છે

Published: Jun 28, 2019, 14:34 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ

મારી ઉંમર ૩૯ વર્ષ છે. શરૂઆતમાં બહુ ધ્યાન નહોતું આપ્યું, પરંતુ હમણાંથી મને જાંઘની ત્વચા ખૂબ કાળી થતી જતી હોય એવું લાગે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૩૯ વર્ષ છે. શરૂઆતમાં બહુ ધ્યાન નહોતું આપ્યું, પરંતુ હમણાંથી મને જાંઘની ત્વચા ખૂબ કાળી થતી જતી હોય એવું લાગે છે. મને એ ભાગમાં ખૂબ ખંજવાળ આવતી હોવાથી હું દિવસમાં બે-ત્રણ વાર એ ભાગ ગરમ પાણીથી સાફ કરું છું. ગરમ પાણી ત્યાં અડે તો ખૂબ જ સારું લાગે છે. કદાચ ખૂબ ગરમ પાણી રેડવાની મારી આદતને કારણે હવે વધુ ગરમ પાણીની જરૂ‚ર પડે છે. જાંઘની બન્ને બાજુનો ભાગ વધુ કાળો થવા લાગ્યો છે. ઘર્ષણ થતું હોવાથી એ ભાગમાં ખંજવાળ પણ ખૂબ આવે છે. ખૂબ ખંજવાળી નાખવાને કારણે એ ભાગની ચામડી પણ જાડી થવા લાગી છે. બન્ને વૃષણ ખૂબ ભારે થઈ ગયેલાં હોય એવું લાગે છે. શું એનાથી વીર્યની ક્વૉલિટી કે જાતીય જીવન પર માઠી અસર પડે?

જવાબ : તમે જણાવ્યું નથી, પણ શું તમે ઓવરવેઇટ છો? મોટા ભાગે ઓવરવેઇટ લોકોમાં બે પગ વચ્ચે ખૂબ ઘર્ષણ થતું હોય છે. એને કારણે એ ભાગમાં કાળાશ અને ખંજવાળ આવવાની સમસ્યા વધે છે. જો તમારું વજન વધારે હોય તો એ કન્ટ્રોલમાં લાવવું જરૂરી છે. ચરબીને કારણે પસીનો પણ વધુ થાય અને ઘર્ષણ પણ વધુ થાય છે.

ખંજવાળ આવવાનું બીજું કારણ છે પસીનો થવો અને આપમેળે જ સુકાઈ જવો. પસીનો ઓછો થાય એ માટે કૉટનનાં અન્ડરવેઅર્સ પહેરવાં. બીજું, ખંજવાળ આવે ત્યારે ગરમ પાણી એ ભાગમાં રેડવાથી ત્વચા ડૅમેજ થાય છે. પ્રાઇવેટ પાર્ટ્સની સ્કિન ખૂબ પાતળી અને સેન્સિટિવ હોય છે. તમે એના પર ગરમ પાણી રેડ્યા કરશો તો એ ત્વચાની સંવેદના ઘટશે અને કાળાશ વધશે. જો ખંજવાળ ઘટાડવી હોય તો દિવસમાં બેથી ત્રણ વાર એ ભાગને ચોખ્ખા સાદા પાણીથી ધોઈને કોરો કરવાનું રાખો. રાતે સૂતી વખતે ઍન્ટિ-ફંગલ પાઉડર છાંટો.

આ પણ વાંચો : લવ મૅરેજ થયાં પછી એકમેકથી ત્રાસી ગયાં હોવાથી હવે છૂટાં પડવું છે

વીર્યમાંના શુક્રજંતુને ઠંડું વાતાવરણ માફક આવે છે એટલે જો તમે ગરમ પાણીમાં વૃષણને રાખશો તો સ્પર્મકાઉન્ટ પર અસર થઈ શકે છે. જાતીય જીવનમાં બીજી કોઈ બાબતે એની અસર થાય એવું સંભવ નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK