ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બિમારીના કારણે સેક્સ લાઈફ પર કેટલી અસર કરશે

06 September, 2019 03:17 PM IST  |  મુંબઈ | સેક્સ-સંવાદ- ડૉ. રવિ કોઠારી

ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બિમારીના કારણે સેક્સ લાઈફ પર કેટલી અસર કરશે

સવાલઃ મારી ઉંમર ૫૬ વર્ષની છે. મને છેલ્લાં સાત વર્ષથી બ્લડપ્રેશરની બીમારી છે. રોજ દવા લેવી પડે છે, પણ દવાથી પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. એમ છતાં એક વરસ પહેલાં લોહીમાં શુગર પણ આવી છે. જ્યારથી ડાયાબિટીઝનું નિદાન થયું છે ત્યારથી મને લાગે છે કે મારી કામેચ્છા અને સેક્સની ક્ષમતા ઘટતી જાય છે. ઇન્દ્રિયમાં પહેલાં જેવું કડકપણું પણ નથી આવતું. શું હવે મારા સેક્સજીવનનો અંત થઈ જશે?

જવાબ: ડાયાબિટીઝને કારણે સેક્સ દરમ્યાન ઉત્થાનમાં સમસ્યા થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે, પરંતુ એનો મતલબ એ નથી કે ડાયાબિટીઝ થતાંની સાથે તમારી ઇન્દ્રિયમાં ઉત્થાનની તકલીફ થઈ જાય. હા, જો તમે ડાયાબિટીઝ કાબૂમાં નહીં રાખો તો લાંબા ગાળે એની માઠી અસર પડી શકે છે. ડાયાબિટીઝ એટલે કે લોહીમાં શુગરને કારણે જ્ઞાનતંતુઓ અને રક્તવાહિની બન્ને પર માઠી અસર પડે છે. એને કારણે ઇન્દ્રિયમાં લોહીનું સર્ક્યુલેશન પહેલાં જેટલી તીવ્રતાથી થઈ શકતું નથી. એને કારણે ઇન્દ્રિય સખત થવાને બદલે શિથિલ લાગે છે અને એને કારણે યોનિપ્રવેશમાં તકલીફ, શીઘ્રસ્ખલન અને પૂરતો સંતોષ ન મળવા જેવી જાત-જાતની તકલીફો થાય છે. બીજું તમે અત્યારે બ્લડપ્રેશર માટે જે દવાઓ લો છો એ પણ કોઈ સારા સેક્સોલૉજિસ્ટ પાસે ચકાસાવી જુઓ, કેમ કે કેટલીક દવાઓથી સેક્સ દરમ્યાન ઉત્થાનમાં તકલીફ પડી શકે છે.

આ પણ વાંચો: માનસિક રીતે અસ્વસ્થ બાળકને જાતીય શિક્ષણ કેટલું અને કઇ રીતે આપવું?

યોગ્ય ડૉક્ટર પાસે જઈ તમે સૌપ્રથમ ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરો. સાથે-સાથે આહાર અને વ્યાયામ પર પણ પૂરતું ધ્યાન આપો. તમે બ્લડપ્રેશર માટે જે ગોળી લો છો એ તમારા ડૉક્ટરને લાગશે કે તમારા સેક્સની સમસ્યાનું મૂળ કારણ છે તો એને બદલીને બીજી ગોળી આપશે.

columnists gujarati mid-day