કેવી રીતે ઑલટાઇમ મોટિવેટ રહેવું?

12 January, 2019 11:26 AM IST  |  | Sanjay Rawal

કેવી રીતે ઑલટાઇમ મોટિવેટ રહેવું?

પ્રતીકાત્મક તસવીર

સંજયદ્રષ્ટિ

ગયા વીકમાં આપણે એક વાત અધૂરી રાખી હતી. કેવી રીતે ઑલટાઇમ મોટિવેટ રહેવું? જેના જવાબમાં આપણે વાત થઈ હતી કે આ ટૉપિક પર આપણે નેક્સ્ટ વીકમાં ચર્ચા કરીશું. કેવી રીતે ઑલટાઇમ મોટિવેટ રહેવું?

આ ખરેખર સમજવા જેવું છે અને જો એ શક્ય બને તો ખરેખર એવું કરવું પણ જોઈએ પણ એ પહેલાં એ સમજવું જોઈએ કે મોટિવેશન છે શું અને એ કેવી રીતે કામ કરે છે. મોટિવેશનનો બહુ સીધોસાદો ભાવાર્થ એ છે કે જીવનની એક એવી સ્થિતિ જેમાં તમે એકદમ એનર્જે‍ટિક હો, તમને બધાં કામ કરવાં ગમતાં હોય અને તમારી પાસે એક ગોલ હોય, એક હેતુ હોય જેની પાછળ ભાગવાનું બળ તમારામાંથી જ સ્ફુરી રહ્યું હોય. આ જે બળ છે એને મોટિવેશન કહેવામાં આવે છે. મોટિવેશન હોય હંમેશાં માનસિક પણ એની અસર શારીરિક અને માનસિક એમ બન્ïને પ્રકારે થતી હોય છે.

તમે જ્યારે મોટિવેટેડ હો ત્યારે તમારું માઇન્ડ એક પ્રકારનું કેમિકલ જનરેટ કરતું હોય છે જે તમને એનર્જી‍ આપવાનું કામ કરે છે. એનર્જી‍ ડ્રિન્ક્સ તમે જોયાં હશે, ક્યારેક એનો ટેસ્ટ પણ કર્યો હશે. આ એનર્જી ડ્રિન્ક્સ શરીર માટે છે અને મોટિવેશન મન માટે હોય છે. હવે વાત એ છે કે એનર્જી‍ ડ્રિન્ક્સ પૂરું થઈ જાય એટલે થોડા કલાકો પછી એની અસર પણ પૂરી થઈ જાય, એવું જ મોટિવેશનનું છે. મોટિવેશન પૂરું થઈ જાય એટલે એની અસર પણ થોડા કલાકોમાં પૂરી થઈ જાય. હવે એવા સમયે શું કરવું એવું કે દરેક વખતે મોટિવેશન તમને એકધારું મYયા જ કરે અને તમારું મન મોટિવેટેડ રહે.

આ માટે તમારે તમારી જાતને સૌથી પહેલાં ઓળખવી પડે. તમારે જોવું પડે કે તમારે શું કામ કરવું છે અને તમારે એ ક્યાં પહોંચવા માટે કરવું છે. આપણે ત્યાં શાjાોએ કહ્યું છે કે તમે જે વિચારશો એ થશે જ, પણ યાદ રાખજો કે એના માટે તમે ફિઝિકલી અને મેન્ટલી બન્ને રીતે મોટિવેટેડ એટલે સક્ષમ હોવા જોઈએ. ઘણી વાર એવું થતું હોય છે કે તમારામાં બિલકુલ એનર્જી‍ નથી અને તમારે કામ કરવું છે, પણ તમે કરી નથી શકવાના, કારણ કે તમારું શરીર થાકેલું છે. આવી સિચુએશનમાં તમારે તમારા શરીરને એનર્જી‍ આપવી પડશે. જો તમે ફિઝિકલી ફિટ નથી તો આ પ્રક્રિયા કાયમી થઈ જશે. તમે હંમેશાં ડાઉન ફીલ કરશો અને દરેક વખતે તમારે ઉધારની એનર્જી‍ લેવા ભાગવું પડશે.

હવે વિચાર કરો કે તમે એક મોટિવેશનલ વિડિયો જોયો કે કોઈની સંઘર્ષકથા કે પછી મોટિવેશન મળે એવી વાત વાંચી અને તમે મોટિવેટ થયા, પણ પછી, પછી તમે એ બધું છોડીને ફરી મચી પડ્યા મોબાઇલમાં પેલી ગેમ પબ્જી રમવામાં. બે કલાક કૉન્સ્ટન્ટ પબ્જી રમ્યા પછી તમે ફરી થાકી ગયા, દિમાગ ડીમોટિવેટ થઈ ગયું એટલે તમે નવેસરથી એ જ વિચારવા લાગ્યા કે મોટિવેશન મેળવવા કંઈક જોવું પડશે કે પછી કંઈક વાંચવું પડશે. મોટા ભાગના લોકો આ જ કરતા હોય છે. જ્યારે પણ મોટિવેશન મેળવે ત્યાર પછી એ પોતાના સમયને મોબાઇલમાં કે પછી ગેમમાં કે પછી ફાલતુ ટાઇમપાસમાં ખર્ચી નાખે, પણ હકીકતમાં તમારે એ સમયનું પ્લાનિંગ કરવાનું છે અને પ્લાનિંગ કરીને તમારે એ પૉઝિટિવિટીને આઉટપુટ માટે તૈયાર કરવાની છે, પણ ના, એવી ઍક્ટિવિટી બાજુએ વળવાને બદલે ટીવી ઑન કરીને કે પછી ગેમ રમીને મળેલા એ મોટિવેશનની બરબાદી કરો છો. યાદ રાખજો, આવી કોઈ ઍક્ટિવિટીથી ક્યારેય હકારાત્મકતા નહીં આવે. બનશે એનાથી સાવ અવળું. થોડી વારમાં તમે થાકી જશો, જો ગેમ રમતાં હશો તો લાઇફ પૂરી થઈ જશે એટલે તમે નાસીપાસ થઈને ગેમ પડતી મૂકશો. મળેલી આ નાસીપાસ માનસિકતા તમને ડ્રેઇન કરશે અને તમારે ફરી પાછા મોટિવેશન શોધવા નીકળી જવું પડશે.

નહીં કરો એવું. એવું કરશો તો કાયમ તમે મોટિવેશનની શોધમાં ભટક્યા કરશો અને મળનારું એ મોટિવેશન તમે ગેમ અને ટીવીમાં નાખ્યા કરશો. મોટિવેશન મળે એ પછી તમારે એનો ઉપયોગ સાચી દિશામાં કરવાનો હોય અને એ સાચી દિશામાં ઉપયોગ કરીને એ કામોને તમારી આદત બનાવવાની હોય. અગાઉ મેં કહ્યું હતું એમ, શોખ જ તમારું કામ હોય એનાથી ઉત્તમ બીજું કંઈ હોય તો એ કે કામ કરવું એ તમારો શોખ બની જાય. કરવાનું એ જ છે જેમાં કામ તમારો શોખ બને અને તમને મોટિવેશન માટે ભટકવું ન પડે, ક્યાંય જવું ન પડે.

હંમેશાં મોટિવેટ રહેવા માટેના પણ કેટલાક નિયમ છે. આ નિયમમાં પ્રથમ ક્રમ પર આવે છે ફિઝિકલ ફિટનેસ. મોટિવેટ રહેવું હોય તો પહેલાં ફિઝિકલી ફિટ બનો. મેં પહેલાં પણ કહ્યું છે કે તમે જિમ જૉઇન કરો અને કસરત કરો, પણ હું સ્પષ્ટતા સાથે કહીશ કે જરૂરી નથી કે જિમમાં જઈને જ એક્સરસાઇઝ કરો, જિમમાં ન જઈ શકાય તો ઘરમાં, ફ્રેન્ડ્સ સાથે કે પછી ગાર્ડનમાં જઈને એકલા કસરત કરો, પણ કસરત કરો. આ વિષય પર ધારું એટલું લાંબું લખી શકું અને ઇચ્છું એટલું બોલી શકું. હંમેશાં તંદુરસ્ત અને ચુસ્ત શરીર પાસે જ સારી હકારાત્મકતા હોય છે. તમારે જોવું હોય તો તમે સફળ લોકોને જોઈ લેશો તો તમને એ દેખાશે પણ ખરું કે સફળ એ જ થતા હોય છે જે ચુસ્ત શરીર ધરાવતા હોય છે.

કસરત કરો, સાઇકલ ચલાવો. શરીરને શ્રમ પડે એવું કંઈ પણ કરો અને શરીરને ચુસ્ત રાખો. આ ઉપરાંત બીજું એ પણ કરવાનું છે કે શરીરને ચુસ્ત રાખવા સારો અને હેલ્ધી ખોરાક લેવાનું છે. એવો સારો ખોરાક લેવાનો જે એનર્જી આપે. બૉડી ફિટ હશે તો તમે થાકેલા નહીં રહો અને થાકેલા નહીં રહો તો આળસ નહીં આવે, આળસ નહીં આવે તો તમને યોગ્ય ફૂડ લેવાનું મન થશે અને યોગ્ય ફૂડ લેશો તો તમારામાં સુસ્તી નહીં આવે.

આ પણ વાંચોઃ જો મોટિવેશન જોઈતું હોય તો યુવાનો સાથે રહેવાનું શરૂ કરો

આ કરવાની સાથોસાથ તમારા માઇન્ડને સતત મોટિવેટ રાખવા માટે ઍક્ટિવિટી પણ એવી કરો જે તમને મોટિવેટ કરે. તમારું મનગમતું કામ કરો. પછી એ ડાન્સ હોય, રીડિંગ હોય, ફિલ્મો જોવી ગમતી હોય તો એ હોય કે ટીવી કે સ્ર્પોટ્સ હોય... પણ એક વાત યાદ રાખજો. સારો મૂડ હોય ત્યારે આ બધું નથી કરવાનું. મોટિવેશન મેળવવા માટે કે પછી થાક લાગ્યો હોય ત્યારે આ કરવાનું છે. મેં તમને કહ્યું એમ, સારા મૂડમાં હંમેશાં કામ કરવાનું હોય, એ સમયે ટાઇમપાસ ન હોય. ટાઇમપાસ હંમેશાં ખરાબ સમયમાં કરવાનો હોય જેથી કામ કરવાનો મૂડ આવી જાય અને તમારી હૅપીનેસ પાછી આવી જાય. આ હૅપીનેસ તમને નવેસરથી કામ તરફ વાળવાનું કામ કરશે અને તમને કૉન્ફિડન્સ તથા મોટિવેશન પણ આપશે. આ ટાઇમપાસ પણ એવો હોવો જોઈએ જેમાં સકારાત્મકતા હોય. સોશ્યલ નેટવર્ક પર બેસી રહેવું કે પછી પબ્જી રમ્યા કરવી એના કરતાં એવો ટાઇમપાસ કરો જે તમારા માઇન્ડ અને બૉડી બંનેને ઍક્ટિવેટ રાખે. જો માઇન્ડ અને બૉડી બન્ïને ઍક્ટિવ મોડમાં રહેશે તો તમારે વારંવાર મોટિવેશન શોધવા નહીં જવું પડે. મોટિવેશન તમને જાતે શોધશે અને એ તમારી પાસેથી હકારાત્મકતા લઈને આગળ વધશે.

columnists