જિમ કે વર્કઆઉટ નહીં, બૉડી ઍક્ટિવ રહે એ જરૂરી

09 January, 2023 05:43 PM IST  |  Mumbai | Rashmin Shah

‘નોટબુક’ અને ‘ડબલ XL’ ફિલ્મોના લીડ સ્ટાર અને એનાથી પણ વધારે સોનાક્ષી સિંહાના બૉયફ્રેન્ડ તરીકે પૉપ્યુલર થયેલો ઝહીર ઇકબાલ કહે છે કે આજકાલ લોકોનું ચાલવાનું અને દોડવાનું સાવ બંધ થઈ ગયું છે, જોકે આ ઍક્ટિવિટી જીવનમાં અત્યંત જરૂરી છે

ઝહીર ઇકબાલ

વર્કઆઉટ કરો, જિમ કરો, એક્સરસાઇઝ કરો.

આ અને આ પ્રકારની વાતો આપણે ત્યાં સતત થતી રહી છે, પણ મારે કહેવું છે એ કે આ કે આ પ્રકારના એક પણ ડાયલૉગ બોલવાની જરૂર નથી. એને બદલે કહેવાની જરૂર છે કે કંઈ પણ કરો, કોઈ પણ રીતે કરો; પરંતુ ઍક્ટિવ રહો. 

વર્કઆઉટ અને જિમની વાતોનો આપણે ત્યાં ઓવરડોઝ થઈ ગયો છે એવું પર્સનલી મને લાગે છે. ફિટનેસ એટલે સિક્સ પૅક્સ નહીં. ફિટનેસ મતલબ તમે સાવ જ સરળતા સાથે એ બધી ઍક્ટિવિટી કરો જેમાં તમારા શરીર કે એનર્જીમાં કોઈ ફરક ન આવે. આપણી બહુ મોટી ભૂલ છે કે આપણે વર્કઆઉટ અને એક્સરસાઇઝની વાતો એટલી બધી કરી નાખી કે લોકોને એવું જ લાગવા માંડ્યું કે જિમમાં જવું જરૂરી છે. જોકે એવું નથી. ઍક્ટિવ રહેવું જરૂરી છે. આજના સમયમાં લાઇફ એવા કમ્ફર્ટ ઝોનમાં આવી ગઈ છે કે વ્યક્તિ હાર્ડ્લી પાંચ મિનિટનું વૉક લેતો હશે. ઘરની બહાર નીકળીએ ત્યાં લિફ્ટ, લિફ્ટની બહાર આવીએ ત્યાં ગાડી કે બાઇક. આ જ સર્કલ ઑફિસ પ્રિમાઇસિસમાં પણ છે. એને કારણે એવું બન્યું છે કે આપણે સહેજ પણ ઍક્ટિવ નથી. દિવસ દરમ્યાન હાર્ડ્લી હજાર સ્ટેપ લોકો ચાલતા હશે. આમાં શરીર કેવી રીતે ઍક્ટિવ રહે? એટલે જ કહું છું કે ઍડ્વાઇઝ આપો કે બૉડીને ઍક્ટિવ રાખવામાં આવે અને શક્ય હોય તો ફિઝિકલી ઍક્ટિવ રહે. જો ઍક્ટિવ રહીશું તો બધું જ થઈ જશે અને બૉડીને ફિઝિકલી ઍક્ટિવ રાખવા માટે કોઈ ખાસ કામ કરવાનું હોય તો એ છે મૅક્સિમમ લેઝીનેસ છોડવાનું. 

સવારે જાગો, ઑફિસ જાઓ, સાંજે ઘરે આવો, સોફા પર બેસીને ટીવી જુઓ અને પછી સૂઈ જાઓ. હવે તમે જ કહો કે આ શેડ્યુલ હોય તો પછી એમાં વર્કઆઉટ માટે સમય ક્યારે કાઢવાનો અને જો વર્કઆઉટ માટે સમય ન મળવાનો હોય તો ઍક્ટિવ રહેવા માટે તો સમય ક્યાંથી નીકળવાનો?

મારી પર્સનલ વાત કરતાં પહેલાં મારે ફિટનેસની વ્યાખ્યા કહેવી છે. ફિટનેસની મારી વ્યાખ્યા બહુ સિમ્પલ છે. તમારી ગર્લફ્રેન્ડ, દીકરી કે વાઇફના હાથમાંથી કોઈ પર્સ ઝૂંટવીને ભાગે અને તમે એ જ ઝડપે દોડીને તેને પકડી લો એનું નામ ફિટનેસ.

આ પન વાંચો :  શરીરને સ્વસ્થ રાખવું હોય તો શરીર સાથે વાત કરતાં શીખી જાઓ બસ

મેરી વર્કઆઉટ દુનિયા

હું રોજ ૩૦ મિનિટ કાર્ડિયો કરું છું અને પોણો કલાક સ્વિમિંગ કરું છું. મને સ્વિમિંગ બહુ ગમે છે. આ ઉપરાંત પણ હું ફિઝિકલ ઍક્ટિવિટી એકધારી કરું છું. જોકે એમાં નિયમિત ચેન્જ પણ કરું છું. જેમ કે ક્યારેક હું બૉક્સિંગ કરું તો હમણાં મેં સ્ક્વોટ્સ શરૂ કર્યા છે. એ પહેલાં હું માર્શલ આર્ટ્સ કરતો અને એ પહેલાં હું વેઇટ ટ્રેઇનિંગ કરતો. કહેવાનો મીનિંગ એક જ કે હું કોઈ ને કોઈ ઍક્ટિવિટી કરતો રહું અને જેવું એવું લાગે કે બૉડી એ રિધમને પારખી ગયું છે કે તરત હું એમાં ચેન્જ લઈ આવું, જેથી ન તો હું બોર થઉં કે ન તો બૉડીને એની આદત પડે. 
આપણે એક માઇન્ડસેટ બનાવવાની જરૂર છે કે તમારે તમારા માટે સમય કાઢવાનો છે અને એ માટે ઍક્ટિવ લાઇફસ્ટાઇલ ડેવલપ કરવાની છે. જો એમાં આળસ કરીશું તો આપણી બૉડી પર જે ફૅટ છે એ ક્યારેય નહીં નીકળે.

ફરીથી મારી વાત કરું તો મારું વર્કઆઉટ મેં મારી જ રીતે સેટ કર્યું છે અને એમાં હું સતત ચેન્જિસ કરતો રહું છું. મારે મારા કામ મુજબ સતત એમાં ચેન્જ લાવવો પડે એ તમે સમજી શકો છો, પણ એનો અર્થ બિલકુલ એવો નથી કે તમારે પણ એ જ કરવું પડે. તમને ગમે એ કરો અને જો તમને કોઈ એક ઍક્ટિવિટી ગમે તો એને કન્ટિન્યુ કરો. બૉડી ઍક્ટિવ રહે એ અત્યંત જરૂરી છે અને એના માટે તમને જે ગમે એ દિશા તમે પકડો. વૉક અને યોગ કરવાથી પણ તમને જો આનંદ આવતો હોય તોય વાંધો નહીં અને ધારો કે ઘરનાં તમામ કામ અને એની સાથોસાથ રનિંગ, જૉગિંગ કે સાઇક્લિંગથી પણ તમે ખુશ રહેતા હો તો પણ વાંધો નહીં. મૉરલ ઑફ ધ સ્ટોરી, તમે સતત ઍક્ટિવ રહેવા જોઈએ અને એ ઍક્ટિવનેસ પછી તમને થાક લાગવો જોઈએ.

આ પણ વાંચો : રેડિયો જૉકી મોહિત શર્મા સાઇક્લિંગ સબ કુછ હૈ મેરે લિએ

મૈં ઔર મેરા કિચન-વર્લ્ડ

મારું ફૂડ-ઇન્ટેક સેટ હોય છે. બીઇંગ હેલ્ધી નામની એક ફૂડ-સર્વિસ છે ત્યાંથી હું નિયમિત મારું મીલ મગાવું છું. આ જે સર્વિસ છે એ તમને ટેસ્ટી ડાયટ અલાવ કરે છે, પણ એની એક શરત એટલી કે એ ડાયટમાં પ્રોટીન અને કાર્બ્સ હોય. બીઇંગ હેલ્ધીની વરાઇટીની વાત કરું તો એનો ટેસ્ટ એકદમ ટિપિકલ ઇન્ડિયન હોય છે. 

હું કોઈ હાર્ડકોર ડાયટ ફૉલો નથી કરતો અને એવી હાર્ડકોર ડાયટ તમે લાંબો સમય ફૉલો પણ ન કરી શકો. હું કહીશ કે એ કરવું પણ ન જોઈએ, કારણ કે આપણે ઇન્ડિયન ટેસ્ટી ફૂડને આધીન છીએ અને એના માટે આપણે ટેસ્ટી ફૂડને આધારિત જ રહેવું જોઈએ. આ ઉપરાંત હું કહીશ કે લાઇફમાં એક નિયમ બનાવજો કે ક્યારેય ઓવરઈટિંગ ન કરવું. ટેસ્ટી ફૂડ હોય અને તમે ઓવરઈટિંગ કરો તો તમારા માટે કમ્પલ્સરી બને છે કે તમે ફૅટ ઓછી કરવા મૅક્સિમમ ઍક્ટિવ રહો અને જો એ કરવાની તમારી ક્ષમતા ન હોય તો બહેતર છે કે તમે ઓવરઈટિંગ અવૉઇડ કરો.

ગોલ્ડન વર્ડ્‍સ
વર્કઆઉટ કરતાં પણ મહત્ત્વનું જો કંઈ હોય તો એ છે બૉડી ઍક્ટિવ રહે અને એના માટે સીધો નિયમ છે કે જીવ તાળવે ચોંટી જાય ત્યાં સુધી બૉડી ઍક્ટિવ રાખો.

columnists sonakshi sinha Rashmin Shah