જે દેશ ખૂલ્યા છે એ દેશની એક વાત તો સ્પષ્ટ છે કે રાખીશું ખૂણામાં

28 July, 2021 01:41 PM IST  |  Mumbai | Manoj Joshi

૧૪ દિવસ તમે એકાંતવાસ ભોગવો, એ પછી જો તમને કંઈ નહીં થયું હોય તો અમે તમને બહાર નીકળવા દઈશું. આ જે માનસિકતા છે, આ જે પ્રકારની છૂટ છે એ જોતાં કહેવાનું મન થાય કે આપણે ખૂણો તો પાળવાનો જ છે.

પ્રતીકાત્મક તસવીર

કૅનેડાથી માંડીને સાઉથ આફ્રિકા જેવા દેશોની વાત કરીએ તો આ એ દેશો છે જે દેશોએ ઇન્ડિયા માટે સરહદ ખોલી છે, પણ એ પછી પણ નિયમો છે કે તમારે આવીને ૧૪ દિવસનું ક્વૉરન્ટીન પાળવું પડશે. ૧૪ દિવસમાં કોવિડ વાઇરસ પોતાનું પરિણામ દેખાડ્યા વિના રહેતો નથી એ હવે સર્વવિદિત છે. ૧૪ દિવસ તમે એકાંતવાસ ભોગવો, એ પછી જો તમને કંઈ નહીં થયું હોય તો અમે તમને બહાર નીકળવા દઈશું. આ જે માનસિકતા છે, આ જે પ્રકારની છૂટ છે એ જોતાં કહેવાનું મન થાય કે આપણે ખૂણો તો પાળવાનો જ છે. પાળવામાં આવેલો આ ખૂણો તમારે વાજબી રીતે પાળવો પડે છે અને નહીં તો એ લોકો તમને બહાર ધકેલી દેતાં પણ ખચકાતા નથી.
કૅનેડાએ વચ્ચે થોડા સમય માટે ઇન્ડિયા સાથેના વ્યવહાર તોડી નાખ્યા હતા, જે આજે પણ કન્ટિન્યુ છે. અત્યારે જાહેર કરવામાં આવેલી ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ મુજબ સપ્ટેમ્બર ફર્સ્ટ વીક સુધી ફૉરેનર્સ કૅનેડામાં દાખલ નહીં થઈ શકે. એ પછી પણ જો સ્પેશ્યલ પરમિશન સાથે તમે આગળ વધતા હો તો તમારે માટે ક્વૉરન્ટીનનો નિયમ લાગુ પડશે. તમે વૅક્સિનના બન્ને ડોઝ લઈ લીધા હોય તો તમારે મિનિમમ ત્રણ દિવસ ક્વૉરન્ટીન રહેવાનું છે. મે મહિનામાં કૅનેડાની સરહદ બ્લૉક કરી દેવામાં આવી અને એની શરૂઆત ઇન્ડિયાથી જ થઈ, ત્યાર પછી સમયાંતરે અન્ય દેશો પર પણ આ બૅન મૂકવામાં આવ્યો. જો કૅનેડાની આંતરિક વાત કરીએ તો ઇન્ટર્નલ કૅનેડા આજે ખુલ્લું છે અને સાઉથ આફ્રિકા પણ ઇન્ટર્નલ વહીવટ માટે ખુલ્લું છે, પણ એમ છતાં સોશ્યલ ડિસ્ટન્સથી માંડીને માસ્ક સુધ્ધાંના નિયમોનું પાલન એ દેશમાં થાય છે. બહાર વ્યવહાર નથી રાખવો એ જે નીતિ છે એ નીતિમાં ક્યાંક ને ક્યાંક મહામારીની સામે લડત આપવાની માનસિકતા છે. આ માનસિકતાને પહોંચી વળવા માટે તમારે પણ એવા જ સક્ષમ થવાની જરૂર છે અને સમજણ પણ એટલી જ વાપરવી પડે એમ છે. દુનિયા સાથે આર્થિક વ્યવહાર પડી ભાંગ્યા હોવાથી સૌકોઈએ સમજણ વાપરવાની છે કે એ આર્થિક વ્યવહાર નવેસરથી બંધાય અને ફરીથી આપણે વાજબી રીતે દુનિયાદારી સાથે જોડાઈએ એની માટે કોવિડને લગતી તમામ ગાઇડલાઇનનું પાલન થાય એ ખૂબ જરૂરી છે. જો એ ગાઇડલાઇન પાળી ન શકવાના હો કે પછી એ ગાઇડલાઇનને અવગણવાના હો તો આ બધું લાંબું ખેંચાતું રહેશે અને ખેંચાયેલી આ અવસ્થાને તમે કોઈ કાળે કાબૂમાં લાવી નહીં શકો. આ વ્યવહાર જ જીવાદોરી છે અને આ વ્યવહાર થકી જ આપણે સામાજિક જીવનને આગળ વધારી શકીશું. જરા વિચાર તો કરો, દુનિયા તમારે માટે જ નહીં, એકબીજા માટે પણ પોતાના દરવાજા બંધ કરી દે તો એ જે અવસ્થા છે એ અવસ્થા કેવી વિકરાળ હશે. શું કરવાનું જેથી આ વિકરાળ ભાવનાની સમજણ આવે અને આ વિકરાળતા વાજબી રીતે સૌકોઈના ગળે ઊતરે? શું કરવાનું કે માણસ અર્થહીન રીતે બહાર ભટકતો બંધ થાય અને ઘરમાં રહીને કોવિડની મહામારીને ખતમ કરે? સવાલ અનેક છે અને જવાબ એક જ છે. કંઈ પણ થઈ જાય, અર્થહીન બહાર નીકળવાનું બંધ કરો.

columnists manoj joshi