વ્યથા અને પરેશાની મનની : ફૅમિલીએ શું સમજવાની જરૂર છે અને કેવી રીતે એ પણ જાણી લો

10 August, 2022 12:44 PM IST  |  Mumbai | Manoj Joshi

ડિપ્રેશન હોય તે વ્યક્તિને પ્રેમ અને લાડ સાથે સ્વીકારો. જરૂર નથી કે તેને તમે ટોણો મારો કે પછી તેને તમે ભાષણ આપો. ધારો કે એવું તમને મન પણ થતું હોય તો એટલું યાદ કરો કે શું તાવ કે શરદી-ઉધરસની વ્યાધિ સહન કરતી વ્યક્તિને તમે ભાષણ આપો છો?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

ડિપ્રેશનની બાબતમાં આમ તો ગઈ કાલનો પીસ જ છેલ્લો પીસ હતો, પણ અમુક વાચકમિત્રોના મેસેજ આવ્યા છે, ઈ-મેઇલ આવ્યા છે કે આ બાબતમાં ફૅમિલી શું કરી શકવાની? માત્ર એ જ કારણસર આજનો આ પીસ આગળ વધારવામાં આવે છે.
ફૅમિલી પાસે બહોળી તાકાત છે, એ ધારે તો પોતાના સ્વજનના મૃતદેહમાં પણ જીવ પાછો લાવી શકે. ભૂલતા નહીં આ વાત. જો એ ધારે તો બીમાર વ્યક્ત‌િમાં નવેસરથી તાકાત ભરી શકે અને એ બીમાર વ્ય‌ક્ત‌િને સરહદ પર મોકલીને યુદ્ધ કરાવી શકે, પણ અહ‌ીં સૌથી મહત્ત્વનો મુદ્દો જો કોઈ હોય તો એ છે, જો ધારે તો.
ફૅમિલીએ સમજવું પડશે કે વ્યક્ત‌િ‌ ડ‌િપ્રેશ થઈ શકે છે અને વ્યક્તિના મન પર ડિપ્રેશનનો ભાર આવી શકે છે. જ્યાં સુધી આ વાત સમજવામાં નહીં આવે ત્યાં સુધી તકલીફનો ભાર અકબંધ રહેશે. આમ તો બે દિવસ પહેલાં કહ્યું એ વાત જ સૌથી સરળ અને સહજ રીતે સૌકોઈએ સમજવાની છે કે જેમ શરીર બીમાર પડી શકે એમ જ મન પણ બીમાર પડી શકે અને હકીકત પણ સમજવાની જરૂર છે. શરીર કરતાં પણ મન સવ‌િશેષ કામ કરે છે ત્યારે તો એને પૂરતો હક છે કે એ બીમાર પડી શકે. પડવા દો એને બીમાર અને એની બીમારીને સહજ રીતે સ્વીકારી લો.
બીજી અગત્યની વાત, ડિપ્રેશન હોય તે વ્યક્તિને પ્રેમ અને લાડ સાથે સ્વીકારો. જરૂર નથી કે તેને તમે ટોણો મારો કે પછી તેને તમે ભાષણ આપો. ધારો કે એવું તમને મન પણ થતું હોય તો એટલું યાદ કરો કે શું તાવ કે શરદી-ઉધરસની વ્યાધિ સહન કરતી વ્યક્ત‌િને તમે ભાષણ આપો છો?
ના, તો પછી આ વ્યક્તિને શું કામ એવું ભાષણ આપવાનું? તમારું ડહાપણ તમારી પાસે રાખો અને તમારી બુદ્ધિમતા પણ તમારી પાસે રાખો. બને કે આ જ વ્ય‌ક્ત‌િ ભવ‌િષ્યમાં તમને જ એ બધી વાત કહે, જ્યારે તમે ડિપ્રેશનનો અનુભવ કરતા હો. 
મને એક વાત કહેવી છે, વારંવાર કહેવી છે કે ડિપ્રેશન એ બીમારી નથી અને એ પણ કહેવું છે કે ડિપ્રેશન એ બીમારીથી સહેજ પણ ઓછું નથી. દરેક ફૅમિલી સમજે કે આ અવસ્થામાં તમારો પ્રેમ, તમારો લાડ અને તમારી હૂંફ મેડિસિન કરતાં પણ શ્રેષ્ઠ રિઝલ્ટ આપશે. પુરુષોમાં સામાન્ય રીતે ડિપ્રેશનનો અનુભવ મિડલ એજમાં જોવા મળતો હોય છે. આ જે મિડલ એજ છે એ એવી ઉંમર છે કે એ સમયે નવું કરવાની હિંમત હોતી નથી અને જૂનું સુધારવાની પણ ક્ષમતા હોતી નથી. આ તબક્કે જો સધિયારો મળી જાય, જો આ સમયે નવી ક્ષમતા મળી જાય અને જો આ સમયે નવી તાકાત મળી જાય તો ડેફ‌િનેટલી એક નવું જ રિઝલ્ટ પુરુષો લાવી શકે છે. આપણે ત્યાં મેનોપૉઝ બહુ વગોવાયેલું છે, પણ કોઈ સાઇકિયાટ્ર‌િસ્ટે ક્યારેય પુરુષોમાં જોવા મળતી આ જ અવસ્થા વિશે વાત કરી નથી, એનું દુષ્પરિણામ આપણે આજે પણ ભોગવીએ છીએ. બહેતર છે કે જરા સમજો અને સમજીને આજની અવસ્થાને આવકારો. એક વાત યાદ રાખજો, માનસિક રીતે નબળાઈ અનુભવતી વ્યક્તિને, ખાસ તો પુરુષને અવગણવાથી વિશેષ આ દુનિયામાં કોઈ પાપ નથી.

columnists manoj joshi