વરસાદમાં કમ્ફર્ટ અને સ્ટાઇલ બન્ને જોઈતાં હોય તો પહેરો સ્કર્ટ

09 July, 2019 12:08 PM IST  |  મુંબઈ ડેસ્ક

વરસાદમાં કમ્ફર્ટ અને સ્ટાઇલ બન્ને જોઈતાં હોય તો પહેરો સ્કર્ટ

વરસાદમાં સ્ટાઇલ માટે સ્કર્ટ છે બેસ્ટ ઓપ્શન

લેડિઝ સ્પેશિયલ

ચોમાસાએ પોતાના અદકેરા અંદાજમાં આગમન કરી દીધું છે એ સમયે મહિલાઓને ડ્રેસિંગમાં શૉર્ટ સ્કર્ટ્સ સ્ટાઇલ સાથે કમ્ફર્ટ જોઈતી હોય તો બેસ્ટ ઑપ્શન રહેશે. તમને પણ સ્કર્ટ પહેરવાનો શોખ હોય, પરંતુ પહેર્યા બાદ એ સૂટ જ નથી થતું એવું લાગતું હોય તો વાંક ફિગરનો કાઢવાને બદલે સ્કર્ટનો કાઢજો. તમારા ફિગરને અનુરૂપ સ્કર્ટમાં શું શોભશે એ વિષય પર વાત કરીએ.

સ્લિમ અને ટ્રિમ શરીર

પાતળી ફ્રેમવાળું શરીર હોય, ફિગર સમતોલ હોય અને પેટ પણ ફ્લૅટ હોય તો સ્કર્ટ ખૂબ સારાં લાગશે. આવું મૉડલ ટાઇપ ફિગર ધરાવતી યુવતીઓ માટે સ્કર્ટનું સિલેક્શન કરવામાં પર્યાયોની કોઈ કમી નથી. સ્લિમ ફ્રેમ પર મોટા ભાગે બધા જ રંગો સૂટ થાય છે પછી એ બ્રાઇટ હોય, પેસ્ટલ કે રિચ શેડ્સ; પરંતુ જ્યાં સુધી તમારે વધુ પાતળું ન દેખાવું હોય ત્યાં સુધી બ્લૅક અને ખૂબ ડાર્ક કલર પહેરવાનું ટાળવું. પાતળી કમરને વધુ નિખારવા માટે ડેનિમ કે કૉટનનાં શૉર્ટ સ્કર્ટ પહેરો. આ સ્ટાઇલ લાંબી અને ટૂંકી બન્ને હાઇટ પર સારી લાગશે. સાથે કૅઝ્યુઅલ ટી-શર્ટ અને ફ્લિપ-ફ્લૉપ શૂઝ પહેરી શકાય. શરીર પર ટાઇટ બેસે એવાં પેન્સિલ સ્કર્ટ સારાં લાગશે, પરંતુ એની લંબાઈ ગોઠણથી થોડી ઉપર હોવી જોઈએ. આખી ફ્રેમ પાતળી હોય એટલે બલૂન સ્કર્ટ અને ફ્લેરવાળાં સ્કર્ટ સારાં લાગશે. ફૉર્મલ વેઅર તરીકે આ સ્કર્ટ સાથે સ્માર્ટ ફિટિંગવાળું બ્લાઉઝ પહેરી શકાય.

હેવી બૉટમ

કેટલીક યુવતીઓને હેવી બૉટમ અને થાઇઝના પ્રૉબ્લેમ ખરેખર ડ્રેસિંગ કરવામાં નડે છે. આ પ્રૉબ્લેમ એરિયા સાથે સ્કર્ટ પહેરવામાં ડર હોય કે મારા પર સૂટ થશે કે નહીં અને પર્હેયા બાદ એ ડર છે કે એ સૂટ થાય છે કે નહીં, પરંતુ ફૅશનના રૂલ પ્રમાણે એ પણ ખોટું નથી કે હેવી પ્રૉબ્લેમ એરિયા પરથી નજર હટાવવા માટે સ્કર્ટ અને ડ્રેસિસ જેવું બીજું કંઈ નથી. ઘેરા રંગો સ્લિમ ઇફેક્ટ આપવા માટે બેસ્ટ ગણાય છે. અહીં બ્લૅક તમારો ફેવરિટ હોય તોય બીજા રંગો સાથે એક્સપરિમેન્ટ કરતા રહો. ન્યુટ્રલ કલરના ટૉપ સાથે પહેરતા બોલ્ડ, બ્રાઇટ અને ઘેરા રંગોની પ્રિન્ટ ખૂબ સુંદર લાગશે. ફિટિંગવાળા કે ફ્લેરવાળાં એ-લાઇન સ્કર્ટ કમર અને હિપ્સ વચ્ચે સંતુલન જાળવી રાખશે તેમ જ આખા શરીરને યોગ્ય ફ્રેમ આપશે. પાંચ ફીટથી નાની હાઇટ ધરાવતી યુવતીઓએ સ્કર્ટની લંબાઈ ગોઠણ સુધીની કે એનાથી ટૂંકી રાખવી જોઈએ અથવા ફુલ લેન્ગ્થ સ્કર્ટ પણ પહેરી શકાય, પરંતુ થ્રી-ફોર્થ લેન્ગ્થનાં સ્કર્ટ તમારી હાઇટ સાથે સૂટ નહીં થાય. ટૂંકા સ્કર્ટમાં તમારા સુંદર પગ દેખાશે અથવા લાંબા સ્કર્ટમાં એ ઢંકાઈ જશે. મિડ-કાફ લેન્ગ્થના સ્કર્ટમાં તમારી હાઇટ વધુ નાની લાગશે. લાંબી હાઇટ ધરાવતી યુવતીઓને લંબાઈ સાથે એક્સપરિમેન્ટ કરવાની છૂટ છે. ફ્લેરવાળાં સ્કર્ટ કે એવા ડ્રેસિસ જે પીઠ પર બરાબર બેસે અને કમર પાસેથી ઘેર હોય એવાં સ્કર્ટ હેવી બૉટમને ઢાંકવામાં મદદરૂપ થશે. હિપ્સનો ભાગ હેવી હોય તેમણે ખૂબ ટૂંકાં સ્કર્ટ પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે આ રીતે એ જ ભાગ પર ધ્યાન જશે જે ખરાબ લાગશે.

હેવી અપર બૉડી

અપર બૉડી પણ સ્કર્ટની પસંદગીમાં મહત્ત્વની છે, કારણ કે પર્ફેક્ટ લુક માટે શરીરના દરેક ભાગને કન્સિડર કરવો જરૂરી છે. અપર બૉડી હેવી હોય તો સ્કર્ટ સાથે લૂઝ ફિટિંગ ધરાવતું ટૉપ પહેરવું. ફૅબ્રિક જેટલું હેવી હશે એટલું જ એ ભાગ પર ધ્યાન ઓછું જશે. યોગ્ય ફિટિંગવાળું એ-લાઇન સ્કર્ટ બૉડીના રેશિયોને બૅલૅન્સ કરશે. પ્લીટેડ સ્કર્ટ પણ તમારી પાતળી કમરને હાઇલાઇટ કરશે. સ્કર્ટ સાથે પ્લીટ્સવાળાં ટૉપ્સ, ડીપ નેક અને બૉટમ નેકવાળાં ટૉપ પહેરવાનું ટાળવું, કારણ કે આમ કરવાથી અપર હેવી પાર્ટ પર વધુ ધ્યાન ખેંચાશે.

આ પણ વાંચો : બાઇકનું ગિયર પડે નહીં, ક્લચ પડે નહીં, શ્વાસ લેવાય નહીં છતાં અટકી નહીં સુરતની બાઇકિંગ ક્વીન્સ

બૉડી હેવી હોય ત્યારે સ્કર્ટની પસંદગી કરવી થોડી મુશ્કેલ છે. આવા શરીર માટે એવાં કપડાં પસંદ કરવાં જોઈએ જેમાં શરીર થોડું ડેલિકેટ લાગે. ખૂબ લૂઝ પણ નહીં અને ખૂબ ટાઇટ પણ નહીં એવાં સ્કર્ટ સારાં લાગશે. ખૂબ ટાઇટ હશે તો હેવી બૉડી વધુ હેવી દેખાશે, જ્યારે ખૂબ લૂઝ કપડાં પહેરશો તો સારું શરીર પણ ઢંકાઈ જશે. ફૉર્મલ ડ્રેસિંગમાં સ્કર્ટ પહેરો ત્યારે ફિટિંગ એ રીતનું રાખવું કે જેમાં વધેલી ચરબી ન દેખાય તેમ જ ઓવરઑલ સ્લિમ ઇફેક્ટ આવે. ઘેરા રંગો તમારા માટે બેસ્ટ રહેશે, પરંતુ અપર કે લોઅરમાંથી એ પાર્ટ સ્લિમ હોય એને બ્રાઇટ કલર પહેરી હાઇલાઇટ કરો. જો હાઇટ હોય તો એનો ફાયદો ઉઠાવો અને ગોઠણ સુધીના સ્કર્ટ સાથે હાઈ-હીલ શૂઝ પહેરો, પરંતુ જો હિપ્સ વધુ હેવી હોય તો હેમલાઇન પ્રત્યે ધ્યાન આપવું.

fashion fashion news columnists