કૉલમ : સનસ્ક્રીનમાં રહેલાં રસાયણો ઝેરી છે?

21 May, 2019 12:09 PM IST  | 

કૉલમ : સનસ્ક્રીનમાં રહેલાં રસાયણો ઝેરી છે?

સનસ્ક્રીન

હેલ્થ બુલેટિન

ઉનાળાની સીઝનમાં આપણે સનસ્ક્રીન લગાવ્યા વગર બહાર નીકળતા નથી. અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે સનસ્ક્રીન સૂર્યનાં કિરણોથી પ્રોટેક્ટ કરે છે, પરંતુ તાજેતરમાં પ્રકાશિત અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશનના ડેટામાં જણાવાયું છે કે સનસ્ક્રીનમાં રહેલાં રસાયણો માનવ શરીરમાં સંભવિત ઝેરી અસર પેદા કરે છે. સનસ્ક્રીન વાપરવાથી શરીરમાં ટૉક્સિનનું પ્રમાણ વધે છે, જે જોખમી કહેવાય. અહેવાલ અનુસાર સંશોધકોએ લોશન, ક્રીમ અને સ્પ્રેને લેબલ પર લખવામાં આવેલા નિર્દેશન મુજબ ચાર દિવસ સુધી શરીર પર લગાવીને પરીક્ષણ કરતાં જાણવા મળ્યું હતું કે સનસ્ક્રીનમાં ભેળવવામાં આવેલાં રસાયણોના સંપર્કમાં આવ્યા બાદ શરીરમાં ટૉક્સિનના પ્રમાણમાં વધારો થયો હતો. સૅન ફ્રાન્સિસ્કો સ્કૂલ ઑફ મેડિસિનના ડર્મેટોલૉજિસ્ટે આ બાબત રિસર્ચ કર્યા બાદ ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશનને એની જાણ કરી હતી.

આ પણ વાંચો : કૉલમ : બેઠાડુ જીવન કેન્સર કરતાં પણ વધુ ડેન્જરસ છે

columnists health tips