કૉલમ : બેઠાડુ જીવન કેન્સર કરતાં પણ વધુ ડેન્જરસ છે

Apr 11, 2019, 11:31 IST

બધા રોગથી બચવું હોય અને લાંબું જીવવું હોય તો આળસને ખંખેરી શરીરમાં સ્ફૂર્તિ લાવો.

કૉલમ : બેઠાડુ જીવન કેન્સર કરતાં પણ વધુ ડેન્જરસ છે
પ્રતીકાત્મક તસવીર

હેલ્થ બુલેટિન

તમે દિવસના આઠથી દસ કલાક સળંગ બેઠાં રહો છો? તો તમારું વહેલું મૃત્યુ નિશ્ચિત છે એવું સર્વેક્ષણ કહે છે. યુકેમાં કરવામાં આવેલા આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે માત્ર આખો દિવસ બેઠાં રહેવાના કારણે એમના દેશમાં વર્ષે સિત્તેર હજાર લોકો મૃત્યુ પામે છે.

કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ વગર બેઠાં રહેવું એટલે રોગને આમંત્રણ આપવું એવું રિર્પોટ કહે છે. બેઠાડુ જીવન જીવતા લોકોમાં ઓબેસિટી અને ટાઇપ ટૂ ડાયાબિટીઝ, કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ અને ફેફસાના કૅન્સરનું જોખમ વધી જવાની શક્યતા નકારી ન શકાય. બેઠાં રહેવાના કારણે હૉર્મોનની ઊથલપાથલ વધી જાય છે અને તમારા મગજને પણ ઘેરી અસર થાય છે. મગજ પર અસર થવાથી યાદશક્તિમાં ઘટાડો થાય છે જે ડિમ્નેશિયાનું જોખમ વધારે છે. અભ્યાસ કહે છે કે આ બધા રોગથી બચવું હોય અને લાંબું જીવવું હોય તો આળસને ખંખેરી શરીરમાં સ્ફૂર્તિ લાવો.

આ પણ વાંચો : કૉફી સામે જોવાથી જ કિક લાગી જાય તો કેવું?

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK