જ્યારે ટ્રેઇન્ડ આર્ટિસ્ટ મળે ત્યારે અમારું કામ અઘરું થઈ જાય

18 September, 2022 03:11 PM IST  |  Mumbai | Sameer, Arsh Tanna

આ પ્રકારના આર્ટિસ્ટ બેસ્ટની અપેક્ષા રાખતા હોય, જેને લીધે અમારે હોમવર્ક વધારે કરવું પડે અને એમાં ખૂબ મજા આવે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતી ફિલ્મો હવે ફોક ડાન્સને લેવા માટે ઓપન થવા માંડી છે. પહેલાં તો રાસ અને ગરબા લેવામાં આવતા જ પણ એ પછી આ જે ન્યુ એરા શરૂ થયો એમાં એનું પ્રમાણ ઘટ્યું હતું પણ હવે ફરીથી શરૂ થયું છે.

ક્લાસિકલ બૅકગ્રાઉન્ડને કારણે કેટલાક સ્ટાર્સની ડાન્સ-સ્કિલ એવી તે ડેવલપ થઈ જતી હોય છે કે તમે એને કોઈ પણ ડાન્સ ફૉર્મ આપો એવું જ લાગે કે તે એ ડાન્સ માટે જ તૈયાર થયો છે. ઐશ્વર્યા રાય એવી જ સ્ટાર છે, જેના પર્ફોર્મન્સને જોયા પછી તમે ધારી ન શકો કે એ ગરબા પહેલી વાર કરે છે. આપણે ‘હમ દિલ દે ચુકે સનમ’ના ‘ઢોલી તારો ઢોલ...’ની અને અમારે સલમાન પાછળ ખાસ્સું કામ કરવું પડ્યું હતું અને સલમાને પણ ખૂબ મહેનત કરી હતી, પણ અમારે કહેવું પડે કે ઐશ્વર્યા માટે કોઈ ખાસ મહેનત નહોતી કરવી પડી. 

કહું છું એમ, બહુ જ સરસ ડાન્સર, ક્લાસિકલ બેઝ અને એને લીધે લય-તાલ અને પોઝીશનનું બહુ સરસ નૉલેજ. હા, ગરબા તેણે અગાઉ ક્યારેય નહોતા કર્યા એટલે એને આપણી સ્ટાઇલમાં ગરબા માટે થોડી ટ્રેઇન કરવી પડી, પરંતુ એ તો કોઈને પણ ટ્રેઇન કરવા પડે, શીખવ્યા ન કહેવાય. તમે સહેજ કરીને દેખાડો એટલે તે બારીકમાં બારીક વાતને પકડી લે અને ત્રીજી કે ચોથી વારમાં તો જાતે કરીને દેખાડવા માંડે. 

ગ્રેસ પણ ઐશ્વર્યામાં બહુ સરસ, તાલમાં પર્ફેક્શન પણ ગરબાની એક અલગ સ્ટાઇલ હોય, એ સ્ટાઇલ તમારે એને શીખવવી પડી. ઐશ્વર્યા એટલે પર્ફેક્ટ લર્નર કે દરેક સ્ટાઇલ એ ફટાફટ શીખતી જાય અને પછી જ્યારે તમે પણ તેને પૂછો ત્યારે એ કરીને પણ દેખાડે. એમ છતાં એવું ન કહી શકાય કે તેણે એક દિવસમાં આખું સૉન્ગ તૈયાર કરી લીધું. ના, એ શક્ય જ નહોતું. એક તો ૬ મિનિટનું આખું સૉન્ગ અને એમાં નાનાં-મોટાં ઑલમોસ્ટ ૪૦ જેટલાં સ્ટેપ અને એ સ્ટેપ પછી આખા ગીતની કોરિયોગ્રાફી, પણ હા, ઐશ્વર્યાએ બીજા બધા કરતાં બહુ ફાસ્ટ ગ્રાસ્પ કર્યું એ તો કહેવું જ જોઈએ. આ પ્રકારના આર્ટિસ્ટ સાથે કામ કરવાનું આવે ત્યારે તમે પણ ઘરેથી પ્રેપરેશન કરીને આવો, તમને પણ થાય કે હોમવર્ક એવું કરીએ કે એને પણ મજા પડે અને વાત ગરબાની હોય, એમાં નવાં સ્ટેપ ઊભાં કરવાની હોય ત્યારે તો અચૂક એમ થાય કે એમાં ઐશ્વર્યા જેવા આર્ટિસ્ટ મળે.

ઘણા મિત્રો એવું પૂછે છે કે ગરબા અને રાસમાં કોઈ ફરક કે નહીં? હા, બહુ મોટો ફરક. ગરબા માતાજીના હોય અને રાસ સામાન્ય રીતે કૃષ્ણના થતા હોય. રાસમાં પ્રેમભાવ વધારે ઝળકતો હોય, જ્યારે ગરબામાં શૌર્ય અને ભક્તિનો ભાવ વધારે છલકાતો હોય. તમે માનશો નહીં, ઘણા ફિલ્મ-મેકર્સને પણ આ વાતની ખબર નથી હોતી. એ તમને કહે એવું કે અમારે એક ગરબો લેવો છે. પછી સ્ટોરી નરેશન સાંભળ્યા પછી આપણે ચોખવટ કરતાં કહેવું પડે કે આ જે સિચુએશન છે એ સિચુએશન ગરબાની નહીં, રાસની છે. 

ગુજરાતી ફિલ્મો હવે ફોક ડાન્સ માટે ઓપન થવા માંડી છે. પહેલાં તો રાસ અને ગરબા લેવામાં આવતા જ, પણ એ પછી આ જે ન્યુ એરા શરૂ થયો એમાં એનું પ્રમાણ ઘટ્યું હતું, પણ હવે ફરીથી શરૂ થયું છે. વચ્ચે-વચ્ચે એકાદ ગરબો કે રાસ કરનારા ડિરેક્ટર આવતા, પણ ‘હેલ્લારો’ પછી એનું પ્રમાણ વધ્યું. આમ જોઈએ તો એ સારી જ વાત છે.

હમણાં એક ફિલ્મ આવે છે, ‘હું તારી હીર’ એમાં અમે એક ગરબો કર્યો. બહુ સરસ કોરિયોગ્રાફ થયો છે અને આઉટપુટ પણ સરસ આવ્યું છે.

બન્યું એમાં એવું કે ફિલ્મના ડિરેક્ટર ધ્વનિ ગૌતમનો ફોન આવ્યો. અગાઉ પણ તેણે ફિલ્મો બનાવી છે. તેમણે કહ્યું કે અમારે ગરબો કરવો છે, પણ કંઈક અલગ કરવું છે. તેમણે આખી સ્ટોરી સંભળાવી કે આ અમારું મૂવી છે અને આ સિચુએશન પર ગરબો આવે છે. મજા ક્યાં છે, આ ગરબો આવે છે એ દરમ્યાન ફિલ્મની સ્ટોરી પણ આગળ વધે છે. સ્ટોરીને નડે નહીં અને એ આગળ ધપતી રહે એ પ્રકારની આખી વાત હતી.

આ સિચુએશનમાં હીરો-હિરોઇનનાં રિલેશન દેખાડવાનાં હતાં. ફિલ્મ હજી રિલીઝ થઈ નથી એટલે વધારે તો નહીં કહી શકું, પણ ગરબા દરમ્યાન ઘણી બધી વાતો ક્લિયર થતી હતી. વાત અમારે માટે ઇન્ટરેસ્ટિંગ પણ હતી અને અમારે માટે પ્રૉબ્લેમૅટિક પણ હતી. કઈ રીતે એની વાત આપણે કરીશું આવતા રવિવારે.

columnists gujarati film