બ્રેક્ઝિટ-ટ્રેડ વૉરની મુવમેન્ટ શાંત પડતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગથી ઘટાડ

29 March, 2019 11:02 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

બ્રેક્ઝિટ-ટ્રેડ વૉરની મુવમેન્ટ શાંત પડતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગથી ઘટાડ

ગોલ્ડ

બ્રેક્ઝિટ અને ટ્રેડ વૉરની મુવમેન્ટ શાંત પડતાં સ્ટૉક માર્કેટ સુધર્યું હતું અને તેને પગલે ડૉલર સુધરતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ વધ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનું એક સપ્તાહના તળિયે ૧૩૦૦ ડૉલર નજીક પહોંચ્યું હતું. વેહિકલમાં ઑટો કૅટલિસ્ટ તરીકે વપરાતા પૅલેડિયમની ઝડપી તેજીને બ્રેક લાગીને ભાવ પાંચ મહિનાના તળિયે પહોંચ્યા હતા. પૅલેડિયમના ભાવમાં બુધવારે કડાકો બોલી ગયો હતો અને એક દિવસીય ઘટાડો છેલ્લાં બે વર્ષનો સૌથી મોટો રહ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો ૨૦૧૮ના ચોથા ક્વૉર્ટરનો ફાઇનલ ગ્રોથ રેટ ૨.૨ ટકા રહ્યો હતો, બીજા એસ્ટિમેટમાં ગ્રોથ રેટ ૨.૬ ટકા અને અગાઉના ક્વૉર્ટરમાં ગ્રોથ રેટ ૩.૪ ટકા રહ્યો હતો અને માર્કેટની ધારણા ૨.૪ ટકા ગ્રોથ રેટની હતી.

અમેરિકાનો કૉર્પોરેટ પ્રૉફિટ ૨૦૧૬ના ત્રીજા કવૉર્ટર પછી પ્રથમ વખત ૨૦૧૮ના ચોથા કવૉર્ટરમાં સ્થિર રહ્યો હતો. અમેરિકામાં વીતેલા સપ્તાહ દરમ્યાન જૉબલેસ ક્લેઇમમાં પાંચ હજારનો ઘટાડો નોંધાયો હતો, જે ધારણા કરતાં વધુ ઘટયા હતા. અમેરિકાની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ૨૦૧૮ના ચોથા કવૉર્ટરમાં વધીને ૧૦ વર્ષની ઊંચાઈએ પહોંચી હતી. યુરો ઝોનનું કન્ઝ્યુમર્સ મોરલ માર્ચમાં માઇનસ ૭.૨ પૉઇન્ટ રહ્યું હતું, જે ગયા મહિને માઇનસ ૭.૪ પૉઇન્ટ રહ્યું હતું. યુરો ઝોન બિઝનેસ ક્લાઇમેટ ઇન્ડેક્સ માર્ચમાં ઘટીને ૦.૫૩ પૉઇન્ટ રહ્યો હતો, જે અગાઉના મહિને ૦.૬૯ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૦.૬૬ પૉઇન્ટની હતી. યુરો ઝોનનો ઇકૉનૉમિક સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ માર્ચમાં સતત ૧૫મા મહિને ઘટીને અઢી વર્ષના તળિયે ૧૦૫.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૧૦૬.૨ પૉઇન્ટ હતો. અમેરિકાના સ્ટ્રૉન્ગ જૉબડેટાને પગલે સ્ટૉક માર્કેટ સુધરતાં ડૉલર સતત ત્રીજે દિવસે સુધર્યો હતો અને સોનું ઘટયું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ટ્રેડ વોર અને બ્રેક્ઝિટ ઘટનાની મુવમેન્ટ છેલ્લા ત્રણ દિવસથી ઠંડી પડતાં સ્ટૉક માર્કેટ એકધારું સુધરી રહ્યું છે અને ડૉલર પણ સતત ત્રણ દિવસથી સુધરી રહ્યો હોવાથી સોનામાં પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. ગ્લોબલ સ્લોડાઉનના અનેક સંકેતો મળી રહ્યા છે અને અમેરિકાનો ૨૦૧૮ના ચોથા કવૉર્ટરનો ગ્રોથ રેટ પણ ધારણાથી ઘણો જ નીચો આવ્યો હતો. આ જ રીતે યુરો ઝોનના તમામ ઇકૉનૉમિક ઇન્ડિકેટરો નબળા આવી રહ્યાં છે તેમ છતાં ટ્રેડવોર અને બ્રેક્ઝિટની અનિશ્ચિતતાને કારણે ગ્લોબલ સ્લોડાઉનની ચોખ્ખી અસર જોવા મળી રહી નથી, આથી જ્યાં સુધી અનિશ્ચિતતાનો માહોલ રહેશે ત્યાં સુધી સોનામાં આવી ઉતાર-ચઢાવ ચાલુ રહશે. બ્રેક્ઝિટ અને ટ્રેડવોરનું પરિણામ એપ્રિલમાં આવવું લગભગ નક્કી મનાઈ રહ્યું હોઈ એપ્રિલ બાદ સોનામાં તેજી-મંદીની નિશ્ચિત દિશા નક્કી થશે તેવી ધારણા છે.

આ પણ વાંચો : UAEમાં ભારતીયોનો દબદબો, ફોર્બ્સની યાદીમાં પાંચ ભારતીય મૂળના વેપારી

સોના-ચાંદીની લોકલ માર્કેટમાં માર્ચ એન્ડિંગની અસરે સતત ઘટાડો

માર્ચ એન્ડિંગમાં ફાઇનૅન્શિયલ અકાઉન્ટ સેટ કરવાના હોઇ તેમ જ વલ્ર્ડ માર્કેટમાં પણ સોનું-ચાંદી ઘટતાં તેની અસરે લોકલ માર્કેટમાં સોનું-ચાંદી વધુ ઘટયાં હતાં. સોનું મુંબઈમાં ૧૨૫ રૂપિયા ઘટીને પ્રતિ ૧૦ ગ્રામના ૩૨,૦૮૦ રૂપિયા થયા હતા. જોકે દિલ્હીમાં ૩૫ રૂપિયા સુધરીને ભાવ ૩૩,૦૯૫ રૂપિયા થયા હતા. ચાંદીનો ભાવ મુંબઈમાં ૩૭૫ રૂપિયા ઘટીને પ્રતિ કિલોના ૩૭,૬૩૫ રૂપિયા અને દિલ્હીમાં ૨૭૦ રૂપિયા ઘટીને ૩૮,૮૫૦ રૂપિયા થયા હતા.

columnists