આ રીતે ગરમાગરમ ચિલી-બીન્સ સૂપ બનાવો ઘરે

23 May, 2019 04:26 PM IST  |  | ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે ગરમાગરમ ચિલી-બીન્સ સૂપ બનાવો ઘરે

ચિલી-બીન્સ સૂપ

આજની વાનગી

સામગ્રી

* ૫૦૦ ગ્રામ ટમેટાં

* બે ટી-સ્પૂન તેલ

* ૧ નંગ કાંદો

* ૧ નંગ કૅપ્સિકમ

* ૧ ઝૂડી લીલા કાંદા

* ૧/૨ કપ બાફેલા રાજમા

* ૧/૪ ટી-સ્પૂન લાલ મરચું

* બે ટી-સ્પૂન સાકર

* ચપટી અજમો

* ચીઝ અને મીઠું પ્રમાણસર

રીત

ટમેટાની પેસ્ટ બનાવી લો. હવે તેલ ગરમ કરી એમાં ઝીણા સમારેલા કાંદા, કૅપ્સિકમ, લીલા કાંદા સાંતળવા. હવે એમાં ટમેટાની પેસ્ટ ઉમેરી એને ઊકળવા દેવું. એમાં રાજમા, મીઠું, અજમો, ચીઝ, સાકર નાખી ઉકાળવું. બોલમાં છીણેલા ચીઝનું ગાર્નિશિંગ કરી ગરમ-ગરમ સર્વ કરો.

આ પણ વાંચો : આ રીતે ઘરે બનાયો ટેસ્ટી ચોકલેટ સૉસ

Gujarati food indian food mumbai food columnists