આ રીતે બનાવો ગાજરનાં મૂઠિયાં

09 July, 2019 11:40 AM IST  |  મુંબઈ ડેસ્ક | ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે બનાવો ગાજરનાં મૂઠિયાં

ગાજરનાં મૂઠિયાં

આજની વાનગી

સામગ્રી

☞ ૫૦૦ ગ્રામ ગાજર

☞ ૨૦૦ ગ્રામ મસૂરની દાળ

☞ ૨૦૦ ગ્રામ ચણાની દાળ

☞ ૧ નંગ લીંબુ

☞ ૧ ટીસ્પૂન આદુંમરચાંની પેસ્ટ

☞ ૧ ટેબલસ્પૂન તેલ

☞ મીઠું સ્વાદાનુસાર

☞ વઘાર માટે રાઈ, હિંગ, કઢી પત્તાં, તલ

☞ ૧ ટેબલસ્પૂન કોપરાનું ખમણ

રીત

ગાજરમાંથી સફેદ ભાગ કાઢી ગાજરને ખમણી લેવાં. બન્ને દાળને ૮ કલાક પલાળી રાખી એને વાટી લેવી. એમાં ગાજરનું ખમણ નાખી એમાં મીઠું,

લીંબુનો રસ, આદુંમરચાંની પેસ્ટ નાખી ખીરું તૈયાર કરો. વરાળમાં મૂઠિયાંને બાફી લેવાં.

આ પણ વાંચો : વરસાદી વાતાવરણમાં આ રીતે બનાવો ડાકોરના ગોટા

ઠંડાં થાય એટલે નાના ટુકડા કરી લેવા.

એક વાસણમાં તેલ ગરમ કરી વઘારની સામગ્રી ઉમેરી વઘાર તૈયાર કરી મૂઠિયાં પર નાખો અને સર્વ કરો.

columnists Gujarati food indian food mumbai food