મિશન પાકિસ્તાન : બંધ કરો વેપાર, આદાન-પ્રદાન; બહિષ્કાર જ બેસ્ટ છે

24 February, 2019 11:27 AM IST  |  | મનોજ નવનીત જોષી

મિશન પાકિસ્તાન : બંધ કરો વેપાર, આદાન-પ્રદાન; બહિષ્કાર જ બેસ્ટ છે

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પાકિસ્તાન અને ભારતના બિઝનેસમાં ભારતે હંમેશાં પાકિસ્તાન પાસેથી વધારે ખરીદદારી કરી છે. આંકડાની વાત કરીએ તો દર વર્ષે ભારત પાસેથી પાકિસ્તાન ટોટલ ઇમ્પોર્ટના ૪.૪૭ ટકા માલ ખરીદે છે અને એની સામે પાકિસ્તાનથી આપણે દર વર્ષે ૩.૭૯ ટકા માલ ખરીદીએ છીએ. ખરીદવામાં આવતા માલમાં મુખ્યત્વે ચોખા, ખાંડ, ચામડું, પથ્થર, રેતી અને ચુનો મહત્વના છે, પણ આ બધા માલનો બહિષ્કાર શરૂ કરવાની અને પાકિસ્તાનથી ઇમ્પોર્ટ કરવા પર બૅન મૂકવાની જરૂર છે. જો આપણે આ બૅન મૂકી શકીશું તો પાકિસ્તાને ચોક્કસ એ ઘસારો પહોંચી વળવા માટે ભાગવું પડશે. ધારો કે એ માલ એ ગમે ત્યાં વેંચી મારશે પણ મોટી મજા એ છે કે ભારત પાસેથી એ જે ખરીદે છે એ વેચવાલી પણ જો આપણે અટકાવી દઈએ તો ખરેખર પાકિસ્તાનને પરસેવો પડી જાય.

પાકિસ્તાન ભારત પાસેથી ઇલેક્ટ્રિસિટી ખરીદે છે. સૉફ્ટવેર ખરીદે છે અને સાથોસાથ પાકિસ્તાન ભારત પાસેથી ટેક્નૉલૉજીની હેલ્પ પણ લે છે. આખો દિવસ બૉમ્બ અને બંદૂકથી રમનારાઓને કોણ સમજાવે કે છોકરાઓને સીધા રસ્તે વાળીને તેને એન્જિનિયર બનાવો તો પુલ બનાવવાની ટેક્નૉલૉજી તમારે બહારથી લેવા ન જવી પડે, પણ એ દિવસો ગયા. બહુ સમજાવી લીધું પાકિસ્તાનને અને બહુ લાડ પણ કરી લીધા આ દેશને, હવે એની કોઈ આવશ્યકતા નથી. હવે તો એને એના પાપે મરવા દેવાનો છે અને એ મરતો હોય ત્યારે પણ આપણી અંદર રામને પેદા નથી કરવાનો. હદ થઈ ગઈ છે એમની, હદ થઈ ગઈ છે એમની હલકટાઈની.

મૂળ વાત પર આવીએ. મૂળ વિષય એ હતો કે આપણે પાકિસ્તાન સાથે વેપાર બંધ કરીએ. હા, એ જ કરવાની જરૂર છે. હણવાનો છે આ રાક્ષસને અને એક જ હેતુ રાખવાનો છે કે પાકિસ્તાન નેસ્તનાબૂદ થાય. તમે કોઈને ક્યાં સુધી માફ કરી શકો ભલા માણસ. એકધારો માફી માગતો રહેતો, કરગરતો રહેતો આ દેશ આતંકવાદ સામે ઝૂકીને વાતો કરે છે, એને સાચવીને રાખે છે. દાઉદથી માંડીને મસૂદ જેવા અનેક જલ્લાદ પોતાના ઘરમાં સાચવે અને એ પછી પણ મારે, મારા દેશની પ્રજાએ કાયમ એને માફ કરીને રાખવાનો?

શું કામ અને કયા મોઢે?

આ પણ વાંચો : મિશન પાકિસ્તાન : જો જો લોહી ભલે વહે, પણ પાણી ન જવું જોઈએ

હું માનું છું કે અહિંસાથી મોટો કોઈ ધર્મ નથી, પણ સાથોસાથ મને એ પણ ખબર છે કે હડકાયા કૂતરાને મારવા સિવાય બીજો કોઈ છૂટકો પણ નથી હોતો. હું મારા દેશના જવાનોને આ હડકાયાને હવાલે કરવા રાજી નથી, મારા ભાઈઓ આ કૂતરાઓના હાથે મરે એવું હું ઇચ્છતો નથી અને મારી આ ઇચ્છામાં ક્યાંય કોઈ ખરાબી નથી. એ અમાનવીય લાગે તો મારો કોઈ વિરોધ નથી અને એમાં રાક્ષસીય માનસિકતા દેખાય તો પણ મને કોઈ ફરક નથી પડતો. મારો એક જ હેતુ છે, એક જ ધર્મ છે પાકિસ્તાનની તબાહી અને એ માટે જે કરવાનું હોય એ કરવા હું રાજી છું, મને ખાતરી છે કે તમે પણ એવું જ ઇચ્છો છો.

columnists manoj joshi