હૈદરાબાદમાં Amazon ની સૌથી મોટી ઓફિસ તૈયાર,ભારતમાં 200cr નું રોકાણ કરશે

22 August, 2019 09:33 AM IST  |  Hyderabad

હૈદરાબાદમાં Amazon ની સૌથી મોટી ઓફિસ તૈયાર,ભારતમાં 200cr નું રોકાણ કરશે

હૈદરાબાદમાં બની સૌથી મોટી Amazon ની ઓફિસ (PC : YouTube)

Hyderabad : વિશ્વની સૌથી મોટી ઇ કોમર્સ કંપની Amazon એ પોતાની સૌથી મોટી બિલ્ડિંગ ભારતમાં બનાવી છે. ભારતમાં બેંગલોર બાદ IT હબ ગણાતા શહેર હૈદરાબાદમાં એમેઝોને 30 લાખ ચોરસ ફુટમાં પોતાનું વિશાળ કેમ્પસ બનાવ્યું છે. આ કેમ્પસમાં કુલ 15 હજાર કર્મચારીઓ કામ કરશે. કંપનીનું કહેવું છે કે, આ બિલ્ડિંગ બનાવતા જ સાબિત થશે કે, એમેઝોન કંપની ભારતમાં લાંબા ગાળાની યોજના પર કામ કરી રહી છે. તે અમેરિકા બહાર એમેઝોનની પહેલી બિલ્ડિંગ છે અને દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ પણ છે. ભારતમાં એમેઝોન પાસે 62 હજાર કર્મચારી છે. આ ઉપરાંત 13 રાજ્યમાં 50 ફૂલફિલમેન્ટ સેન્ટર છે.


Amazon ભારતમાં 200 કરોડ ડૉલરનું રોકાણ કરશે
એમોઝોન કંપનીનો દાવો છે કે, તેમણે દેશમાં આશરે બે લાખ નોકરીની તકોનું સર્જન કર્યું છે. એમેઝોનની બિલ્ડિંગ 15 માળની છે. અહીં જુલાઈના મધ્યથી જ કામ શરૂ થઈ જશે. કંપનીના સ્થાપક જેફ બેઝોસે 2014માં કહ્યું હતું કે, અમે ભારતમાં રૂ. 200 કરોડ ડૉલરનું રોકાણ કરીશું. આ જાહેરાત પછી કંપની અહીં અત્યાર સુધી આશરે રૂ. 400 કરોડ ડૉલર (આશરે રૂ. 2,800 કરોડ)નું રોકાણ કરી ચૂકી છે.


આ પણ જુઓ : કલમ 370 હટવા પર નેટીઝન્સ થયા છે ક્રેઝી, મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો

ભારતમાં ટેક્નોલોજીનું બીજું સૌથી મોટું કેન્દ્ર પણ હશે

1) એમેઝોન અહીં પોતાનું બીજું સૌથી મોટું ટેક્નોલોજી કેન્દ્ર પણ સ્થાપિત કરશે. કંપનીનું વડું મથક સિએટલમાં જ રહેશે.
2) આઠ હજાર કર્મચારીઓ માટે અહીં 10 લાખ ચોરસ ફૂટમાં પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે.
3) અમેરિકાના સિએટલની ઓફિસ સૌથી મોટી મનાય છે. અહીં પાંચ હજાર લોકો કામ કરે છે.
4) 9.5 એકરમાં બનેલી બિલ્ડિંગમાં એફિલ ટાવરની તુલનામાં અઢી ગણા વધારે સ્ટિલનો ઉપયોગ કરાયો છે.

business news amazon