સાઉદી અરામકોનો આઇપીઓ 17 નવેમ્બરે લૉન્ચ થશે

12 November, 2019 01:10 PM IST  |  Mumbai

સાઉદી અરામકોનો આઇપીઓ 17 નવેમ્બરે લૉન્ચ થશે

સાઉદી અરામકો વિશ્વનો સૌથી મોટો આઇપીઓ

(જી.એન.એસ.) વિશ્વની સૌથી મોટી ઑઇલ કંપની સાઉદી અરામકોના આઇપીઓની જાહેરાત થઈ ગઈ છે. વિશ્વનો સૌથી મોટો આઇપીઓ મનાતો ઇશ્યુ ૧૭ નવેમ્બરે શરૂ થઈને ૪ ડિસેમ્બરે બંધ થશે. જોકે કંપનીએ પ્રોસ્પેક્ટમાં ઇશ્યુ સાઇઝ અને ઇશ્યુ પ્રાઇસને લઈને કોઈ માહિતી આપી નથી. પ્રોસ્પેક્ટ અનુસાર ઇશ્યુ પ્રાઇસ પાંચ ડિસેમ્બરે નક્કી કરવામાં આવશે. વ્યક્તિગત રોકાણકારો માટે કુલ ૦.૫ ટકા શૅર જારી કરવામાં આવશે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

ઘણાં વર્ષોના વિલંબ બાદ અરામકોના અધિકારીઓએ રિયાધ સ્ટૉક એક્સચેન્જ પર શૅરના વેચાણની જાહેરાત કરી છે. સાઉદી અરામકો વિશ્વની સૌથી વધુ નફો કરતી કંપની છે. વિશ્વમાં કુલ ક્રૂડ તેલની જરૂરિયાતનો દસ ટકા હિસ્સો આ કંપની પૂરો પાડે છે. આ અગાઉ બૅન્ક ઑફ અમેરિકાએ કંપનીનું અનુમાનિત લઘુતમ વૅલ્યુએશન ૧.૨૨ લાખ ડૉલર તેમ જ મહત્તમ વૅલ્યુએશન ૨.૨૭ લાખ ડૉલર રાખ્યું છે જે વિશ્વની ત્રણ સૌથી મોટી લિસ્ટેડ ઊર્જા કંપનીઓ ઍક્ઝૉન મોબિલ કૉર્પ, રૉયલ ડચ શેલ અને શેવરોન કૉર્પના સંયુક્ત વૅલ્યુએશન જેટલું છે. જોકે અંતમાં રોકાણકારો જ વૅલ્યુએશન નક્કી કરશે.

business news