વોડાફોન ભારતમાં નવી શૅરમૂડી નહીં આપે, સરકારનો ક્ષેત્રને કોઈ ટેકો નથી

13 November, 2019 11:45 AM IST  |  Mumbai

વોડાફોન ભારતમાં નવી શૅરમૂડી નહીં આપે, સરકારનો ક્ષેત્રને કોઈ ટેકો નથી

વોડાફોન

સુપ્રીમ કોર્ટના આદેશને કારણે ભારત સરકારને ગ્રોસ રેવન્યુમાંથી વધારે હિસ્સો આપવાનો હોવાથી બ્રિટિશ ટેલિકૉમ જાયન્ટ વોડાફોનને ૧.૯ અબજ ડૉલરની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. નાણાકીય વર્ષના પ્રથમ ૬ મહિનામાં આટલી મોટી ખોટ સહન કરી હોવાથી વોડાફોને ભારતીય સરકારને ચેતવણી આપી છે કે જો સરકાર ટેલિકૉમ ઑપરેટર પર વધારાનો ટૅક્સ અને ચાર્જિસ લાદવાનું બંધ નહીં કરે તો કંપની ભારતના રોકાણ વિશે ફેરવિચારણા કરવા મજબૂર બનશે.

કંપનીના ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ નીક રીડે જણાવ્યું હતું કે ભારતમાં લાંબા સમયથી પડકાર વધી રહ્યા છે. વોડાફોન અને ભારતની બિરલા જૂથની આઇડિયા ભેગી મળી મોબાઇલ સર્વિસ ચલાવે છે. કંપની આ સંયુક્ત સાહસ થકી ભારતની ટેલિકૉમ બજારમાં ૩૦ ટકા હિસ્સો ધરાવે છે. નીતિ ટેકો આપી રહી નથી, ટૅક્સ વધારે છે અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ વિરુદ્ધમાં આવ્યો હોવાથી નાણાકીય રીતે ભારે બોજ પડી રહ્યો છે એમ નીક રીડે જણાવ્યું હતું.

વોડાફોને ભારત સરકારને ટેલિકૉમ ક્ષેત્ર માટે રાહત પૅકેજ આપવાની માગણી ઉઠાવી છે જેમાં સ્પેક્ટ્રમના બાકી ચુકવણામાં બે વર્ષ સુધી છૂટ, લાઇસન્સ-ફીમાં ઘટાડો અને ટૅક્સમાં રાહત ઉપરાંત સુપ્રીમ કોર્ટના કેસમાં ચૂકવવાપાત્ર રકમમાં વ્યાજમાફી જેવી ચીજોનો સમાવેશ છે. રિલીફ પૅકેજ વગર ભારતમાં ટેલિકૉમ કંપનીનું ભાવિ કેવું છે એમ પૂછતાં રીડે જણાવ્યું હતું કે ત્યાં અતિગંભીર હાલત છે એમ હું કહી શકું. કંપની ભારતમાં વધારે કોઈ શૅરમૂડી રોકવાની વિચારણા કરી રહી નથી, કારણ કે વૈશ્વિક કંપનીના શૅરના મૂલ્યમાં ત્યાંનો હિસો ઝીરો છે.

આ પણ જુઓ : ઈશા-આકાશ-અનંતથી અનમોલ-અંશુલ સુધીઃ મળો અંબાણી પરિવાની નવી પેઢીને

મંગળવારે પરિણામની જાહેરાત પછી વોડાફોન ગ્લોબલના શૅરનો ભાવ ૦.૬ ટકા વધીને ૧૬૧ પેન્સ રહ્યો હતો. વિશ્વમાં બીજા ક્રમની મોબાઇલ કંપની વોડાફોનની આવક સ્પેન અને ઇટલીમાં વૃદ્ધિને કારણે જર્મનીમાં કેબલ ટીવી ઑપરેશન હસ્તગત કરવાથી વધ્યા હતા.

business news vodafone