બેન્કોમાં લાવારિશ પડ્યા છે 14,578 કરોડ, કોઈ નથી દાવેદાર

02 July, 2019 04:19 PM IST  | 

બેન્કોમાં લાવારિશ પડ્યા છે 14,578 કરોડ, કોઈ નથી દાવેદાર

બેન્કોમાં લાવારિશ કરોડો રૂપિયા

તમને જાણીને નવાઇ લાગશે કે બેન્કમાં કરોડોની એવી રકમ પડી છે કે જેનું કોઇ ધણી નથી. આ વાત ખુદ સરકારે કહી છે. બેન્કોમાં લાવારિશ જમા રાશિ 2018માં 26.8 ટકા વૃદ્ધિની સાથે 14,578 કરોડ રૂપિયા થઈ ગયા છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં એક લિખિત જવાબમાં કહ્યું હતું કે, 2017માં લાવારિશ જમા રાશિ 8,928 કરોડ રૂપિયા હતી જે વધીને 11,494 કરોડ થઈ ગઈ છે. માત્ર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં આશરે 2,156.33 કરોડ રૂપિયા લાવારિશ ધન જમા છે.

ઈન્સ્યોરન્સ સેક્ટર વિશે વાત કરતા નિર્મલા સિતારમને કહ્યું હતું કે, લાઈફ ઈન્સયોરન્સ સેક્ટરમાં 16,887.66 કરોડ રૂપિયા લાવારિશ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ પૈસાનું કોઈ દાવેદાર નથી. સપ્ટેમ્બર 2018ના અંતમાં નોન-લાઈફ ઈન્સ્યોરન્સમાં લાવારિશ રાશિ 989.62 કરોડ હતી. બેન્કોમાં જમા રાશિ વિશે વાત કરીએ તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949માં સંશોધન પછી અને રેગ્યુલેશન 26 Aને જોડીને RBIએ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેશ ફંડ (DEAF)ની સ્કિમ 2014માં બનાવી હતી. આ સ્કિમમાં બેન્ક એ બધાજ એકાઉન્ટમાં જમા રાશિની ગણતરી કરશે જેમાં 10 વર્ષ કે તેનાથી વધારે સમયથી કોઈ પણ પૈસાની લેવડ-દેવડના થઈ હોય અને પૈસા એમના એમ હોય. આ પૈસા વ્યાજ સાથે DEAFમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ પણ વાંચો: રિકવરી માટે બાઉન્સર રાખવાનો અધિકાર નથી બેન્કો પાસે: નાણા રાજ્ય પ્રધાન

જો ક્યારે આવા ખાતાધારક ક્યારેય પણ તેમના પૈસાની માગ કરે તો બેન્ક DEAF પાસેથી તેમના ફંડની માગ કરવાની રહેશે. DEAFનો ઉપયોગ ડિપોઝિટરોના હિતો અને આવા અન્ય ઉદ્દેશો માટે કરવામાં આવે છે જે RBI તરફથી જણાવવામાં આવી શકે છે. ઈન્સ્યોરન્સ કંપનીઓએ પણ તેમના આ પ્રકારના પૈસા SENIOR CITIZEN WEALFARE FUND(SCWF)માં જમા કરાવવાના રહેશે. આ પૈસાનો ઉપયોગ વરિષ્ઠ નાગરિકો માટેની

business news gujarati mid-day