અર્થવ્યવસ્થાની સ્થિતિ ફિલ્મો જેવી, અંતે બધુ ઠીક થશેઃ ઉદય કોટક

11 September, 2019 08:34 PM IST  |  મુંબઈ

અર્થવ્યવસ્થાની સ્થિતિ ફિલ્મો જેવી, અંતે બધુ ઠીક થશેઃ ઉદય કોટક

અર્થવ્યવસ્થાની સ્થિતિ ફિલ્મો જેવી, અંતે બધુ ઠીક થશેઃ ઉદય કોટક

એશિયાના સૌથી અમીર બેન્કર અને કોટક મહિન્દ્રા બેન્કના ચેરમેન ઉદય કોટકે કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિ પડકારજનક છે, પરંતુ તે જેટલી દેખાઈ રહી છે એટલી ખરાબ નથી. તેમણે દેશની હાલની આર્થિક સ્થિતિની તુલના બોલીવુડ સાથે કરી, જેમાં અંતે બધુ ઠીક થઈ જાય છે.

ઉદય કોટકે સીએનબીસીને કહ્યું કે, હાલ દેશની આર્થિક સ્થિતિ બોલીવુડ ફિલ્મની કોઈ કહાનીની જેમ છે, જેમાં આપણે એક પ્રેમકથાનો પરવાન ચડતા જોઈએ છે(આર્થિક વૃદ્ધિના રૂપમાં). પરંતુ જેમ જેમ કહાની આગળ વધે છે તેમ, વચ્ચે ખલનાયકોની ભૂમિકા શરૂ થઈ જાય છે. આવી જ રીતે હાલ દેશનો વિકાસ દર ઘટવા લાગ્યો છે. એવામાં રોકાણકારો ડરવા લાગે છે.

કોટકે કહ્યું કે સરકારે એ બધું કરવું જોઈએ, જે હાલ તે કરી રહી છે. સમયને સાથે સાથે ચીજો વધારે સારું થશે. તેમણે પોતાના અનુભવને જણાવતા કહ્યું કે એક ઉદ્યોગપતિના ચશ્માથી જુઓ તો એક લાંબી કહાની નજર આવે છે.

આ પણ જુઓઃ ગોપી વહુ થી ગોપિકા સુધી, આવી છે Gia Manekની સફર....

ઉદય કોટક એક લીડરશિપ સમિટમાં સામેલ થવા આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે, જો તમે તમારી રણનીતિ પર કાયમ રહો છો અને સમય આવવા પર જોખમ ઉઠાવવા માટે તૈયાર રહો છો, તો તમને લાંબા સમયગાળામાં સારું રીટર્ન મળી શકે છે. જો કે ભારતમાં જેટલા મોકો છે, એટલા દુનિયાના કોઈ દેશમાં નથી.

business news