IT કંપનીઓ 30,000થી 40,000 મિડ-લેવલ સ્ટાફની કરી શકે છે છાંટણી:મોહનદાસ પઈ

18 November, 2019 08:47 PM IST  |  Mumbai Desk

IT કંપનીઓ 30,000થી 40,000 મિડ-લેવલ સ્ટાફની કરી શકે છે છાંટણી:મોહનદાસ પઈ

અર્થવ્યવસ્થામાં સુસ્તીનો મારો હવે આઇટી કંપનીઓના મિડ-લેવલ કર્મચારીઓ પર પડવાની છે. આઇટી કંપનીઓ 30,000થી 40,000 મિડ-લેવલ સ્ટફની છાંટણી કરી શકે ચે. ભારતની ઇનફોર્મેશન ટેક્નોલૉજી સર્વિસ કંપનીઓ સુસ્તીને કારણે આ વર્ષે કર્મચારીઓની છાંટણી કરી શકે છે. આઇટી ઇન્ડસ્ટ્રીના અનુભવી ટીવી મોહનદાસ પઈએ સોમવારે આ વાત કહી છે.

દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસ લિમિટેડના પૂર્વ મુખ્ય વિત્તીય અદિકારીએ આ છાંટણીને પાંચ વર્ષમાં એકવાર થનારી ઇન્ડસ્ટ્રીની સામાન્ય ઘટના જાહેર કરવામાં આવી છે.

પઇએ ન્યૂઝ એજન્સી પીટીઆઇને કહ્યું, 'પશ્ચમિમાં બધાં સેક્ટર્સની જેમ જ, ઇન્ડિયામાં પણ એક સેક્ટર પરિપક્વ થાય છે, તો તેમાં મધ્યમ શ્રેણીના એવા કર્મચારી હોય છે, જે પોતાના પારિશ્રમિકને યોગ્ય યોગદાન નથી આપતાં.'

તેમણે કહ્યું તે જ્યારે કંપની ઝડપથી વિકાસ કરે છે, તો પ્રમોશન ઠીક છે, પણ જ્યારે મંદી હોય, તો કંપનીઓને પોતાના પિરામિડ્સને રિસેટ કરવું પડે છે અને છાંટણી પણ કરવી પડે છે. પઇએ કહ્યું કે દર પાંચ વર્ષોમાં વારંવાર ચાલતું રહે છે.

આરિન કેપટલ એન્ડ મણિપાલ ગ્લોબલ એજ્યુકેશન સર્વિસિસના ચેરમેન પઇએ કહ્યું, "કોઇપણ મોટા વેતન પામવાના હકદાર નથી, જ્યાં સુધી તે પર્ફોર્મ નથી કરતા... બરાબર? તમારે યોગદાન આપવાનું જ હોય છે. નોકરીઓ ગુમાવનારા મિડ-લેવલના કર્મચારીઓની સંખ્યા પૂછવા પર તેમણે કહ્યું કે એક વર્ષમાં આકી ઇન્ડસ્ટ્રીમાં 30,000થી 40,000 કર્મચારી પોતાની નોકરી ગુમાવી શકે છે."

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

જો કે, પઇએ કહ્યું કે નોકરીએ ગુમાવનારા જો વિશેષજ્ઞ છે, તો લગભગ 80 ટકા લોકોને ઇન્ડસ્ટ્રીઝમાં જૉબની તક મળશે.

business news