TRAI એ પાડોશી દેશો સાથે રોમિંગ ચાર્ડ ઘટાડવા માટેની મંત્રણા હાથ ધરી

20 August, 2019 07:50 PM IST  |  Mumbai

TRAI એ પાડોશી દેશો સાથે રોમિંગ ચાર્ડ ઘટાડવા માટેની મંત્રણા હાથ ધરી

Mumbai : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ હાથ ધરેલા પ્રયાસો સફળ થાય તો, ઇન્ટરનેશનલ રોમિંગના ચાર્જ ઘટવાની સંભાવના છે. TRAI એ અન્ય દેશોના સમાન સત્તાવાળાઓ સાથે વિદેશમાં જતા ગ્રાહકો માટેના રોમિંગ ચાર્જમાં ઘટાડો કરવા અંગે ચર્ચા-વિચારણા હાથ ધરી છે.

અન્ય દેશોમાં રોમિંગ ચાર્જ ઘટાડવા માટે
SAARC દેશો સાથે વાત ચાલુ છે : TRAI
અન્ય દેશોમાં કંપનીઓ દ્વારા જે રોમિંગ ચાર્જ વસૂલવામાં આવે છે તેમાં ઘટાડો કરવા માટે
TRAI SAARC દેશો (પાકિસ્તાન સિવાય) સાથે વાટાઘાટ હાથ ધરીને શરૂઆત કરી છે. જેમ કે, નેપાળમાં રોમિંગ ચાર્જ તો બ્રિટન જેટલા ઊંચા છે. 'અમે આ દેશોના નિયમનકારોની દલીલ સાંભળી છે. અમે આ મહિને આંતરિક સમીક્ષા માટે બેઠક યોજવાના છીએ." એમ TRAIના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.

આગામી સમયમાં યુરોપ, આફ્રિકા સહીત અન્ય દેશોમાં પણ આ અંગે વાત કરી શકાશે : TRAI
TRAI
માને છે કે, જો તે પાડોશી દેશોને ટેરિફમાં ઘટાડો કરવા માટે દ્વિપક્ષીય મંત્રણા દ્વારા સમજાવી શકશે તો ત્યાર બાદ યુરોપ, આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા દેશો સાથે પણ મંત્રણા કરવામાં આવશે. આ દેશોના ટેરિફ ભારત દ્વારા ચાર્જ કરવામાં આવતા ટેરિફ કરતાં વધારે છે. 

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

પાકિસ્તાન સિવાય અન્ય પાડોશી દેશો સાથે મંત્રણા પોઝિટિવ રહી છે : TRAI
નેપાળ, ભુતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ અને અફઘાનિસ્તાન સહિતના દેશો સાથે થયેલી મંત્રણા અત્યાર સુધી તો પોઝિટિવ રહી છે એમ અધિકારીએ જણાવ્યું હતું. હવે તેનાં પરિણામ શું આવે છે તેના પર સૌની નજર છે. ભારતના કેટલાક પાડોશી દેશોના રોમિંગ ચાર્જ તો બ્રિટન, અમેરિકા અને કેનેડા કરતાં પણ ‌વધારે છે. 

TRAIનો હેતુ વિદેશમાં જતા પ્રવાસીઓને ભારતીય કંપનીઓના રોમિંગ પેક ખરીદતા કરવાનો છે. ઘણા પ્રવાસીઓવિદેશમાં જતી વખતે વાઇ-ફાઇ હોટસ્પોટનો સહારો લે છે અથવા ફોરેન કંપનીના SIMનો ઉપયોગ કરે છે, જેના કારણે ભારતીય ટેલિકોમ કંપનીઓને આવક થતી નથી.

business news trai