ટોટલે અદાણી ગેસમાં ખરીદ્યો 37.4% ભાગ, ભારતમાં મોટા રોકાણની તૈયારી

15 October, 2019 02:04 PM IST  |  મુંબઈ

ટોટલે અદાણી ગેસમાં ખરીદ્યો 37.4% ભાગ, ભારતમાં મોટા રોકાણની તૈયારી

અદાણીમાં ટોટલે ખરીદ્યો ભાગ

ફ્રાંસની પેટ્રોલિયમ કંપની ટોટલે અદાણી ગેસમાં હિસ્સો ખરીદ્યો છે. તેની સાથે જ તેમણે પેટ્રોલિયમ ક્ષેત્રમાં મોટી ભૂમિકા નિભાવવાના સાફ સંકેતો આપ્યા છે. કંપનીએ અદાણીમાં 37.4% ભાગ ખરીદ્યો છે. ટોટલે આ રોકાણ ત્યારે કર્યું છે જ્યારે ભારત સરકાર પેટ્રોલિયમ સેક્ટરમાં વધુમાં વધુ વિદેશી રોકાણને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છેકે ટોટલ અને અદાણી ભવિષ્યમાં પેટ્રોલિયમ સેક્ટરમાં પણ સંભાવનાઓ તપાસશે.

ટોટલે પહેલા પણ ભારતના ગેસ સેક્ટરમાં ઉતરવાની જાહેરાત કરી હતી અને તેના માટે દિગ્ગજ પેટ્રોલિયમ કંપની શેલ સાથે એક સંયુક્ત સાહસ પણ કર્યું હતું. જેનો ઉદ્દેશ્ય ગુજરાતના હજીરામાં એક એલએનજી ટર્મિનલ બનાવવાનું હતું. પરંતુ ઑગસ્ટ 2018માં ટોટલ તેનાથી બહાર થઈ ગયું અને તેણે અદાણી સાથે મળીને અન્ય એક સંયુક્ત સાહસ કર્યું જેથી 10 વર્ષોમાં 1, 500 પેટ્રોલ પંપ સ્થાપિત કરી શકાય.

ટોટલ યૂરોપ, અમેરિકામાં પેટ્રોલિયમ ઉત્પાદનોનું વિતરણ કરતી એક મોટી કંપની છે. હવે તે અદાણી સાથે મળીને સરકારી ક્ષેત્રની બીપીસીએલ માટે પણ બોલી લગાવી શકે છે. ટોટલ હાલના દિવસોમાં ભારતના પેટ્રોલિયમ સેક્ટરમાં મોટા પ્રમાણમાં ઉતરવાની જાહેરાત કરનાર બીજી કંપની છે. આ પહેલા સઊદી અરબની  તેલ કંપનીએ રિલાયન્સમાં 20 ટકા ઈક્વિટી ખરીદવાની જાહેરાત કરી હતી.

હાલમાં, ટોટલે જણાવ્યું છે કે અદાણી ગેસમાં પહેલા ચરણમાં 25.2 ટકા ઈક્વિટી ખુલા ટેન્ડરના માધ્યમથી કરવામાં આવશે. જે બાદ ઈક્વિટી 37.4 ટકા કરવામાં આવશે. હાલ અદાણી ગેસમાં અદાણી જૂથની ઈક્વિટી 74.8 ટકા છે જેને ઘટાડીને 37.4 પર લાવવામાં આવશે. આ કંપની પહેલા ઓરિસ્સામાં લાગનારા એલએનજી ટર્મિનલનું કામ પુરું કરશે. અહીંથી ભારત સાથે બાંગ્લાદેશને પણ ગેસ આપવામાં આવશે.

આ પણ જુઓઃ 'દિકરી વ્હાલનો દરિયો' ફૅમ બીજલને આવા અવતારમાં તમે ક્યારેય નહીં જોઈ હોય!

અદાણી સમૂહે જાહેર કરેલી સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે આગામી 10 વર્ષોમાં ભારતના પેટ્રોલિયમ સેક્ટરમાં ભારે રોકાણનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કંપની  હાલ 1, 500 પેટ્રોલ પંપ, 1, 500 ગેસ સ્ટેશન અને 60 લાખ ઘરને ગેસ  પુરો પાડવાનું નેટવર્ક બનાવવાની દિશામાં કામ કરી રહી છે.

business news