ગત સપ્તાહે ટોચની 9 કંપનીઓના માર્કેટકેપમાં 84 હજાર કરોડનું ધોવાણ થયું

18 August, 2019 08:40 PM IST  |  Mumbai

ગત સપ્તાહે ટોચની 9 કંપનીઓના માર્કેટકેપમાં 84 હજાર કરોડનું ધોવાણ થયું

Mumbai : ભારતીય શેર માર્કેટમાં ગત સપ્તાહે માર્કેટ કેપની દ્રષ્ટિએ જોઇએ તો Sansex ની ટોપ-10 કંપનીઓમાંથી 9 કંપનીઓના સંયુક્ત માર્કેટકેપમા 84,354.1 કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના માર્કેટકેપમાં સૌથી વધુ ગાબડું પડ્યું હતું. બકરી ઇદ અને સ્વતંત્રતા દિવસ જેવીજાહેર રજા સાથેના ટૂંકા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન BSE સેન્સેક્સ 231.58 પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો.

સૂચિતગાળામાં એક માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટકેપમાં વૃદ્ધિ જોવા મળી હતી. રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભામાં શ્રેણીબધ્ધ ઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી જાહેરાતો બાદ વિતેલા સપ્તાહે કંપનીનું માર્કેટકેપ ₹72,153.08 કરોડના જંગી ઉછાળા સાથે ₹8,09,755.16 કરોડ થયું હતું.

TCS કંપનીમાં ગત સપ્તાહે 30,807 કરોડનું ધોવાણ થયું
શુક્રવારે પૂરા થયેલા સપ્તાહે
TCS, HDFC બેન્ક, HUL, HDFC, ઈન્ફોસિસ, ITC,કોટક મહિન્દ્રા બેન્ક, ICICI બેન્ક અને SBIના માર્કેટકેપમાં ઘટાડો નોંધાયો હતો. IT કંપની TCSનું માર્કેટકેપ ₹30,807.1 કરોડના ધોવાણ સાથે ₹8,11,828.43 કરોડ નોંધાયું હતું.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

દેશની ટોચની બેંકોમાં પણ થયું ધોવાણ

HDFCનું માર્કેટકેપ ₹19,495.4 કરોડ ઘટી ₹3,62,123.92 કરોડ જ્યારે HDFC બેન્કનું માર્કેટકેપ ₹15,065.8 કરોડના ઘટાડા સાથે ₹6,08,826.25 કરોડ નોંધાયું હતું.
ICICI બેન્કનું માર્કેટકેપ ₹790.71 કરોડ ઘટી ₹2,70,569.37 કરોડ અને SBIનું માર્કેટકેપ ₹356.99 કરોડના ધોવાણ સાથે ₹2,59,661.57 કરોડ નોંધાયું હતું.

ટોચની IT કંપનીમાં પણ ગત સપ્તાહે કરોડોનું ધોવાણ થયું
ઈન્ફોસિસનું માર્કેટકેપ પણ
₹6,700.27 કરોડના નુકસાન સાથે ₹3,32.672.51 કરોડ જ્યારે કોટક મહિન્દ્રા બેન્કનું માર્કેટકેપ ₹6,525.48 કરોડના ધોવાણ સાથે ₹2,86,340.99 કરોડ નોંધાયું હતું. HULનું માર્કેટકેપ ₹2,954.95 કરોડના ઘટાડા સાથે ₹3,95,335.97 કરોડ જ્યારે ITCનું માર્કેટકેપ ₹1,657.41 કરોડ ગગડીને ₹3,10,488.97 કરોડ નોંધાયું હતું.

આ સાથે માર્કેટકેપની દ્રષ્ટિએ સેન્સેક્સની ટોપ-10 કંપનીઓની યાદીમાં TCS ટોચના સ્થાને રહી હતી. ત્યારબાદ અનુક્રમે RIL, HDFC બેન્ક, HUL, HDFC, ઈન્ફોસિસ, ITC, કોટક મહિન્દ્રા બેન્ક, ICICI બેન્ક અને SBIનું સ્થાન આવે છે.

business news bombay stock exchange national stock exchange