Air India માટે રાહતના સમાચાર, આગામી આદેશ સુધી તેલ સપ્લાય નહીં અટકે

18 October, 2019 08:34 PM IST  |  મુંબઈ ડેસ્ક

Air India માટે રાહતના સમાચાર, આગામી આદેશ સુધી તેલ સપ્લાય નહીં અટકે

એર ઇન્ડિયાને તેલ સપ્લાય અટકાવવાને લઇને સરકારી તેલ કંપનીઓ તરફથી શુક્રવારે નવો નિર્ણય આવ્યો છે. ત્રણેય સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન (IOC), હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશને એર ઇન્ડિયાના પેમેન્ટ ન કરવા પર તેલ સપ્લાય અટકાવવાનો નિર્ણયને આગામી આદેશ સુધી ટાળી દીધો છે. હકીકતે, પેમેન્ટ ન કરવા બાબતે મહિનાની શરૂઆતમાં તેલ કંપનીઓએ એર ઇન્ડિયાને છ મુખ્ય હવાઇ મથકો પર વિમાની ઇંધણ અટકાવવાની ધમકી આપી હતી.

મળતી માહિતી પ્રમાણે, એર ઇન્ડિયાની લેખિત રિક્વેસ્ટ કર્યા પછી તે ઇંધણનું પેમેન્ટ સતત કરતા રહેશે અને ધીમે ધીમે તે ઇંધણ કંપનીના પાંચ હજાર કરોડ રૂપિયા ચૂકવી દેશે. આમ લેખીત રજુઆત બાદ તેલ કંપનીઓએ પોતાનો નિર્ણય આગામી આદેશ સુધી ટાળી દીધો છે. હાલ ઇંધણ કંપનીઓના આ પગલાથી એર ઇન્ડિયા માટે રાહતના સમાચાર છે.

નોંધનીય છે કે એર ઇન્ડિયા પર ત્રણ પ્રમુખ સરકારી તેલ કંપનીઓનું પાંચ હજાર કરોડ રૂપિયાનું પેમેન્ટ બાકી છે, કંપનીએ આ રકમના પેમેન્ટનો વાયદો કર્યો હતો. ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનના નાણાં નિદેશક સંદીપ કુમાર ગુપ્તાએ છેલ્લે કહ્યું હતું કે એર ઇન્ડિયાએ જૂન અને સપ્ટેમ્બર બન્ને વાર ત્રણે કંપનીઓને દર મહિને 100 કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવાનો આપવાનો વાયદો કર્યો હતો, જેનાથી તેના ઉપર પાંચ હજાર કરોડ રૂપિયાનું કરજ ઉતારી શકે. પણ કંપનીઓએ આવું ન કર્યું, કુલ પાંચ હજાર કરોડ રૂપિયામાં 2,700 કરોડ રૂપિયા ઑઇલના છે અને 450 કરોડ રૂપિયા વ્યાજ સામેલ છે. ઑગસ્ટના અંતમાં ત્રણે કંપનીઓએ પેમેન્ટમાં ચૂકને કારણે એર ઇન્ડિયાના એરપોર્ટ પર તેલ સપ્લાય અટકાવી દીધી હતી.

આ પણ વાંચો : કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન

ઉલ્લેખનીય છે કે સરકારી તેલ કંપનીઓએ એક ઇન્ડિયાને ચેતવણી આપી હતી કે જો તે 18 ઑક્ટોબર સુધી પેમેન્ટ નહીં કરે તો છ મુખ્ય એરપોર્ટ પર તેલની સપ્લાય અટકાવી દેવામાં આવશે.

business news air india indian oil corporation