Fortuneની બિઝનસ પર્સન ઑફ ધ યરની લિસ્ટમાં ત્રણ ભારતીયો સામેલ

20 November, 2019 08:57 PM IST  |  Mumbai Desk

Fortuneની બિઝનસ પર્સન ઑફ ધ યરની લિસ્ટમાં ત્રણ ભારતીયો સામેલ

ફોર્ચ્યુનની 2019ની 'બિઝનેસ પર્સન ઑફ ધ યર' લિસ્ટમાં મૂળ ભારતના 3 લોકોને જગ્યા મળી છે. ભારતમાં જન્મેલા માઇક્રોસૉફ્ટના સત્યા નડેલા આ લિસ્ટમાં ટૉપ પર છે. ત્યાં જ માસ્ટરકાર્ડના સીઇઓ અજય બંગા આઠમાં અને અરિસ્ટાની હેડ જયશ્રી ઉલ્લાલ 18માં સ્થાન પર છે. ફોર્ચ્યુનની વાર્ષિક બિઝનેસ પર્સન ઑફ ધ યર લિસ્ટમાં કારભાર જગતના એવા 20 દિગ્ગજોને સામેલ કરવામાં આવે છે જેમણે સાહસિક લક્ષ્ય મેળવ્યું હોય, અશક્ય જેવી પરિસ્થિતિનો ઉકેલ શોધ્યો અને સર્જનાત્મક ઉકેલ શોધે. આ લિસ્ટમાં ભારતીય મૂલ્યના નડેલા પ્રથમ સ્થાન પર છે જેમણે 2014માં માઇક્રોસોફ્ટ સંભાળ્યું હતું.

ફૉર્ચ્યૂને આ લિસ્ટ તૈયાર કરતી વખતે 10 આર્થિક કારકો પર ધ્યાન આપ્યું છે જેમાં શૅર હોલ્ડર્સને મળેલા કુલ રિટર્નથી લઈને પૂંજી પર મળેલું રિટર્ન પણ સામેલ છે. તમને જણાવીએ કે બંગા અને ઉલ્લાલ બન્ને મૂળે ભારતીય છે.

ફૉર્ચ્યુને નડેલા વિશે કહ્યું કે જ્યારે તેમને માઇક્રોસૉફ્ટનો કારભાર 2014માં સોંપવામાં આવી હતી ત્યારે તે ન તો બિલ ગેટ્સ જેવા સંસ્થાપક હતા અને ન તો પોતાના પૂર્વવર્તી સ્ટીવ બામરની જેમ સેલ્સ લીડર હતા. ફૉર્ટ્યૂને કહ્યું કે નડેલાએ ક્યારેક ફાઇનાન્સના ક્ષેત્રમાં કામ નથી કર્યું જે સીઇઓના પ્રશિક્ષણનો એક બીજો આધાર હોય છે.

બંગા વિશે ફૉર્ચ્યુને લખ્યું છે, "આ બંગાની દૂરદર્શિતાનો જ પરિણામ છે કે કંપની આ વર્ષે બજારમાં સૌથી લોકપ્રિય છે. આ વર્ષે તેના શૅરમાં 40 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે."

આ પણ વાંચો : આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...

આ લિસ્ટમાં પર્થની કંપની ફોર્ટેસ્ક્યૂ મેટલ્સ ગ્રુપની એલિઝાબેથ ગેન્સ બીજા સ્થાન પર અને પ્યૂમાના સીઇઓ બ્યોર્ન ગુલ્ડન પાંચમાં સ્થાન પર છે. જેપી મૉર્ગન ચેઝના સીઇઓ જેમી ડિમોન 10માં, એક્સેચરની સીઇઓ જૂલી 15માં અને અલીબાબાના સીઇઓ ડેનિયલ ઝાંગ સોળમાં સ્થાન પર છે.

business news