શું તમે નવું સાહસ કરવા જઇ રહ્યા છો, આ વેબસાઈટ તમને ફ્રિમાં માહિતી આપશ

25 August, 2019 07:25 PM IST  |  Mumbai

શું તમે નવું સાહસ કરવા જઇ રહ્યા છો, આ વેબસાઈટ તમને ફ્રિમાં માહિતી આપશ

Mumbai : જો તમે તમારી કારકિર્દીની નવી સફર એક આંત્રોપ્રેન્યોર તરીકે શરૂ કરવા માંગતા હોવ તો આ આર્ટિકલ તમારા માટે છે. તમે નવું સાહસ શરૂ કરવા જઇ રહ્યા છો તો શરૂઆતમાં ઘણા કર્યો પર એક સાથે ધ્યાન આપવું પડે છે. તે એવી પરિસ્થિતિ છે કે તમારે નવી સ્કિલ શીખવાની જરૂર પડી શકે છે, પરંતુ શક્ય છે કે તેના માટે તમારે પૈસા ખર્ચ કરવાની જરૂર નહીં પડે. જો કે, સારી વાત એ છે કે, ઘણી પ્રખ્યાત વેબસાઈટ પર આંત્રપ્રેન્યોરશિપ સંબંધિત મફતમાં કોર્ષ પ્રદાન કરે છે. એવી ઘણી વેબસાઈટ્સ છે.


બસ્પોર્ટ એકેડમી

તેના ફ્રી સર્ટિફિકેશન પ્રોગ્રામમાં ઈનબાઉન્ડ માર્કેટિંગના કોર્ષ ઉપલબ્ધ છે, જેમાં વેબસાઈટ, ઓપ્ટિમાઈઝેશન, લેન્ડિંગ પેજ અને લીડ નેર્ચરિંગ જેવા ટોપિક સામેલ છે. પોતાના બિઝનેસ અને ઓનલાઈન પ્રેઝેન્સને વધારવાના પ્રયત્ન કરનારા બિઝનેસ ઓનર્સ માટે આ સ્કિલ બહુ જરૂરી છે.


ઓપન કલ્ચર

આ સાઈટ એક એજ્યુકેશનલ પ્લેટફોર્મ જ નહીં પણ ઈન્ટરનેટ પર રહેલા ફ્રી રિસોર્સિઝને ક્લેક્ટ કરીને શેર કરે છે. અહીં 150 ફ્રી ઓનલાઈન બિઝનેસ કોર્ષ છે. તે ઉપરાંત અહીં તમને ફ્રી ઓડિયોબુક્સ, સર્ટિફિકેટ કોર્ષ અને અન્ય ઓનલાઈન કોર્ષ પણ ઉપલબ્ધ છે.


કિટ્ઝટાઉન યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા

આ યુનિવર્સિટીમા લગભગ 100 ફ્રી ઓન-ડિમાન્ડ કોર્ષ છે, જે આંત્રપ્રેન્યોર્સના કામને સાબિત થઈ શકે છે. અહીં આપેલ કોર્ષમાં બિઝનેસ પ્લાનિંગ અને ઓપરેશંસ એન્ડ મેનેડમેન્ટ જેવા ટોપિક્સ સામેલ છે.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

એમઆઈટી ઓપન કોર્સવેર
વિશ્વવિખ્યાત એમઆઈટીમાં ભણાવવામાં આવતા કેટલાક અભ્યાસક્રમ આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. યુનિવર્સિટીના એક આંત્રપ્રેન્યોરશિપ પેજ પણ બનાવ્યું છે, જ્યાં નવા બિઝનેસ ઓનર્સ માટે કામમાં આવે તેવા અભ્યાસક્રમનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. આ અભ્યાસક્રમમાં કેટલાક અર્લી સ્ટેટ કેપિટલ અને ધ સોફ્ટવેર બિઝનેસ જેવા ટોપિક સામેલ છે.

business news