ઓવરસોલ્ડ માર્કેટમાં બાઉન્સબેકની શક્યતા છે

20 August, 2019 07:10 PM IST  |  Mumbai

ઓવરસોલ્ડ માર્કેટમાં બાઉન્સબેકની શક્યતા છે

ભારતીય શેર બજાર

Mumbai : ઇન્ડેક્સ ફ્યુચર્સમાં વિદેશી રોકાણકારોની મંદીની પોઝિશન દર્શાવે છે. બજાર ઓવરસોલ્ડ ઝોનમાં છે. ઐતિહાસિક રીતે આવી પરિસ્થિતિ પછી ભારતીય શેરબજારમાં રેલી આવતી હોય છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)ની નિફ્ટી ફ્યુચર્સમાં એક લાખ કરતાં વધુ કોન્ટ્રાક્ટની નેટ શોર્ટ પોઝિશન છે. એનાલિસ્ટ્સના મતે આ પ્રમાણ બહુ ઊંચું ગણાય.અગાઉ પાંચ વખત એફપીઆઇએ આવી ઊંચી બેરિશ પોઝિશન લીધી હતી અને ત્યાર પછી એક મહિનામાં બજાર પાંચથી આઠ ટકા વધ્યું હતું.

ટ્રેડર્સ વધુ નિરાશાવાદી હોવાથી ટુંકા ગાળા માટે બજારમાં ઓવરસોલ્ડ સ્થિતી
ઇન્ડિયાચાર્ટ્સ ડોટકોમના સ્થાપક રોહિત શ્રીવાસ્તવે કહ્યું કે, 'તે દર્શાવે છે કે ટ્રેડર્સ વધારે પડતા નિરાશાવાદી હોવાથી ટૂંકા ગાળા માટે બજારમાં ઓવરસોલ્ડ સ્થિતિ છે."વિદેશી રોકાણકારો જુલાઈથી જ ભારતીય બજારમાં ચોખ્ખા વેચાણકાર રહ્યા છે. સરકારે બજેટમાં સુપર રિચ પર તથા ટ્રસ્ટ તરીકે નોંધાયેલા એફપીઆઇ પર ઊંચા ટેક્સની જાહેરાત કરી ત્યારથી ભારતીય બજારમાંથી ભારે આઉટફ્લો જોવા મળ્યો છે. ભારતીય અર્થતંત્રમાં નરમાઈના કારણે સેન્ટિમેન્ટ પહેલેથી નબળું છે. મંદીનો સામનો કરવા માટે સરકાર દ્વારા કોઈ સ્ટિમ્યુલસની જાહેરાત પણ કરવામાં આવી નથી.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

લોકસભા પહેલા
અગાઉ જે સેન્ટિમેન્ટ હતું તેના કરતાં અત્યારે અલગ વાતાવરણ છે. ચૂંટણી અગાઉ એફપીઆઇના પ્રવાહના કારણે પ્રિ-ઇલેક્શન તેજી આવી હતી. એનાલિસ્ટ્સે કહ્યું કે અન્ય એક સેન્ટિમેન્ટ ઇન્ડિકેટર, વોલ્યુમ પર આધારિત પુટ કોલ રેશિયો (પીસીઆર) ઓક્ટોબર 2011 પછી અત્યારે સર્વોચ્ચ સ્તર પર છે. પીસીઆર એ ટ્રેડ થતા પુટ્સના વોલ્યુમનો કોલ ઓપ્શનના વોલ્યુમ દ્વારા ભાગાકાર છે. વોલ્યુમ પીસીઆરની 31 દિવસની એવરેજ અત્યારે 0.66 છે જે બહુ ઊંચી ગણાય.

પીસીઆર જ્યારે વધે ત્યારે તેનો અર્થ એ થયો કે ટ્રેડર્સ કોલ કરતાં વધારે પુટ ખરીદી રહ્યા છે. રોકાણકાર નિરાશાવાદી હોય ત્યારે પુટ ઓપ્શન ખરીદે છે. પરંતુ પીસીઆર જ્યારે અત્યંત ઊંચા સ્તરે પહોંચે ત્યારે તે કોન્ટ્રેરિયન ઇન્ડિકેટરના સંકેત ગણાય છે.શ્રીવાસ્તવે કહ્યું કે, 'પુટની ઊંચી સંખ્યા વધારે પડતો નિરાશાવાદ દર્શાવે છે. માર્કેટમાં રેલી આવે તો શોર્ટ કવરિંગમાં આ પ્રેશર રિલીઝ થશે."સોમવારે સેન્સેક્સ 52.16 પોઇન્ટ વધીને 37,402.49 બંધ આવ્યો હતો. ચોથી જૂને નોંધાવેલી 40,312ની ટોચ પછી તે સાત ટકા ઘટ્યો છે.

business news bombay stock exchange national stock exchange