મંદીના મૂળમાં ડર અને અવિશ્વાસની નીતિ : મનમોહન સિંહ

19 November, 2019 11:35 AM IST  |  New Delhi

મંદીના મૂળમાં ડર અને અવિશ્વાસની નીતિ : મનમોહન સિંહ

પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (PC : Jagran)

દેશનો આર્થિક વિકાસ નબળો પડી રહ્યો છે એ માટે પ્રજામાં ડર અને અવિશ્વાસનું વાતાવરણ જવાબદાર છે. પ્રજા આર્થિક વિકાસના એજન્ટ તરીકે કાર્ય કરી રહી હોય છે ત્યારે સામાજિક શરતો ચીરી નાખી હોવાથી આ સ્થિતિ ઊભી થઈ હોવાનું દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પ્રખર અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહે આજે જણાવ્યું હતું.

દેશનો આર્થિક વિકાસ ૧૫ વર્ષમાં સૌથી નીચો. બેરોજગારી ૪૫ વર્ષમાં સૌથી વધુ ઊંચી, ગ્રાહકોની ખરીદી ચાર દાયકામાં સૌથી નબળી અને બૅન્કોમાં નબળી લોનનું પ્રમાણ ઐતિહાસિક ઊંચી સપાટીએ છે. આ દર્શાવે છે કે દેશના અર્થતંત્રની અંદર સડો પેસી ગયો છે એમ મનમોહન સિંહે જણાવ્યું હતું. ઘણા ઉદ્યોગપતિઓ સરકારી અધિકારીઓના હાથે પરેશાન થશે એવો દર સતાવી રહ્યો હોવાનું મને જણાવે છે. પછીથી પરેશાની થશે એવા ડરથી બૅન્ક અધિકારીઓ લોન આપતા ડરે છે. સાહસિકો નવો પ્રોજેક્ટ શરૂ કરતા અટકી ગયા છે એમ કૉન્ગ્રેસ નેતાએ એક અખબારમાં પોતાના લેખમાં જણાવ્યું હતું.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર અને અન્ય સંસ્થાઓમાં નીતિ ઘડતા લોકો સત્ય બોલતા ડરી રહ્યા છે અથવા તો બૌદ્ધિક ચર્ચા તાળી રહ્યા છે. આવા લોકોને કોઈ રક્ષણ નથી અને તેમની સામે ગેરકાયદે કરચોરીની પરેશાની કે નીતિઓનું હથિયાર વાપરવામાં આવે છે. ઉદ્યોગપતિ, બૅન્કર, નીતિ ઘડનારા, નિયમનકાર, સાહસિક અને નાગરિક સરકાર સાથે છેતરપિંડી કરી રહ્યા છે એવી સરકારને શંકા છે અને એના કારણે સમાજમાં વિશ્વાસનું વાતાવરણ પડી ભાંગ્યું છે. બૅન્કર ધિરાણ નથી કરી રહ્યા, ઉદ્યોગપતિ રોકાણ નથી કરી રહ્યા અને નીતિના નિર્ણય લેવાના નહીં હોવાથી દેશનો આર્થિક વિકાસ અટકી પડ્યો છે એમ મનમોહન સિંહે જણાવ્યું હતું.

business news manmohan singh