TATA પાવર હવે ધોલેરામાં 250 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ સ્થાપશે

30 July, 2019 10:25 PM IST  |  Mumbai

TATA પાવર હવે ધોલેરામાં 250 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ સ્થાપશે

Gandhinagar : દેશની સૌથી મોટી અને જુની વીજ કંપની ટાટા પાવર હવે ગુજરાતના ધોલેરામાં સોલાર પ્રોજેક્ટ નાખશે. આ પ્રોજેક્ટને લઇને ટાટા પાવરને મંજુરી મળી ગઇ છે. ટાટા પાવરની પેટા કંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (TPREL)ને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) પાસેથી ગુજરાતમાં ધોલેરા ખાતે 250 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ બનાવવા માટે લેટર ઓફ એવોર્ડ (LOA) મળ્યો છે.


આ પહેલા રાઘાનેસડા સોલાર પાર્કમાં 100 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી મંજુરી મળી હતી. આ માટે બંને કંપનીઓ વચ્ચે વાણિજ્યિક કામગીરી શરૂ થવાની તારીખથી 25 વર્ષનાં ગાળા માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) થયા છે, જે અંતર્ગત ઉત્પાદિત થતી વીજળી જીયુવીએનએલને પૂરી પાડવામાં આવશે. આ પ્રોજેક્ટ પીપીએનો અમલ થયાની તારીખથી 15 મહિનાની અંદર કાર્યરત થશે.


આ અંગે ટાટા પાવરનાં સીઇઓ અને મેનેજીંગ ડિરેક્ટર પ્રવીર સિંહાએ કહ્યું હતું કે
, અમને ધોલેરામાં 250 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ મળ્યો છે. આ પ્લાન્ટ દર વર્ષે 635 મિલિયન યુનિટ ઊર્જાનું ઉત્પાદન કરશે એવી અપેક્ષા છે અને વર્ષે 635 મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોકસાઇડ ઓફસેટ કરશે.

આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

ટાટા પાવરનાં રિન્યૂએબલ્સનાં પ્રેસિડન્ટ આશિષ ખન્નાએ કહ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટની સાથે અમે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, એન્જિનીયરિંગ અને અમલીકરણ ક્ષમતાઓ તેમજ નવીનીકરણ ઊર્જા તરફ અમારી ઊંચી કટિબદ્ધતા પ્રદર્શિત કરવાનું જાળવી રાખ્યું છે. ટાટા પાવરની કુલ ઊર્જા ક્ષમતામાં સ્વચ્છ ઊર્જાનાં સ્ત્રોતોમાંથી 35થી 40 ટકા ઊર્જાનું ઉત્પાદન કરવાનાં અમારાં પ્રયાસમાં આ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

business news tata power