ફોર્ટિસના સિંઘબંધુઓ કોર્ટના અનાદર કેસમાં દોષિત

16 November, 2019 01:30 PM IST  |  New Delhi

ફોર્ટિસના સિંઘબંધુઓ કોર્ટના અનાદર કેસમાં દોષિત

સિંધ બ્રધર્સ

રેનબક્સી ફાર્માના ભૂતપૂર્વ પ્રમોટર માલવિન્દર અને શિવેન્દ્ર સિંઘ સામેના કોર્ટનો અનાદર કરવાના એક કેસમાં સુપ્રીમ કોર્ટે બન્ને ભાઈઓને દોષિત ઠેરવ્યા છે. બન્ને ભાઈઓ કુલ 2350 કરોડ (1175 કરોડ વ્યક્તિગત) રૂપિયા ચૂકવી આપે તો તેમને અનાદરના દોષમાંથી રાહત મળશે એમ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે ચુકાદો આપતાં જણાવ્યું હતું. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સુઓ મોટો એક કેસ દાખલ કરી આ બન્ને ભાઈઓની ફોર્ટિસ હેલ્થકૅરમાં હિસ્સો વેચવાની પ્રક્રિયા પણ અટકાવી દીધી છે અને અે અંગેની સુનાવણી ફેબ્રુઆરી 2020 માં રાખી છે.

જપાનની ફાર્મા કંપની દાઇચી સાંક્યોએ સિંઘ ભાઈઓ સામે સુપ્રીમ કોર્ટનો ફોર્ટિસ હેલ્થકૅરમાં હિસ્સો નહીં વેચવાના સ્ટેનો અનાદર કર્યો હોવાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં બન્ને ભાઈઓને રૂબરૂ હાજર રહેવા માટે કોર્ટે સુનાવણી દરમ્યાન આદેશ આપ્યો હતો.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

દાઇચીને એક કેસમાં લવાદ માટે બન્ને ભાઈઓએ 4000 કરોડ રૂપિયા ચૂકવી આપવાની તૈયારી દર્શાવી હતી. આ નાણાં નહીં ચૂકવતા દાઇચીએ બન્ને ભાઈઓ ફોર્ટિસનો હિસ્સો વેચે નહીં એ માટે સુપ્રીમ કોર્ટમાં સ્ટે મેળવ્યો હતો. સ્ટેનો અનાદર કરી હિસ્સો વેચવાની હિલચાલ થતાં વર્તમાન કેસ થયો હતો.

business news supreme court