શેરબજાર ખૂલતાની સાથે જ ગબડી પડ્યું, સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો

25 January, 2022 01:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બાદમાં બજારની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.

ફાઇલ તસવીર

મંગળવારે બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. છેલ્લા 6 દિવસથી સ્થાનિક શેરબજારમાં દરરોજ ઘટાડો થઈ રહ્યો છે, જેની અસર ઘણા શેરો પર પડી રહી છે. આજે પ્રી-ઓપન સેશનથી સ્થાનિક બજાર દબાણ હેઠળ છે. પ્રી-ઓપનમાં સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ડાઉન હતો. બજાર ખૂલ્યા બાદ તે વધુ ઘટ્યો હતો. સવારે 09:20 વાગ્યે, સેન્સેક્સ 56,428 પોઈન્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે 1,063 પોઈન્ટથી વધુ નીચે હતો. એ જ રીતે NSE નિફ્ટી 285 પોઈન્ટના ઘટાડા સાથે 17 હજારની નીચે ગયો હતો.

જોકે, બાદમાં બજારની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. સવારે 09:40 વાગ્યા સુધીમાં, બજાર કંઈક અંશે સુધર્યું હતું. આ સમયે સેન્સેક્સ લગભગ 270 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો હતો અને 57 હજારને પાર કરવામાં સફળ રહ્યો હતો. જોકે, આજના કારોબારમાં શેરબજાર પર દબાણ યથાવત રહેવાની ધારણા છે.

અમેરિકામાં અંદાજ (ફેડ રિઝર્વ રેટ હાઈક) પહેલા વ્યાજદરમાં વધારો થવાની શક્યતાને કારણે વિશ્વભરના બજારો દબાણ હેઠળ છે. આ કારણે સોમવારે સ્થાનિક બજારમાં સતત પાંચમા દિવસે ઘટાડો રહ્યો હતો. સોમવારે ટ્રેડિંગ બંધ થયા બાદ સેન્સેક્સ 1,545.67 પોઈન્ટ્સ (2.62 ટકા) ઘટીને 57,491.51 પર અને NSE નિફ્ટી 468.05 પોઈન્ટ્સ (2.66 ટકા) ઘટીને 17,149.10 પર હતો.

ગયા સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે ટ્રેડિંગ બંધ થયા બાદ સેન્સેક્સ 427.44 પોઈન્ટ્સ (0.72 ટકા) ઘટીને 59,037.18 પર અને નિફ્ટી 139.85 પોઈન્ટ્સ (0.79 ટકા) ઘટીને 17,617.15 પર બંધ રહ્યો હતો.

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex