Stock Market Opening: બજાર ખુલતાંની સાથે 994 અંક નીચે

27 January, 2022 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Stock Market Opening: સેન્સેક્સમાં ઑપનિંગની શરૂઆતની મિનિટોમાં જ 994 અંકથી વધારેના ઘટાડા સાથે 57000 કરતા નીચેની સપાટી બતાવે છે.

ફાઇલ તસવીર

Stock Market Opening: શેરબજારમાં ગઈકાલની રજા બાદ આજે બચાર નીચલા સ્તરે જ વેપાર કરતી જોવા મળી રહી છે. માર્કેટમાં આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જળવાયેલો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 900 અંકથી વધારેનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

કેવી રીતે ખુલી બજાર
સેન્સેક્સમાં ઓપનિંગની શરૂઆતની મિનિટોમાં જ 994.07 અંક એટલે કે 1.72 ટકાના ઘટાડા સાથે 56.864ના લેવલ પર વેપાર થતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી ફરીથી 17000ના નીચલાં લેવલ પર પહોંચ્યું છે. આજે નિફ્ટીના શૅર ખુલ્યાં17062 પર હતાં પણ ઓપનિંગના તરત બાદ 309 અંકના ઘટાડા બાદ 16968 પર વેપાર કરતા જોવા મળે છે.

પ્રી-ઓપનમાં બજારની સ્થિતિ
આજે પ્રી-ઓપનમાં જ બજાર 500 અંકથી વધારેના ઘટાડા સાથે વેપાર કરી રહી છે. સેન્સેક્સ 541.45 અંક એટલે કે 0.94 ટકાના ઘટાડાની સાથે 57,316 પર આવી ગયું. નિફ્ટીમાં 17062ના લેવલ પર વેપાર ચાલતો હતો.

business news sensex nifty bombay stock exchange