નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૮,૩૧૬ અને નીચામાં ૧૮,૧૦૦ અને ૧૮,૦૦૦ મહત્ત્વની સપાટીઓ

08 May, 2023 02:48 PM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ૧૮,૦૦૦ તૂટશે તો દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી થશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૮,૧૦૦.૩૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૮.૫૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૮,૧૨૯.૭૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૫૮.૧૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૬૧,૦૫૪.૨૯ બંધ રહ્યો. ઉપરમાં ૬૧,૫૮૫ ઉપર ૬૧,૭૯૮ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૬૧,૦૦૨ નીચે ૬૦,૩૨૦, ૬૦,૦૩૦, ૫૯,૭૩૦, ૫૯,૪૪૦ સુધીની શક્યતા. સપોર્ટ ગણાય. ગેઇનની ટર્નિંગ મુજબ નિફ્ટી ફ્યુચરમાં ઉપરમાં ૧૮,૩૧૫.૯૦ અને નીચામાં ૧૮,૧૦૦.૩૦ મહત્ત્વની સપાટી ગણાય. ઉપરોક્ત લેવલનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય.
નિફ્ટી ફ્યુચર ૧૮,૦૦૦ તૂટશે તો દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી થશે. મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (ટ્રેન્ડ રિવર્સલનો સચોટ સંકેત જ્યાં સુધી નથી મળતો ત્યાં સુધી ટ્રેન્ડ જે પણ દિશામાં જતો હોય એ જ દિશામાં આગળ વધશે એમ માનવામાં આવે છે. ટ્રેન્ડ રિવર્સલનો સંકેત ઓળખવો આપણે ધારીએ છીએ એટલો સહેલો નથી. એના માટે સપોર્ટ અને રજિસ્ટ્રેશન લેવલ, પ્રાઇસ પૅટર્ન, ટ્રેન્ડલાઇન અને મૂવિંગ ઍવરેજ તેમ જ બીજાં બધાં ઇ​ન્ડિકેટરોનો ઊંડો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. ઇ​ન્ડિકેટરો આપણને ટ્રેન્ડમાં પ્રવેશતી નબળાઈનો અથવા સબળાઈનો અગાઉથી નિર્દેશ આપે છે. ડૉ. થિયરીને અનુસરનારાઓ માટે સૌથી મુશ્કેલ કામ મુખ્ય ટ્રેન્ડનું સેકન્ડરી કરેક્શન અને નવા ટ્રેન્ડના આરંભ વચ્ચેનો તફાવત સમજવાનું છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૮,૯૮૫.૦૭ છે. જે ક્લોઝિંગ પ્રાઇસને આધારે રોજ બદલાયા કરે છે.

તાતા મોર્ટસ (૪૭૭.૧૦) ૪૮૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ અઠવાડિક તેમ જ  મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૮૩ ઉપર ૪૮૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૭૩ નીચે ૪૭૧, ૪૬૬, ૪૬૧, ૪૫૫, ૪૫૦, ૪૪૪, ૪૩૯ સુધીની શક્યતા. 

એલ એન્ડ ટી ફાઇનૅન્સ (૯૪.૮૫) ૭૮.૯૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૭ અને ૯૯ મહત્ત્વની સપાટી ગણાય. ત્યાર બાદ ૧૦૭, ૧૧૩, ૧૨૨ ગણાય. જે કુદાવશે તો વધ-ઘટે ૧૨૬, ૧૩૫, ૧૪૪, ૧૫૩, ૧૬૩, ૧૭૨ સુધીની શક્યતા. નીચામાં ૯૦ સપોર્ટ ગણાય. 
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૨,૭૧૨.૨૦) ૪૩,૬૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૨,૮૧૦ ઉપર ૪૩,૦૯૦, ૪૩,૨૩૦, ૪૩,૫૮૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૨,૬૩૦ નીચે ૪૨,૪૮૦, ૪૨,૧૭૦, ૪૧,૮૩૦, ૪૧,૫૬૦, ૪૧,૨૬૦ સુધીની શક્યતા. 

નિફ્ટી ફ્યુચર (૧૮,૧૨૯.૭૦)

૧૭,૫૮૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮,૨૨૫ ઉપર ૧૮,૨૬૭, ૧૮,૩૧૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૮,૧૦૦ નીચે ૧૮ ૦૦૦ તૂટે તો ૧૮,૦૪૦, ૧૭,૯૫૦, ૧૭,૮૬૦, ૧૭,૭૭૦, ૧૭,૬૫૦, ૧૭,૫૯૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

હેવેલ્સ (૧૨૮૫.૮૦)

૧૧૩૧.૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૯૫ ઉપર ૧૩૦૧,૧૩૦૭ કુદાવે તો ૧૩૩૦, ૧૩૫૫ સુધીની શક્યતા. નીચામાં ૧૨૪૫ નીચે ૧૨૩૨ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

આઇજીએલ (૪૮૩.૧૫) 

૫૦૧.૨૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૮૯ ઉપર ૪૯૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૮૧ નીચે ૪૭૭ તૂટે તો ૪૭૨, ૪૬૬, ૪૬૦, ૪૫૪ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર

કંઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી, કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે. - મરીઝ

business news commodity market sensex nifty share market stock market bombay stock exchange national stock exchange