નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર : ૨૧થી ૨૩ સપ્ટેમ્બર મહત્ત્વની ટર્નિંગ

19 September, 2022 02:08 PM IST  |  Mumbai | Amit Trivedi

નિફ્ટી ફ્યુચર ટૂંકા ગાળાનો તેમ જ મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭,૫૬૬.૧૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૩૦૦.૩૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૭,૫૬૬.૧૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૯૫૨.૩૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૫૮,૮૪૦.૭૯ બંધ રહ્યો. ઉપરમાં ૫૯,૦૨૦ ઉપર ૫૯,૨૩૦, ૫૯,૪૩૫, ૫૯,૬૪૩ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૮,૭૪૨ નીચે ૫૮,૬૦૮, ૫૮,૪૦૦, ૫૮,૧૯૫, ૫૭,૯૮૭ સુધીની શક્યતા જોવા મળે. ૨૧થી ૨૩ સપ્ટેમ્બર ગેઇનના ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય.
નિફ્ટી ફ્યુચર ટૂંકા ગાળાનો તેમ જ મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે.  ઉપરમાં ૧૮,૧૨૩ અને ૧૮,૧૭૩.૫૦ મહત્ત્વની સપાટી ગણાશે. ૧૮,૧૨૩ના ટૉપથી વૈશ્વિક બજારો પાછળ નરમાઈ દર્શાવે છે. ટૂંકા ગાળા માટે ૧૭,૫૨૧.૨૫ અને ૧૭,૨૫૦નું બૉટમ મહત્ત્વનું ગણાશે. લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. (મૂવિંગ ઍવરેજ દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી દરેક પ્રકારના ચાર્ટ પર દોરી શકાય છે. દા.ત. દૈનિક ચાર્ટ પર ટૂંકા ગાળાની ઍવરેજ ૧૨ દિવસની, અઠવાડિક ચાર્ટ પર ૧૦ અઠવાડિયાંની તેમ જ મન્થ્લી ચાર્ટ પર ૬ મહિનાની અને દૈનિક ચાર્ટ પર મધ્યમ ગાળાની ઍવરેજ ૪૮ દિવસની, અઠવાડિક ચાર્ટ પર ૧૦ અઠવાડિયાંની તેમ જ મન્થ્લી ચાર્ટ પર ૧૨ મહિનાની તેમ જ દૈનિક ચાર્ટ પર લાંબા ગાળાની ઍવરેજ ૨૦૦ દિવસની, અઠવાડિક ચાર્ટ પર ૫૦ અઠવાડિયાંની તેમ જ મન્થ્લી ચાર્ટ  પર ૨૪ મહિનાની પ્લૉટ કરી શકાય છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૭,૭૯૩.૧૯ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે. 

જીએનએફસી (૭૧૫.૮૭) : ૭૭૮.૯૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૨૩ ઉપર ૭૩૯, ૭૪૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૧૨, ૭૦૬, ૬૯૮ તૂટે તો ૬૮૮, ૬૭૩ સુધીની શક્યતા જોવા મળે.   

લોરુસ લૅબ (૫૧૬.૭૫) : ૬૦૫.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૨૧ ઉપર ૫૩૩ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૧૪ નીચે ૫૧૧, ૫૦૦, ૪૮૯, ૪૭૯ સુધીની શક્યતા જોવા મળે.    

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૦,૮૩૭.૬૦) : ૪૧,૮૫૫.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૧,૨૧૧ ઉપર ૪૧,૮૫૫ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૦,૫૬૭ નીચે ૪૦,૨૫૦ તૂટે તો ૪૦,૧૬૮, ૩૯,૯૨૭, ૩૯,૬૮૬, ૩૯,૪૪૫ સુધીની શક્યતા જોવા મળે.

નિફ્ટી ફ્યુચર (૧૭,૫૬૬.૧૫) 

૧૮,૧૨૩.૩૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭,૬૪૩ ઉપર ૧૭,૬૮૭, ૧૭,૭૪૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૭,૫૨૨ નીચે ૧૭,૪૬૮, ૧૭,૪૧૪, ૧૭,૩૬૦, ૧૭૩૦૪ સુધીની શક્યતા જોવા મળે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

એશિયન પેઇન્ટ્સ (૩૩૩૫.૧૦)

૩૫૦૧.૩૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૩૬૫ ઉપર ૩૪૦૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૩૨૨ નીચે ૩૩૦૩, ૩૨૫૯ તૂટે તો ૩૨૪૧, ૩૧૭૩, ૩૧૧૮ સુધીની શક્યતા જોવા મળે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

હીરો મોટર (૨૬૮૫.૨૦)

૨૯૦૩ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને  અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૭૦૫ ઉપર ૨૭૩૮, ૨૭૭૧, ૨૭૮૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૬૭૦, ૨૬૪૦  તૂટે તો ૨૬૦૪, ૨૫૭૦ સુધીની શક્યતા જોવા મળે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

શૅરની સાથે શેર

અમે મોજાં, સતત અથડાઈને તૂટી જઈશું, પણ ખડકને કોતરી જઈશું, તમે થોડો સમય આપો. -  ભાવિન ગોપાણી

business news amit trivedi share market stock market nifty sensex national stock exchange bombay stock exchange