News In Shorts:શૅરબજારે ટ્રેડ પ્લસ વન સેટલમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરી

28 January, 2023 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય શૅરબજારોએ શુક્રવારે ટૂંકા પતાવટ ચક્ર અથવા T+1 (ટ્રેડ પ્લસ વન) પ્રક્રિયા સફળતાપૂર્વક હાંસલ કરી છે

પ્રતીકાત્મક તસવીર

શૅરબજારે ટ્રેડ પ્લસ વન સેટલમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરી

ભારતીય શૅરબજારોએ શુક્રવારે ટૂંકા પતાવટ ચક્ર અથવા T+1 (ટ્રેડ પ્લસ વન) પ્રક્રિયા સફળતાપૂર્વક હાંસલ કરી છે, જે રોકાણકારો માટે નોંધપાત્ર મૂડી કાર્યક્ષમતા લાવશે અને સમગ્ર ઉદ્યોગ માટે જોખમ ઘટાડવામાં સુધારો કરશે.
ટ્રેડ પ્લસ વનનો અર્થ છે કે વાસ્તવિક વ્યવહારો થયાના એક દિવસની અંદર બજાર વેપાર-સંબંધિત સેટલમેન્ટ્સ ક્લિયર કરવાની જરૂર પડશે. અગાઉ, ભારતીય સ્ટૉક એક્સચેન્જો પર સોદા થયા પછી બે કામકાજના દિવસોમાં પતાવટ કરવામાં આવતી હતી.
ઇક્વિટી સેગમેન્ટમાં કોઈ પણ સિક્યૉરિટીઝમાં ૨૭ જાન્યુઆરીથી તમામ સોદા ટ્રેડ પ્લસ વનના આધારે સેટલ કરવામાં આવશે, એમ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડો ફેબ્રુઆરીથી ટી પ્લસ ટૂ સેટલમેન્ટ અપનાવશે

હવે રોકાણકારોને માત્ર રિડમ્પ્શનની રકમ બે દિવસમાં મળી જશે

ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓ પહેલી ફેબ્રુઆરીથી ઇક્વિટી સ્કીમ્સ માટે T+2ના ટૂંકા રિડમ્પ્શન પેમેન્ટ સાઇકલમાં જશે. હાલમાં રિડમ્પ્શન પ્રક્રિયા પૂર્ણ થયાના ત્રણ દિવસની અંદર રોકાણકારના બૅન્ક ખાતામાં ફન્ડ ટ્રાન્સફર કરવામાં આવે છે.
આ પગલું મ્યુચ્યુઅલ ફન્ડ રોકાણકારોને લાભ આપવા ઇક્વિટી બજારોના ટી પ્લસ વન સેટલમેન્ટ ચક્રને અનુરૂપ છે.
શુક્રવારથી ભારતીય ઇક્વિટી બજારો તમામ શૅરો માટે T+1 સેટલમેન્ટ સાઇકલ તરફ આગળ વધ્યા, સેટલમેન્ટ સાઇકલને એક દિવસ ટૂંકી કરી અને દરરોજ ફન્ડની ઉપલબ્ધતા બનાવી.
વર્તમાન કરતાં વહેલા.
મ્યુચ્યુઅલ ફન્ડ રોકાણકારોને આ લાભ આપવા માટે એવું નક્કી કરવામાં આવ્યું છે કે તમામ એએમસી ઇક્વિટી સ્કીમ્સ માટે T+2 રીડમ્પ્શન પેમેન્ટ સાઇકલમાં જશે અને પહેલી ફેબ્રુઆરી, ૨૦૨૩થી એકસરખી રીતે અમલમાં આવશે.
અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેટલમેન્ટ સાઇકલ સ્થિર થશે. અમે અમારા મ્યુચ્યુઅલ ફન્ડ રોકાણકારોને લાભ આપવા માગીએ છીએ અને એથી અમે સક્રિય પણ છીએ.

business news stock market