Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફુગાવો બાવીસ મહિનાના તળિયે જવા છતાં શૅરબજાર મૂડમાં ન આવ્યું, આઇટીમાં પસંદગીયુક્ત આકર્ષણ

ફુગાવો બાવીસ મહિનાના તળિયે જવા છતાં શૅરબજાર મૂડમાં ન આવ્યું, આઇટીમાં પસંદગીયુક્ત આકર્ષણ

17 January, 2023 04:47 PM IST | Mumbai
Anil Patel

સ્ટ્રૉન્ગ વૉલ્યુમ ગ્રોથમાં સુલા વાઇન યાર્ડ્સ જંગી વૉલ્યુમ સાથે ઝૂમ્યો, વરુણ બેવરેજિસને જેફરીઝનો બાયનો કૉલ મળ્યો : બજારની માર્કેટ બ્રેડ્થ બગડી, મોટા ભાગનાં સેક્ટોરલ માઇનસમાં 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


બૅન્કિંગમાં વ્યાપક સુધારા વચ્ચે બૅન્ક નિફ્ટી નરમ, સરકારી બૅન્કો ડિમાન્ડમાં : રિલાયન્સનાં પરિણામ ૨૦મીએ, શૅરમાં પીછેહઠ જારી : અદાણી ગ્રીન સાડાનવ ટકા ઊછળ્યો, નાયકાએ લાઇફટાઇમ વર્સ્ટ લેવલ બતાવ્યું : શૅરવિભાજનની નોટિસ લાગતાં ભારત ઍગ્રિફર્ટ ૧૨૦૦ નજીક પહોંચ્યો, નૅશનલ સ્ટાન્ડર્ડ્‍સમાં સતત ત્રીજી ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી : સ્ટ્રૉન્ગ વૉલ્યુમ ગ્રોથમાં સુલા વાઇન યાર્ડ્સ જંગી વૉલ્યુમ સાથે ઝૂમ્યો, વરુણ બેવરેજિસને જેફરીઝનો બાયનો કૉલ મળ્યો : બજારની માર્કેટ બ્રેડ્થ બગડી, મોટા ભાગનાં સેક્ટોરલ માઇનસમાં 

ફુગાવાની ફિકર હવે હાંસિયામાં ધકેલાતી જાય છે. ડિસેમ્બરમાં જથ્થાબંધ ભાવાંકની રીતે ફુગાવાનો દર ૪.૯૫ ટકા નોંધાયો છે, જે ૨૨ મહિનાની બૉટમ છે. હવે એફઆઇઆઇનો મૂડ બદલાય એની રાહ જોવાય છે. ચાલુ મહિનાના પૂર્વાર્ધમાં અત્યાર સુધીમાં એફઆઇઆફ સતત વેચવાલ રહી છે, કુલ મળી ૧૭૪૦૯ કરોડની રોકડી કરી છે. ચાઇનામાં કોવિડના નવા ઊથલા વચ્ચે સરકારે ઝીરો-કોવિડ પૉલિસીનો ત્યાગ કર્યો છે. સરકારી આંકડા પ્રમાણે નવા ઉત્પાતમાં ૩૫ દિવસમાં ત્યાં ૫૯૯૩૮નાં મૃત્યુ થયાં છે. જોકે એના આ આંકડા પર કોઈને વિશ્વાસ નથી. બિનસત્તાવાર અંદાજ પ્રમાણે કોવિડ પ્રેરિત મૃત્યુનો આંકડો ૯ લાખનો હોવાનું જાણવા મળે છે. ચાઇનીઝ શૅરબજારનો શાંઘાઇ ઇન્ડેક્સ જોકે સોમવારે એક ટકો વધીને ૩૨૨૮ થયો છે.



તાઇવાન, સાઉથ કોરયા તથા ઇન્ડોનેશિયન બજારો પણ અડધા ટકાથી વધુ પ્લસ હતાં. હૉન્ગકૉન્ગ અને થાઇલૅન્ડ નામકે વાસ્તે સુધર્યા છે. જૅપનીઝ નિક્કી ૧.૨ ટકા અને સિંગાપોર અડધો ટકો ડાઉન હતા. ફુગાવો ઘટવાનો આશાવાદ પ્રબળ બનતાં ૨૦૨૩માં અત્યાર સુધી યુરોપનાં શૅરબજાર લગભગ સતત સુધારાતરફી રહ્યાં છે. ગઈ કાલે પણ આ વલણ રનિંગમાં જળવાયેલું દેખાયું છે. અલબત્ત સુધારાની માત્રા ઘણી નાની હતી. 


ઘરઆંગણે સેન્સેક્સ ૨૪૦ પૉઇન્ટ જેવો ગૅપમાં ઉપર ખૂલી ૧૬૮ પૉઇન્ટના ઘટાડામાં ૬૦૦૯૩ બંધ થયો છે. નિફ્ટી ૬૨ પૉઇન્ટ નરમ હતો. પૉઝિટિવ ઓપનિંગ બાદ શૅરઆંક ઉપરમાં ૬૦૫૮૭ થઈ નીચામાં ૫૯૯૬૪ થયો હતો. મોટા ભાગનાં સેક્ટોરલ ઘટ્યાં છે. પાવર, યુટિલિટી, આઇટી, ટેક્નૉલૉજીઝ એકથી દોઢ ટકા અપ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૬ ટકા મજબૂત રહ્યો છે. નિફ્ટી મીડિયા તેમ જ નિફ્ટી મેટલમાં ૧.૩ ટકાની નરમાઈ હતી. ટેલિકૉમ બેન્ચમાર્ક એકાદ ટકો કપાયો છે. માર્કેટ બ્રેડ્થ કમજોર પડી છે. એનએસઈ ખાતે ૭૮૪ શૅર પ્લસ તો ૧૨૩૬ કાઉન્ટર માઇનસ થયાં છે. દરમ્યાન ૨૭ જાન્યુઆરીથી તમામ લાર્જકૅપ અને બ્લુચિપ શૅરોમાં ટી+૧ (ટી પ્લસ વન)ની સેટલમેન્ટ સિસ્ટમ્સ લાગુ પડવાની છે. 

એચડીએફસી બૅન્કનાં પરિણામ તથા મારુતિનો ભાવવધારો બેકાર ગયાં 


સોમવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૧૮ શૅર સુધર્યા હતા. ટેક મહિન્દ્ર ત્રણ ટકા વધી ૧૦૩૪ના બંધમાં મોખરે હતો. એચસીએલ ટેક્નૉ દોઢ ટકા, ઇન્ફી ૧.૪ ટકા અને ટીસીએસ ૧.૧ ટકો વધ્યા છે. વિપ્રો પણ ૧.૩ ટકા અપ હતો. આઇટી હેવીવેઇટ્સની સાથે એકસેલ્યા, ઑનવર્ડ ટેક્નૉ, બિરલા સૉફ્ટ, સિએન્ટ, માસ્ટેક, લેટેન્ટવ્યુ, ઝેનસાર એકથી અઢી ટકા વધી હતી. રેટગેઇન અઢી ટકા, ન્યુજેન ૫.૭ ટકા, અલાઇડ ડિજિટલ ૮.૪ ટકા ઊંચકાયા હતા. સરવાળે આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૨૯ શૅરના સથવારે એક ટકો કે ૩૧૮ પૉઇન્ટ વધ્યો છે. રિલાયન્સનાં પરિણામ ૨૦મીએ છે. શૅર ૨૪૮૦ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૪૩૬ થઈ એકાદ ટકો ઘટી ૨૪૪૫ બંધ આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઇન્ફ્રાનાં રિઝલ્ટ પણ શુક્રવારે આવશે. ભાવ દોઢ ટકો ઘટી ૮૯૯ થયો છે. અદાણી એન્ટર. દોઢ ગણા કામકાજે ૨.૮ ટકા કે ૧૦૨ રૂપિયા ગગડ્યો છે. નિફ્ટી ખાતે આ શૅર વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. અદાણી પાવર બે ટકા, અદાણી વિલ્મર પોણો ટકો, એનડીટીવી અઢી ટકા, અદાણી પોર્ટ્સ એક ટકો નરમ હતા. અદાણી ગ્રીન પાંચ ગણા વૉલ્યુમમાં ૯.૫ ટકા કે ૧૮૧ રૂપિયાના જમ્પમાં ૨૦૯૩ થયો છે. 

ઍક્સિસ બૅન્કનાં ત્રિમાસિક પરિણામ ૨૩મીએ આવવાનાં છે. શૅર ૨.૩ ટકા બગડી ૯૧૩ બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર હતો. એચડીએફસી બૅન્ક એકંદર સારાં પરિણામને લઈ ૧૬૨૪ ઉપર મજબૂત ઓપનિંગ બાદ પ્રૉફિટ બુકિંગમાં ૧૫૮૦ થઈ એક ટકો ઘટી ૧૫૮૫ રહ્યો છે. એચડીએફસી એક ટકો ડાઉન હતો. મારુતિ સુઝુકીએ વાહનોના વેચાણભાવમાં આ વર્ષે બીજી વખત વધારો કર્યો છે, પણ શૅર ૮૫૦૯ની ઇન્ટ્રા-ડે હાઈથી ૮૩૪૬ થઈ પોણો ટકો ઘટી ૮૩૮૪ બંધ આવ્યો છે. એનટીપીસી, મહિન્દ્ર, આઇસીઆઇસીઆઇ બૅન્ક, હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજ ઑટો, હિન્દુ. યુનિલીવર, એસબીઆઇ લાઇફ પોણાથી સવા ટકો માઇનસ થયા છે. લાર્સન પોણો ટકો કટ થયો છ. પરિણામ ૩૦મીએ છે. 

આ પણ વાંચો : મકરસંક્રાંતિની પૂર્વસંધ્યાએ છેવટે બજારની પતંગ સુધારાની હવામાં આવી ખરી!

બૅન્ક નિફ્ટી નરમ, સાઇડ શૅર મજબૂત, નાયકામાં નવું ઑલટાઇમ બૉટમ 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સુધારા વચ્ચે પણ ૨૦૪ પૉઇન્ટ કે અડધો ટકો ઘટ્યો છે, જ્યારે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સુધારામાં દોઢ ટકા મજબૂત હતો. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૯ શૅર પ્લસ હતા. યુકો બૅન્ક ૮.૩ ટકાના જમ્પમાં ૩૩ નજીક હતો. ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૭.૩ ટકા, યુનિયન બૅન્ક ૫.૩ ટકા, પંજાબ સિંધ બૅન્ક પાંચ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૪.૯ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૪.૩ ટકા, ધનલક્ષ્મી બૅન્ક ૪.૮ ટકા પીએનબી ૩.૭ ટકા ઊંચકાયા છે. સ્ટેટ બૅન્ક અડધો ટકો વધી ૬૦૩ હતો. કોટક બૅન્ક સાધારણ પ્લસ તો ઇન્ડસઇન્ડ બૅન્ક અડધો ટકો અપ હતો. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૭માંથી ૬૨ શૅરના સુધારા વચ્ચે ૦.૬ ટકા ઘટ્યો છે. નાહર કૅપિટલ, ટૂરિઝમ ફાઇ. કૉર્પોરેશન, પૉલિસી બાઝાર, ચોલા મંડલમ ઇન્વે., જનરલ ઇન્શ્યૉરન્સ, રેપ્કો હોમ, આઇઆરએફસી, બીએફ ઇન્વેસ્ટમેન્ટ અઢીથી સવાત્રણ ટકા માઇનસ હતા. વીએલએસ ફાઇનૅન્સ ત્રણ ગણા કામકાજે ૪.૯ ટકાની મજબૂતીમાં ૧૭૫ થયો છે. પેટીએમ દોઢ ટકા ઘટ્યો છે. એલઆઇસી ૦.૪ ટકાના ઘટાડે ૭૧૦ રહ્યો છે. નાયકા અઢી ગણા વૉલ્યુમે ૧૩૯ની નવું ઑલટાઇમ બૉટમ બતાવી પાંચ ટકા લથડી ૧૪૦ થયો છે. બજાજ ફાઇ અડધો ટકો પ્લસ અને બજાજ ફિનસર્વ અડધો ટકો નરમ હતા. લાર્સન ફાઇનૅન્સે ૭૬ ટકાના વધારામાં ૩૯૪ કરોડના નેટ પ્રૉફિટ સાથે સારો દેખાવ કરતાં ૯૮ ઉપરની નવી ટોચે જઈ સાડાસાત ગણા વૉલ્યુમે ત્રણ ટકા વધીને ૯૫ થયો છે.

શૅરવિભાજનની નોટિસ પાછળ ભારત ઍગ્રિફર્ટ નવા બેસ્ટ લેવલે 

ભારત ઍગ્રિફર્ટ ઍન્ડ રિયલ્ટી ગઈ કાલે સવાયા કામકાજમાં ૧૧૯૮ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૫.૧ ટકાની આગેકૂચમાં ૧૧૫૫ બંધ થયો છે. કંપની તરફથી શૅરવિભાજન માટે ૧ ફેબ્રુઆરીએ બોર્ડ મીટિંગ નક્કી થઈ છે, જેમાં સંભવત: ૧૦ના શૅરનું એક રૂપિયામાં વિભાજન જાહેર થશે. હાલમાં ઇક્વિટી ૫૨૮ લાખ રૂપિયા કે ૫૨.૮૫ લાખ શૅરની છે, જેમાંથી ૬૭.૯ ટકા માલ એટલે કે ૩૫.૮૯ લાખ શૅર પ્રમોટર્સ પાસે છે. ૧૬.૯૬ લાખ શૅરના પબ્લિક હોલ્ડિંગમાંથી ૪.૩૫ લાખ શૅર ૬ જેટલા હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ પાસે છે જે પેઇડઅપના સવાઆઠ ટકા થવા જાય છે. ૩.૮ ટકા કે લગભગ બે લાખ શૅર એનઆરઆઇ પાસે છે, જ્યારે ૪૧૩૦ જેટલા નાના રોકાણકારો પાસે ૧૮.૧ ટકા કે ૯.૫૭ લાખ શૅર છે. શૅરવિભાજનના પગલે બજારમાં ફરતો માલ કે લિક્વિડિટી વધશે. પ્રમોટર્સ હોલ્ડિંગમાંથી એક પણ શૅર ગીરવી નથી. સેન્સેક્સ નિફ્ટી છેલ્લા એક વીકમાં એક ટકો અને મહિનામાં બે ટકા ઘટ્યા છે. સામે ભારત ઍગ્રિફર્ટ સપ્તાહમાં ૮.૩ ટકા અને મહિન્દ્રમાં ૨૭.૫ ટકા વધ્યો છ. દરમ્યાન કેપીઆઇ ગ્રીન ૧૮મીએ શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થવાની છે. ભાવ ઉપરમાં ૮૮૫ થઈ દોઢ ટકાના સુધારે ૮૭૧ બંધ થયો છે. આરતી સર્ફક્ટન્ટ ૧૭ શૅરદીઠ બેના ધોરણે મંગળવારે એક્સ-રાઇટ થવાનો છે. શૅર ગઈ કાલે સવા ટકો વધી ૬૪૯ રહ્યો છે. રાઇટનો ભાવ શૅરદીઠ ૫૫૫ રૂપિયા નક્કી થયો છે. 

જસ્ટ ડાયલ રિઝલ્ટના પગલે તેજીની સર્કિટમાં, વોડાફોનમાં નવું બૉટમ

રિલાયન્સ ગ્રુપની જસ્ટ ડાયલે ડિસેમ્બર ક્વૉર્ટરમાં ત્રણ ગણા વધારામાં ૭૫ કરોડથી વધુનો નેટ પ્રૉફિટ કરતાં શૅર ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૬૪૪ નજીક બંધ થયો છે. નૅશનલ સ્ટાન્ડર્ડ્સ ૨૦ ટકાની તેજીની સર્કિટની હૅટ-ટ્રિકમાં ૧૦૪૨ રૂપિયાના ઉછાળે ૬૮૫૩ નજીક પહોંચ્યો છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી સુલા વાઇન યાર્ડ્સ સ્ટ્રૉન્ગ વૉલ્યુમ ગ્રોથમાં ૩૮૮ની ઑલટાઇમ હાઈ બનાવી ૬૦ ગણા જંગી કામકાજે ૧૪.૫ ટકા ઊછળી ૩૭૨ વટાવી ગયો છે. જેફરીઝ દ્વારા ૧૫૪૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ જાળવી રાખતાં વરુણ બેવરેજિસ સાડાસાત ટકાના જમ્પમાં ૧૨૨૦ થયો છે. રેટન ઇન્ડિયાએ ઇલે. મોટરબાઇક ઉત્પાદક રિવૉલ્ટ મોટર્સનો ૧૦૦ ટકા હિસ્સો હસ્તગત કરી લેતાં શૅર ૨૦ ગણા કામકાજે ૧૫ ટકાની તેજીમાં ૪૯ નજીક ગયો છે. ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ૨૦ ટકાના જમ્પમાં ૧૧૦ તો ટેક્નૉ પૅક પૉલિમર્સ ૧૯ ટકા ઊંચકાઈ ૧૨૭ બંધ હતા. મ્યુઝિક બ્રૉડકાસ્ટ અર્થાત્ રેડિયો સિટી આઠ ગણા વૉલ્યુમે વીસેક ટકા તૂટી ૧૭ના ઐતિહાસિક તળિયે બંધ રહ્યો છે. મૅક્ડોનાલ્ડ ફેમ વેસ્ટલાઇફ ફુડવર્ક્સ પોણાપાંચ ટકા લથડી ૬૯૦ હતો. વોડાફોને ૭.૧૩નું નવું બૉટમ બનાવી સવા ટકાના ઘટાડે ૭.૨૨નો બંધ આપ્યો છે. ગ્લેન્ડફાર્મા હેસ્ટર બાયો. ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સ, લૌરસ લૅબ, ન્યુરેકા, આરતી ઇન્ડ. જેવા હેલ્થકૅર શૅરો નરમાઈની આગેકૂચમાં નવી ઐતિહાસિક નીચી સપાટીએ ગયા હતા. મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરના ઘટાડે એક ટકો બગડ્યો છે. નાલ્કો નહીંવત્ પ્લસ હતો. 

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2023 04:47 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK