કોવિડ-19 વેક્સિનની તાત્કાલિક મંજૂરીને કારણે શૅર બજારમાં તેજી, સેન્સેક્સ 661 અંક ઉછળીને બંધ

13 April, 2021 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સરકારે કોવિડ-19 વેક્સિનોને માટે તાત્કાલિક મંજૂરી આપી દીધી છે, જેના બાદ શૅર બજારમાં વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 661 અંકની તેજી સાથે 48,544 અંક પર બંધ થયું છે.

પ્રતીકાત્મક તસવીર

સરકારે કોવિડ-19 વેક્સિનોને માટે તાત્કાલિક મંજૂરી આપી દીધી છે, જેના બાદ શૅર બજારમાં વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 661 અંકની તેજી સાથે 48,544 અંક પર બંધ થયું છે. કારોબાર દરમિયાન તે 48,627 અંકના ઉચ્ચતમ અને 47,775 અંકની નીચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પણ 194 અંકની તેજી સાથે 14,505 અંક પર બંધ થયું છે. સેન્સેક્સના 30 શૅરોમાંથી 23 શૅર્સ તેજી સાથે બંધ થયા છે.

સેન્સેક્સ આજે શરૂઆતના કારોબાર દરમિયાન 200 અંકથી વધારે ઉપર ચઢ્યો હતો. આ દરમિયાન 30 શૅરો પર આધારિત ઈન્ડેક્સ 236.71 અંક એટલે 48,120.09 પર પહોંચી ગયો છે. તેમ જ વ્યાપક એનએસઈ નિફ્ટી 68.55 અંક એટલે 0.48 ટકા વધીને 14,379.35 પર પહોંચી ગયો છે. સેન્સેક્સમાં સૌથી વધારે ત્રણ ટકાની તેજી ઓએનજીસીમાં થઈ છે.

છેલ્લા કારોબારમાં સેન્સેક્સ 1707.94 અંક એટલે 3.44 ટકા ઘટીને 47.883.38 પર અને નિફ્ટી 524.05 અંક એટલે 3.53 ટકા ઘટીને 14,310.80 પર બંધ થયું છે.

ટ્રેડર્સ મુજબ રોગચાળાની બીજી તરંગ અપેક્ષા કરતા વધુ ભયાનક બની રહી છે અને સ્થાનિક લૉકડાઉન વધતા સહભાગીઓ દ્વારા હવે તેમની રિકવરીની આગાહીનું પુન:મૂલ્યાંકન કરી રહ્યા છે.

business news sensex nifty national stock exchange bombay stock exchange