સેંસેક્સમાં આવ્યો લગભગ 1 હજાર પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી પણ ઉપર

21 June, 2022 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નિફ્ટી પણ વધારા સાથે 15,600 અંક પર પહોંચી ગયું છે. ગયા અઠવાડિયે સ્ટૉકમાં ભારે વેચવાલીનો દોર જોવા મળ્યો અને માર્કેટ લગભગ 6 હજાર અંક નીચે આવી. આજે તેજીનું વલણ છે.

પ્રતીકાત્મક તસવીર

શૅર માર્કેટ (Stock Market)માં મંગળવારે સતત બીજા વેપારી દિવસમાં ઉપર ચડતા બધા સેક્ટરમાં તેજી જોવા મળી. વૈશ્વિક બજારમાંથી સકારાત્મક વલણની અસરથી સેન્સેક્સે મંગળવારે લગભગ 1 હજાર પૉઇન્ટ (934 અંક)નો વધારો હાંસલ કર્યો છે. જ્યારે નિફ્ટી પણ વધારા સાથે 15,600 અંક પર પહોંચી ગયું છે. ગયા અઠવાડિયે સ્ટૉકમાં ભારે વેચવાલીનો દોર જોવા મળ્યો અને માર્કેટ લગભગ 6 હજાર અંક નીચે આવી. આજે તેજીનું વલણ છે. અન્ય એશિયન માર્કેટમાં સકારાત્મકતાનું વલણ અનુસરતા પ્રમુખ બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટીમાં મંગળવારે શરૂઆતી વેપારમાં તેજી જોવા મળી. આ દરમિયાન સેન્સેક્સ 438.48 અંકના વધારા સાથે 52,036.32 પર વેપાર કર્યું, જ્યારે નિફ્ટી 139.355 અંક ચડીને 15,489.50 પર આવ્યું.

સેંસેક્સમાં ટાઇટન, ડૉ. રેડ્ડીઝ, તાતા સ્ટીલ, ભારતીય સ્ટેટ બેન્ક અને એનટીપીસી વધારા સાથે વેપાર કર્યો. બીજી તરફ હિંદુસ્તાન યૂનિલીવર લિમિટેડ, કોટક મહિન્દ્રા બેન્ક અને ભારતી એરટેલમાં ઘટાડો થયો. અન્ય એશિયન બજારમાં હૉંગકૉંગ, શંઘાઈ, ટોક્યો અને સોયોલના બજાર મધ્ય સત્રના સોદામાં ગ્રીન સાઇનમાં હતા. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય તેલ સૂચકાંક બ્રેંટ ક્રૂડ 0.96 ટકા ઉછાળા સાથે 115.20 ડૉલર પ્રતિ બેરલ પહોંચ્યું.

આ પહેલા સોમવારે યૂરોપીય બજારમાં તેજી વચ્ચે ઘરગથ્થૂ શેર માર્કેટમાં છેલ્લા છ દિવસથી ચાલતા ઘટાડાનો સિલસિલો થોભ્યો અને ઉતાર-ચડાણભર્યા વેપારમાં સેંસેક્સ 237 અંકના વધારા સાથે બંધ થયું. ત્રીસ શૅર પર આધારિત બીએસઇ સેન્સેક્સ 237.42 અંક એટલે કે 0.46 ટકાના વધારા સાથે 51,597 અંક પર બંધ થયો. વેપાર દરમિયાન માનક સૂચકાંક 51,714.61 અંકના ઉચ્ચ સ્તરે અને 51,062.93 અંકના નીચલા સ્તર સુધી આવી ગયું હતું. આ રીતે, નેશનલ સ્ટૉક એક્સચેન્જનું નિફ્ટી પણ 56.65 અંક એટલે કે 0.37 ટકા વધીને 15,350.15ના અંક પર બંધ થયું. સેન્સેક્સની કંપનીઓમાં હિંદુસ્તાન યૂનિલીવર, એચડીએફસી, વિપ્રો, અલ્ટ્રાટેક સીમેન્ટ, એશિયન પેન્ટ્સ અને એચડીએફસી બેન્કના શૅર લાભમાં રહ્યા. તો, તાતા સ્ટીલ, ઇંડ્સઇંડ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી અને ભારતીય સ્ટેટ બેન્કના શૅર ઘટાડા સાથે બંધ થયા.

જિયોજિત ફાઇનેન્શલ સર્વિસિસના શોધ પ્રમુખ વિનોદ નાયરે કહ્યું કે વૈશ્વિક બજારમાં સકારાત્મકતાએ ઘરગથ્થૂ બજારને સકારાત્મક રીતે વેપાર કરવા માટે પ્રેરિત કર્યા. આથી મોટી કંપનીઓના શૅરમાં સૌથી વધારે લાભ થયો, જ્યારે મિડકૈપ (મધ્યના) અને સ્મૉલકૅપ (નાના)માં ઘટાડા સાથે વેપાર ચાલ્યો. તેમણે કહ્યું કે હાલની મુદ્રાસ્ફિતી દબાણ અને નીતિગત દરના કડક રહેવાની ચિંતાએ ઘરગથ્થૂ બજારમાં વધારાને સીમિત કર્યા. આ સિવાય બીએસઇનું સ્મૉલકૅપ 2.95 ટકા મિડકૅપ સૂચકાંક 1.39 ટકા ગગડ્યું.

એશિયાના અન્ય બજારમાં જાપાનના નિક્કી, દક્ષિણ કોરિયાની કૉસ્પી અને ચીનનું શંઘાઈ કંપોઝિટ નુકસાનમાં રહ્યા જ્યારે હૉંગકૉંગના હૈંગસેંગ સૂચકાંક લાભ સાથે બંધ થયું. યૂરોપીય બજારમાં બપોરે વેપારમાં તેજીનું વલણ હતું. આ વચ્ચે, આંતરરાષ્ટ્રીય તેલ માનક બ્રેન્ટ ક્રૂડ 0.06 ટકા વધીને 113.2 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચ્યું. શૅર માર્કેટના આંકડા પ્રમાણે વિદેશી સંસ્થાગત ઇન્વેસ્ટરો માર્કેટમાંથી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કાઢી રહ્યા છે. તેમણે શુક્રવારે 7,818.61 કરોડ રૂપિયાના શૅર વેચ્યા.

business news sensex nifty stock market national stock exchange bombay stock exchange