SBI એ ગ્રાહકોને આપ્યો ઝટકો, FD પરના સાતમીવાર વ્યાજમાં કર્યો ઘટાડો

08 November, 2019 04:15 PM IST  |  Mumbai

SBI એ ગ્રાહકોને આપ્યો ઝટકો, FD પરના સાતમીવાર વ્યાજમાં કર્યો ઘટાડો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા

ભારતની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank of India) એ ગ્રાહકોને ઝટકો આપ્યો છે. એસબીઆઇએ રીટેલ ટર્મ ડીપોઝીટ એટલે કે ફિક્ષ ડિપોઝીટ અને બલ્ડ ટર્મ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં ઘટાડો કર્યો છે. એફડી પર વ્યાજદરમાં 15 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ટર્મ ડિપોઝિટની મર્યાદા એક વર્ષથી 2 વર્ષ સુધીની છે. તો બીજીબાજુ બલ્ડ ટર્મ ડિપોઝિટ પર વ્યાજ દરમાં 30 થી 75 બેસિસ પોઇન્ટ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દર 10 નવેમ્બર 2019 થી લાગુ થઇ રહ્યા છે. વધુમાં ઉમેર્યું કે રિકરિંગ ડિપોઝિટ પર સામાન્ય નાગરિકોને 6.25 થી 6.40 ટકા વ્યાજ મળી રહ્યું છે. બીજીબાજુ વરિષ્ઠ નાગરીકો માટે આદર 6.75 થી 6.90 ટકા છે.

SBI
45 દિવસ માટે FD પર 4.50 ટકા વ્યાજ આપશે
એસબીઆઇએ 7 થી 45 દિવસ માટેની
FD પર 4.50 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી છે. આવી જ રીતે 46 દિવસેથી 179 દિવસે માટે એફડી પર 5.80 ટકા વ્યાજ મળશે. જ્યારે 1 વર્ષ સુધી એફડી પર બેંક 6.80 ટકા વ્યાજ આપશે. જો 1 વર્ષથી 2 વર્ષ સુધીની વાત કરીએ તો એફડી પર 6.25 ટકાનું વ્યાજ મળશે. જ્યારે ૨ વર્ષથી 3 વર્ષથી 5 વર્ષથી અને 10 વર્ષથી માટેની એફડી પર બેંક 6.25 ટકા વ્યાજ આપશે એવી જ રીતે સીનીયર સીટીઝમ માટે પણ  એફડી વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો બેંક સીનીયર સીટીઝનને 7-45 દિવસ સુધીની ડિપોઝિટ પર 5.00 ટકા વ્યાજ મળશે.

આ પણ જુઓ : રાધિકા મર્ચન્ટ નીતા અને મુકેશ અંબાણી સાથે વરલીના NBA ગેમ્સમાં જોવા મળ્યા

સિનિયર સીટિઝનને 6.75 ટકા વ્યાજ આપશે
તો બીજી બાજુ 1 વર્ષથી 2 વર્ષથી 3 વર્ષથી 5 વર્ષથી અને 10 વર્ષથી માટેની એફડી પર બેંક સિનિયર સિટિઝનને 6.75 ટકા વ્યાજ આપશે. ઉલ્લેખનીય છે કે એસબીઆઇએ હાલના નાણાકીય વર્ષ પહેલા 8 મહીનામાં ૭મી વાર વ્યાજદરો ઘટાડયા છે.એસબીઆઇના એફડી નવા દરો 10 નવેમ્બર 2019થી લાગુ થશે. જો કે એસબીઆઇ હોમ અથવા ઓટો લોન લેનારા ગ્રાહકોને રાહત પણ આપી છે. બેંકના માર્જિનલ લેંડિગ રેટ એટલે કે એમસીએલઆરને ઘટાડી દિધા છે.

business news state bank of india