Share Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સમાં 200 અંકથી વધારે તેજી

13 April, 2021 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશમાં વધી રહેલા કોરોના વાઈરસના કારણે દેશમાં હોબાળો મચી ગયો છે, જેના કારણે સોમવારે ભારે ઘટાડો નોંધાયો હતો. આજે સપ્તાહના બીજા કારોબારના દિવસે શૅર બજાર ગ્રીન માર્ક પર ખુલ્યું.

બીએસઈ

દેશમાં વધી રહેલા કોરોના વાઈરસના કારણે દેશમાં હોબાળો મચી ગયો છે, જેના કારણે સોમવારે ભારે ઘટાડો નોંધાયો હતો. આજે સપ્તાહના બીજા કારોબારના દિવસે શૅર બજાર ગ્રીન માર્ક પર ખુલ્યું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ લગભગ 191 અંકોની તેજી સાથે 48,075 પર ખુલ્યું. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 58 અંકના વધારા સાથે 14,369ના સ્તર પર ખુલ્યું છે.

સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોમવારે શૅર બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું છે. સેન્સેક્સ લગભગ 1707.94 અંકના ઘટાડા સાથે 47883.38 અંકના સ્તર પર બંધ થયું છે. તેમ જ નિફ્ટી 524.10 અંકના ઘટાડા સાથે 14310.80 અંકના સ્તર પર બંધ થયું છે.

ટ્રેડર્સે કહ્યું કે રોગચાળાની બીજી તરંત નોંધપાત્ર પ્રમાણમાં વધુ ભયાનક બની રહી છે અને સ્થાનિક લૉકડાઉન વધતાં સહભાગીઓ હવે તેમની રિકવરીની આગાહીનું પુન:મૂલ્યાંકન કરી રહ્યા છે. રૂપિયો પ્રતિ ડૉલર 75ની પાર ચાલ્યો છે. સોમવારે 32 પૈસાના ઘટાડા સાથે રૂપિયો પ્રતિ ડૉલર 75.05 પર બંધ થયો છે.

સોમવારના સત્રમાં રોકાણકારોએ 8.77 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, એનાંથી બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કૂલ બજાર કેપિટલાઈઝેશન 200.85 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

business news sensex nifty national stock exchange bombay stock exchange