શૅર બજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 289 નીચે

14 June, 2019 03:43 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 289 નીચે

શૅર બજાર ઘટાડા સાથે બંધ

ભારતીય શૅર બજારમાં ઘટાડાનો રાઉન્ડ ચાલુ છે અને એનો અસર સપ્તાહના અંતિમ દિવસે પણ નજર આવ્યો છે. સવારે લાલ નિશાન સાથે બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ બપોરે 164 અંકોના ઘટાડા સાથે 39,582ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. ત્યા નિફ્ટી 55 અંક ઘટીને 11,858ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.

દિવસ સાથે ઘટાડો વધતો ગયો અને અંતમાં આ 289 અંકોની કમજોરી સાથે 39,452ના સ્તર પર બંધ થયું જ્યા નિફ્ટી 105 અંક ઘટીને 11,808ના સ્તર પર બંધ થયું છે.

આ પણ વાંચો : સેન્સેક્સમાં 73 અંકનો ઘટાડો, નિફ્ટી 11800ની નજીક

એની પહેલા ગુરૂવારે ખરીદદારીની કોઈ વિશેષ પ્રેરણાના અભાવમાં શૅર બજારોમાં સુસ્તી રહી છે. બીએસઈના સેન્સેક્સ 15.45 અંકોના ઘટાડા સાથે 39,741.36 પર બંધ થયું. નેશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ના નિફ્ટી 7.85 અંકોની તેજી સાથે 11,914.05 પર બંધ થયું.

sensex bombay stock exchange national stock exchange business news