સેન્સેક્સમાં 73 અંકનો ઘટાડો, નિફ્ટી 11800ની નજીક

દલાલ સ્ટ્રીટ મુંબઈ | Jun 14, 2019, 10:01 IST

શરૂઆતના કારોબારમાં ભારતીય શૅર બજારમાં ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે.

સેન્સેક્સમાં 73 અંકનો ઘટાડો, નિફ્ટી 11800ની નજીક
શૅર બજારમાં સુસ્ત કારોબાર

શરૂઆતના કારોબારમાં ભારતીય શૅર બજારમાં ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 39,699.24 સુધી ગગડ્યા જ્યારે નિફ્ટીએ 11,887.85 સુધી પહોંચ્યું. સેન્સેક્સ 0.18% અને નિફ્ટીમાં 0.26%ની નબળાઈ દેખાઈ રહી છે.

સાથે જ મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યું છે. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.12% નબળાઈ છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.19%નો ઘટાડો દેખાઈ રહ્યો છે. BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.02% વધ્યા છે.

હાલમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 73.16 અંક એટલે કે 0.18%ના ઘટાડાની સાથે 39668.20ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 31.30 અંક એટલે કે 0.26% ઘટીને 11882.70ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, રિયલ્ટી, ફાર્મા, IT, ઑટો અને એફએમસીજી શેરોમાં 0.11% વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.20% ઘટાડાની સાથે 30915.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં જબરજસ્ત વિરોધ છતાંય અદાણીની કોલ માઈનને મંજૂરી

દિગ્ગજ શેરોમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ઝી એન્ટરટેનમેન્ટ, ઈન્ડુસઈન્ડ બેન્ક, ડૉ.રેડ્ડીઝ, ગ્રાસિમ અને ટાટા મોટર્સ ઘટીને કારોબાર કરી રહ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં પાવર ગ્રિડ, વેદાંતા, ઓએનજીસી, ગેલ, યુપીએલ, કોલ ઈન્ડિયા, વિપ્રો અને બજાજ ફાઈનાન્સમાં વધારો જોવા મળી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK