Share Market: રૂપયો ઘટ્યો, સેન્સેક્સ સતત પાંચમા દિવસે 1158 પોઈન્ટ ઘટ્યો

12 May, 2022 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેન્સેક્સ 2.14 ટકા ઘટીને 52,930 પર અને નિફ્ટી 359 ટકા ઘટીને 15,808 પર આવી ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

શેરબજારમાં સતત પાંચમા સત્રમાં ઘટાડો નોંધાયો છે, આજે કારોબારના અંતે સેન્સેક્સ 1158 પોઈન્ટ તૂટ્યો, જ્યારે નિફ્ટી 359 પોઈન્ટ તૂટ્યો હતો. સેન્સેક્સ 2.14 ટકા ઘટીને 52,930 પર અને નિફ્ટી 359 ટકા ઘટીને 15,808 પર આવી ગયો હતો.

ડૉલર સામે રૂપિયો સતત નબળો પડતાં આજે રૂપિયામાં 19 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. ડૉલરની સરખામણીએ રૂપિયો 77.42 સુધી નબળો પડ્યો છે. શેરબજારમાં આજે 747 કંપનીઓના શેર ઉછળ્યા હતા અને 2542 ઘટ્યા હતા. 84 કંપનીઓના શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

ઓટો, મેટલ, એનર્જી, ઓઈલ ઍન્ડ ગેસ, બેન્ક આઈટી, ફાર્મા અને રિયલ્ટી સેક્ટર સહિતના તમામ સેક્ટરના શેર આજે માર્કેટ બંધ થતાં સમયે વેચાતા જોવા મળ્યા હતા. પરિણામે આ કંપનીઓના શેરમાં 1 થી 4 ટકાનો ઘટાડો થયો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપમાં પણ ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ગુરુવારે અદાણી પોર્ટ્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝના નિફ્ટીમાં તીવ્ર ઘટાડો થયો હતો, જ્યારે એકમાત્ર કંપની વિપ્રોનો શેર વધ્યો હતો.

business news share market stock market nifty sensex national stock exchange bombay stock exchange