શૅર બજારે તોડ્યા રેકૉર્ડ, પહેલીવાર સેન્સેક્સ 63000ની પાર, 2.52 લાખ કરોડનો નફો

30 November, 2022 04:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નિફ્ટીની વાત કરીએ તો આ 18,800 અંકના સ્તરે આવીને થોભ્યું. કારોબાર દરમિયાન નિફ્ટીએ 18820 અંકના સ્તરે પહોંચ્યું.

પ્રતીકાત્મક તસવીર

ભારતીય શૅર બજાર (Indian Share Market) દરરોજ પોતાના જૂના રેકૉર્ડ (Breaking Record) તોડી રહ્યું છે. અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસ એટલે કે બુધવારે સેન્સેક્સ અને નિફ્ટી, બન્નેમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો અને આ નવા શિખર સુધી પહોંચ્યા. પહેલીવાર સેન્સેક્સની ક્લોઝિંગ (Sensex Closing) 63000 અંક પાર કરીને થઈ તો નિફ્ટી (Nifty) પણ 19 હજાર અંકની નજીક પહોંચ્યું છે.

વેપાર દરમિયાન સેન્સેક્સે 63303.01 અંકના સ્તરે પહોંચ્યું, જે ઇન્ડેક્સના અત્યાર સુધીનો મેક્સિમમ સ્તર છે. નિફ્ટીની વાત કરીએ તો આ 18,800 અંકના સ્તરે આવીને થોભ્યું. કારોબાર દરમિયાન નિફ્ટીએ 18820 અંકના સ્તરે પહોંચ્યું.

ઇન્વેસ્ટરોને બમ્પર નફો: BSE ઇન્ડેક્સ પર માર્કેટ કેપિટલ 2,88,67,994.28 કરોડ રૂપિયા છે. એક દિવસ પહેલા બીએસઈ માર્કેટ કેપ 2,86,15,170.00 કરોડ હતી. એક દિવસમાં ઇન્વેસ્ટરોની રકમ 2.52 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. છેલ્લે 21 નવેમ્બરથી જોઈએ તો ઇન્વેસ્ટર્સની રકમમાં લગભગ 7 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. 

માર્કેટને બૂસ્ટ મળવાનું કારણ: જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયર પ્રમાણે ભારતીય બજારને લઈને વિદેશી ઇન્વેસ્ટરનો રસ વધી રહ્યો છે. જોકે, બજારને અમેરિકાના સેન્ટ્રલ બેન્ક ફેડ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પૉવેલના નિવેદનની રાહ જોઈ રહ્યા છે. અમેરિકામાં મોંઘવારી અને મંદીને લઈને છેડાયેલા વિવાદ વચ્ચે જેરોમ પૉવેલનું નિવેદન દેશની ઇકોનૉમીની તસવીર સ્પષ્ટ કરી દેશે.

આની સાથે જ ફેડ રિઝર્વની ભવિષ્યની યોજના વિશે પણ સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. આ બધુ અમેરિકાની ઈકોનૉમીની દિશા નક્કી કરવામાં મદદ કરી શકે છે. આ જ કારણ છે કે ભારતીય બજારના ઇન્વેસ્ટર્સને પણ જેરોમ પૉવેલના નિવેદનનું ઇંતેજાર છે. આ સિવાય ચીનમાં કોવિડ-19 પ્રતિબંધમાં બાંધછોડ કરવાથી વૈશ્વિક બજારને રાહત મળી રહી છે.

આ પણ વાંચો : તાતા સન્સે કરી ઍર ઈન્ડિયા અને `વિસ્તારા`ના મર્જરની જાહેરાત

જીડીપી આંકડા પર નજર: ભારતીય બજારમાં તેજી પણ આ કારણે પણ મહત્વની છે કારણકે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રૈમાસિક (જુલાઈ-સપ્ટેમ્બર)ના જીડીપીના આંકડા પણ જાહેર કરવામાં આવશે. રાષ્ટ્રીય આંકડા કાર્યલાય તરફથી જાહેર થનારા આંકડા સાથે એગ્રી, મેન્યુફેક્ચરિંગ સહિત અન્ય સેક્ટરના પ્રદર્શન વિશે પણ માહિતી મળશે. છેલ્લા નાણાંકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ત્રૈમાસિકમાં જીડીપીનો વૃદ્ધિ દર 8.4 ટકા રહ્યો.

રૂપિયો પણ મજબૂત: આ દરમિયાન, ડૉલરની તુલનામાં ભારતીય કરન્સી રૂપિયો મજબૂત થયો છે. બુધવારે રૂપિયા 33 પૈસા મજબૂત થઈને 81.39ના સ્તરે બંધ થયો. જણાવવાનું કે અમેરિકન ચલણની તુલનામાં રૂપિયો મંગળવારે ચાર પૈસાના ઘટાડાની સાથે 81.72 ડૉલર પર બંધ થયો.

business news sensex nifty bombay stock exchange national stock exchange