27 September, 2023 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Share Market Opening: ઘરેલુ માર્કેટ બુધવારે સતત સાતમા દિવસે મંદીનો સામનો કરી રહ્યું છે. બંને મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ આજે પણ ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી છે. છેલ્લા સપ્તાહથી બજારમાં સતત દબાણ જોવા મળી રહ્યું છે.
સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ લગભગ 170 પોઈન્ટના ઘટાડા સાથે 65,775 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી 40 પોઈન્ટથી વધુ ઘટીને 19,620 પોઈન્ટની નજીક આવી ગયો હતો.બજાર ખુલતા પહેલા ગિફ્ટી સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ લગભગ સ્થિર હતા. જ્યારે પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને મામૂલી નુકસાનમાં હતા.
છેલ્લા અઠવાડિયાથી બજાર ઘટી રહ્યું છે
આના એક દિવસ પહેલા મંગળવારે સ્થાનિક બજારમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો નોંધાયો હતો. મંગળવારે BSE સેન્સેક્સ 80 પોઈન્ટ ઘટીને 65,925 પોઈન્ટની નજીક બંધ થયો હતો. જ્યારે નિફ્ટી લગભગ 30 પોઈન્ટના ઘટાડા સાથે 19,637 પોઈન્ટની નજીક હતો. ગત સપ્તાહે સોમવારથી દરેક સેશનમાં માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો અઢી ટકાથી વધુ ઘટ્યા હતા.
અમેરિકન માર્કેટમાં ઘટાડો યથાવત
ઘટાડાનો સમયગાળો અમેરિકન બજાર પર વર્ચસ્વ જાળવી રાખે છે. મંગળવારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.14 ટકા ઘટ્યો હતો. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 1.57 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને S&P 500 ઇન્ડેક્સમાં 1.47 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારના કારોબારમાં એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. દિવસના કારોબારમાં જાપાનનો નિક્કી 0.47 ટકાના નુકસાનમાં છે, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ 0.69 ટકા મજબૂત છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પણ 0.27 ટકા ઉપર છે.
શરૂઆતી કારોબારમાં મોટા શેરોમાં ઘટાડો થયો હતો
મોટાભાગના મોટા શેરો શરૂઆતના કારોબારમાં ઘટ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 9 જ ગ્રીન ઝોનમાં છે, જ્યારે 21માં ઘટાડો થયો છે. એલએન્ડટી, સન ફાર્મા, ઇન્ડસઇન્ડ બેન્ક જેવા શેરમાં થોડો વધારો છે. બીજી તરફ ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા જેવા શેરો ઘટી રહ્યા છે.