Share Market Opening: માર્કેટ ખૂલતા જ સેન્સેક્સ 100 પોઈન્ટ ઉપર, ટેક મહિન્દ્રાના શેરમાં અપર સર્કિટ

26 April, 2024 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એશિયન બજારો (Share Market Opening)ના સમર્થન વચ્ચે સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સ્થાનિક બજારે ટ્રેડિંગની સારી શરૂઆત કરી હતી

પ્રતીકાત્મક તસવીર

એશિયન બજારો (Share Market Opening)ના સમર્થન વચ્ચે સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સ્થાનિક બજારે ટ્રેડિંગની સારી શરૂઆત કરી હતી. સવારે કારોબાર શરૂ થતાની સાથે જ સેન્સેક્સ લગભગ 115 પોઈન્ટ ઉછળ્યો હતો. સ્થાનિક બજાર સતત છઠ્ઠા દિવસે મજબૂતીના માર્ગ પર છે.

સવારે 9.20 વાગ્યે બીએસઈનો 30 શેરો ધરાવતો ઈન્ડેક્સ સેન્સેક્સ (Share Market Opening) લગભગ 85 પોઈન્ટના વધારા સાથે 74,430 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50માં લગભગ 30 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને તે 22,600 પોઈન્ટની નજીક હતો.

પ્રી-ઓપન સત્રમાં સારા સંકેતો

માર્કેટમાં પહેલાથી જ સારી શરૂઆતના સંકેત દેખાઈ રહ્યા હતા. બજાર (Share Market Opening) ખૂલતા પહેલા, ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ જૂના સ્તરની સરખામણીમાં લગભગ 50 પોઈન્ટના વધારા સાથે 22,695 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યા હતા. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ લગભગ 170 પોઈન્ટથી મજબૂત હતો અને 74,500 પોઈન્ટને પાર કરી ગયો હતો. નિફ્ટીમાં પણ 50 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.

આ પહેલા ગુરુવારે પણ બજાર નફામાં હતું. ગુરુવારે BSE સેન્સેક્સ 486.50 પોઈન્ટ (0.66 ટકા) મજબૂત થઈને 74,339.44 પોઈન્ટ પર હતો. જ્યારે NSE નો નિફ્ટી 50 ગઈકાલે 167.95 પોઈન્ટ (0.75 ટકા)ના વધારા સાથે 22,620.40 પોઈન્ટ પર હતો. સ્થાનિક શેરબજારમાં આ સતત પાંચમું સત્ર હતું.

એશિયન બજારોમાંથી ટેકો મળ્યો

આજના કારોબારમાં એશિયન બજારોના સારા વલણથી ભારતીય બજારને સમર્થન મળી રહ્યું છે. શુક્રવારના કારોબારમાં જાપાનનો નિક્કી અને દક્ષિણ કોરિયાનો કોસ્પી નફામાં કારોબાર કરી રહ્યા છે. હોંગકોંગનો હેંગસેંગ 51 પોઈન્ટથી વધુ નફામાં છે, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝીટ પણ નફામાં કારોબાર કરી રહ્યો છે.

જોકે, ગુરુવારે અમેરિકન માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 375 પોઈન્ટના ઘટાડા પર હતો. જ્યારે S&P500માં 0.46 ટકા અને નાસ્ડેકમાં 0.64 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ટેક મહિન્દ્રાના શેરમાં માર્કેટ ખુલતાની સાથે જ અપર સર્કિટ

સેન્સેક્સના મોટાભાગના શેર શરૂઆતના કામકાજમાં નફામાં હતા. શરૂઆતના સેશનમાં 20થી વધુ મોટા શેરો ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ટેક મહિન્દ્રાના શેરમાં 10 ટકાની ઉપલી સર્કિટ હતી. ટાટા સ્ટીલમાં લગભગ દોઢ ટકાનો ઉછાળો હતો. આઈટીસી, જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી બૅન્ક જેવા શેર પણ લાલમાં હતા. બીજી તરફ, બજાજ ફાઇનાન્સના શેરમાં 5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

ગઈકાલનું બજાર

રિઝર્વ બૅન્કની લાલ આંખમાં કોટક બૅન્ક ૨૦૦ રૂપિયા તૂટી ૩૩ મહિનાના તળિયે, સેન્સેક્સને ૨૫૦ પૉઇન્ટ અને રોકાણકારોને ૪૦,૦૦૦ કરોડનો ફટકો : સ્ટેટ બૅન્ક તગડા ઉછાળે નવા શિખર સાથે સવાસાત લાખ કરોડની કંપની બની, ઍક્સિસ બૅન્કે ૭૧૦૦ કરોડનો નફો કર્યો ને માર્કેટકૅપ ૧૯,૬૫૦ કરોડ વધારી દીધું : બંધ બજારે આવેલા નબળા પરિણામ આજે ટેક મહિન્દ્રને નડશે ઃ મારુતિ સુઝુકી પરિણામની પૂર્વસંધ્યાએ સાધારણ ઘટાડે બંધ : થાણેની જેએનકે ઇન્ડિયાનો ઇશ્યુ ૨૮.૪ ગણો છલકાયો, ગ્રે માર્કેટમાં સોદા રફ થયા : એમ્ફોર્સ ઑટોટેકનો ઇશ્યુ ૩૬૫ ગણો છલકાયો, ગ્રે માર્કેટમાં ૧૨૦નું પ્રીમિયમ : શિપ બિલ્ડિંગ શૅરોમાં તેજીની ચાલ બરકરાર, પૂર્વાન્કારામાં પાલી હિલ પ્રોજેક્ટનો કરન્ટ આગળ વધ્યો : મૉર્ગનના ઝેરીલા બેરિશ વ્યુમાં ખરડાયેલી એમસીએક્સ તગડા જમ્પમાં નવા શિખરે પહોંચી

share market stock market national stock exchange bombay stock exchange nifty sensex business news